કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

ખરેખર તેજ ઘડીએ તે ગઈ અને જ્યારે તે તળાવના કિનારા ઉપર આવી પહોચી ત્યારે તેણીએ પોતાના હાથમાં થોડું પાણી લઈ આસપાસ છાટયું તથા તેની સાથે કાઈ મંત્ર ભણી જેથી તે શહેર પાછું સજીવન થયું તે તળાવ માહેલા માછલા આદમીઓ, સ્ત્રીઓ, અને બાળકો બની જયા જે મુસલમાન હતા તે મુસલમાન દેખાયા જે કિશ્ર્ચિયન હતા તે ક્રિશ્ર્ચિયન થયા અને જે ઈરાની હતા તે પણ તેવાજ બની ગયા. ગુલામો તથા આઝાદ લોકો બહાર નીકળ્યા. ટૂંકમાં જેવા લોગો આગળ હતા તેવાંજ સર્વ થઈ ગયા. ઘરો તથા દુકાનો આગળની પેઠે વસ્તીથી ભરાઈ ગઈ! તેઓ જોય શું કે પેલી રાણીની જાદુઈ અસરથી કાંઈ પણ ફેરવાયું ન હોય એમ તેમને લાગ્યું, સુલતાનના અમલદારો તથા બીજા અમલદારોએ જ્યાં છાવણી કીધી હતી ત્યાં એ રચનાભરેલું અને આબદ શહેર નિકળી આવેલું જોઈ તેઓ ઘણાજ અજબ થયા.
પણ હવે તે જાદુગર ભણી આપણ પાછા ફર્યે. આ ઉપર કહેલો ફેરફાર કરવા પછી માહેતમ મહેલમાં પોતાની મહેનતનું ફળ ચાખવા તેણી પાછી ફરી. તે ત્યાં દાખલ થતાં વાર બોલી કે ‘મારા પ્યારા ખાવિંદ! તમારી નવેસરથી તાજી થયેલી જીંદગીના સુખમાં ભાગ લેવાને હું પાછી ફરી છું કારણ કે જે કાંઈ તમે મને ફરમાવ્યું તે મેં બજાવ્યું છે માટે ઉઠો અને તમારો હાથ મને આપો.’ સિધિ જેવી ઢપ પકડી રાખી તે સુલતાન બોલ્યો ‘ત્યારે મારી આગળ આવ.’ તે પ્રમાણે તેણીએ કીધું. તે બોલ્યો કે હજુ નજદીક આવ.’ તેમજ તેણીએ કીધું. જેવી તેણી લગોલગ આવી તેવોજ તે જલદીથી ઉઠયો અને એટલી તો ઝડપથી તેણે તેણીના હાથ પકડી લીધા કે કાંઈ પણ વિચાર કરવાને તેણીને તક મળી નહીં. સુલતાને પોતાની તલવારના ફટકાથી તે જાદુગર રાણીના બે ફાડચા કરી નાખ્યા અને તે દરેક ભાગ સામ સામે ફેકયા. એટલું કામ કીધા પછી જ્યાં તે મડદું પડેલું હતું ત્યાં રહેવા દઈ કાળા ટાપુઓના શાહને તે શોધવા નીકળ્યો. તે જવાન શાહ તેની રાહ જોતો બેઠો હતો. તેને બગલગીરી કરીને કહ્યું કે ‘શાહજાદા! તમે ખુશી થાઓ! હવે તમારે કાંઈપણ પ્રકારની ધાસ્તી રાખવી નહીં કારણકે તમારી કરપીણ શત્રુનો મેં નાશ કરી નાખ્યો છે.’ તે જવાન શાહજાદાએ સુલતાનનો ઉપકાર એવી રીતથી માન્યો કે જે ઉપરથી સાબેત થયું કે તેના દિલમાં ઉપકાર ઘણોજ મજબુતીથી ઠસી બેઠેલોે હતો અને તેના છુટકારો કરનારે તેની આવી નોકરી બજાવી તેના બદલામાં તેની ઉમરદરાજી તથા આબાદાની તેણે ચાહી. સુલતાને જવાબ દીધો કે ‘તમો પણ તમારી રાજધાનીમાં સુખ અને શાંતિથી લાંબી જીંદગી ભોગવતા રહો અને અગરજો તમો મારી રાજધાની જે કાંઈ દૂર નથી, ત્યાં આવવાની મરજી દેખાડશો તો હુ તમને દીલો જાની ભર્યો આવકાર આપશ.
(ક્રમશ)

Similar Posts

  • ચોકલેટ રોલ

    સામગ્રી: 1 ટેબલ સ્પૂન કોકો પાવડર, 3 ટેબલ સ્પૂન ચોકલેટ પાવડર, 3 ટેબલ સ્પૂન મલાઈ, 4 ટેબલ સ્પૂન મિલ્ક, 2 ટેબલ સ્પૂન ઘી, 2 ટેબલ સ્પૂન આઈસીંગ સુગર, મેરી ગોલ્ડ બિસ્કીટનો ભૂકો. પુરણ માટે: કોપરાનું છીણ, 2 ટેબલ સ્પૂન મલાઈ, 4 ટેબલ સ્પૂન અખરોટનો ભુક્કો રીત: સૌ પ્રથમ કોકો પાવડર, ચોકલેટ પાવડર, મલાઈ, બિસ્કીટનો ભુક્કો,…

  • Gamadia Girls’ School Celebrates Annual Day

    Bai M N Gamadia Girls’ High School celebrated its Annual Day at the Y B Chavan Auditorium on 16th January, 2019 with celebrity Cosmetic and Restorative Dentist, Dr. Ashdin Turner, as Chief Guest, and attended by President of Parsee Girls’ School Association (PGSA) – Kersi Commissariat; Treasurer of PGSA, Zubin Billimoria; and PGSA Board members…

  • રાજકુંવર રાજમહેલ પહોંચી ગયો

    શાહજાદાએ રાજકુંવરીની આગતાસ્વાગતાનો બરાબર બંદોબસ્ત કર્યો. પછી ત્યાંથી એક ઘોડો લઈ તેના પર સવાર થઈ તે પોતાની રાજધાનીના શહેર તરફ પોતાના માતપિતાને મળવા ચાલ્યો. રસ્તે તેને જીવતો પાછો ફેરેલો જોઈ લોકો ખુશાલીના પોકારો કરતા હતા. પોતાનો પ્યારો શાહજાદો ખુશખુશાલ અને સલામત છે એ ખબર વીગળીવેગે શિરાઝની પ્રજામાં ફેલાઈ ગઈ. રાજકુંવર તો ઝપાટાબંધ ઘોડો દોડાવતો રાજમહેલ…

  • નમકહલાલ

    ભૂખ ન જુએ એઠો ભાત, પ્યાસ ન જુએ ધોભીઘાટ ઉંઘ ન જુએ તૂટી ખાટ, હવસ ન જુએ જાત કજાત. મારા પિતા સમાન કેતન શેઠને મારા હઝારો નમસ્કાર. શેઠ હું તમને મોઢામોઢ કહી નથી શકતો એટલે આખરે ચિઠ્ઠી લખીને તમને જણાવું છું કે સુહાની ભાભીની મારી પર નજર બગડી છે. તેઓ મને કહે છે ‘તું હવે…