ગુશ્તાસ્પની બાનુ કેટાયુન

સવારના પોરમાં જ્યારે આફતાબ તલુ થયો, ત્યારે કએસરે પોતાના મહેલમાં એક મીજલસ ઉપર મુજબ મોટા દરજજાના જવાનીઆઓની બોલાવી કે તેઓમાંથી કેટાયુન પોતાને માટે એક ખાવિંદ પસંદ કરે. કેટાયુન પોતાની સાથે 60 સાહેલીઓ લઈ હાથમાં ગુલાબના ફુલનો એક તોરો લઈ, પોતાના મહેલમાંથી ત્યાં આવી. તેણી તે મોટા મેળાવડામાં ઘણી ફરી અને થાકી જવા લાગી પણ પોતાને પસંદ પડતો કોઈ જવાન તેણીના દીઠામાં આવ્યો નહીં. તેણી ત્યાંથી પોતાના મહેલમાં પાછી ફરી. તેણી પોતાના મનમાં ઘણી ગમગીન થઈ હતી, કારણ કે તેણી પોતાને લાયકનો એક ખાવિંદ મેલવવામાં નિષ્ફળ નિવડી હતી.
હવે પાદશાહે જ્યારે એમ જોયું કે પોતાના દેશના પહેલી પંકતીના તવંગર અને અમીર જવાનોમાંથી કોઈપણ જવાન કેટાયુનને પસંદ પડયો નથી, ત્યારે તેણે બીજી પંકતીના દરજ્જાના જવાનોની એક મીજલસ બોલાવી, કે તેઓમાંથી કેટાયુનન ગમે તે ધણીને પોતાના ખાવિંદ તરીકે પસંદ કરે. એવી અંજુમન બોલાવવાની ખબર શહેરમાં અને આજુબાજુના ગામોમાં ફેલાઈ. તે ખબર, પેલો ધણી કે જેને ત્યાં ગુશ્તાસ્પ ઉતર્યો હતો અને રહ્યો હતો તેને પડી ત્યારે તેણે ગુશતાસ્પને કહ્યું કે ‘તું કયાં સુધી ઘરમાં એમ ભરાઈ રહેશે? પાદશાહના મહેલમાં જા, કે ત્યાં તારૂં દિલ બે ઘડી રીઝાય અને તારો ગમ દૂર થાય.’ ગુશ્તાસ્પે જ્યારે એ સખુન સાંભળ્યા ત્યારે તે પોતાના એ મેજબાન સાથે પાદશાહના મહેલમાં ગયો અને મહેલમાં જઈ એક બાજુએ ગમગીન દિલે બેઠો.
હવે કેટાયુન પોતાની સાહેલીઓ સાથે પાછી મહેલમાં આવી મીજલસમાં ભેગા મળેલા બધા જવાનોમાં અહીં તહીં ફરતાં તેણી દૂરથી ગુશ્તાસ્પને દીઠો. અને તુરત મનમાં બોલી ઉઠી કે, ‘મારા સ્વપ્નાનો ભેદ હવે ખુલ્લો થયો’ એટલે તેણીએ આગળ વર્ણવ્યા મુજબ, સપનામાં જે ધણીને જોયો હતો તેના જેવોજ ચહેરો હાલમાં તેણીએ ગુશ્તાસ્પનો જોયો. તુરત તેણીએ પોતાનું તાજ ગુશ્તાસ્પના માથા પર મેલ્યું એટલે તેને પોતાના ખાવિંદ તરીકે પસંદ કીધો જેવું કએસરના વજીરે આ જોયું કે તુરત તે કએસર આગળ દોડયો અને કહ્યું કે ‘કેટાયુનને મીજલસમાંથી એક એવો નર પસંદ કર્યો છે કે જે બાગ માહેલા સરવનાં ઝાડ જેવો સુંદર છે, ચહેરામાં તે ગુલાબના બાગ મીસાલ છે અને બાજુ અને ખભામાં એવો કદાવર છે કે જે તેને જોયે તે અજબ થાય. તું કહેશે કે જાણે ખોદાતાલનું નુર તેના મોહ પર છે. પણ અમે જાણતા નથી કે તે કોણ છે.’
(ક્રમશ)

Similar Posts

  • A Glimpse Into The Life And Teachings Of Prophet Zarathushtra

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]On the occasion of Khordad Saal, we bring you a special article celebrating the life and the teachings of our glorious prophet, Zarathushtra.[/otw_shortcode_info_box] Asho Zarathushtra is universally regarded as the First Prophet. He was the first to receive Ahura Mazda’s message and yet, there is so little, we, his followers who call ourselves…

  • ચાલો પ્રકાશની ઉજવણી કરીએ!

    દિવાળી એ પાંચ દિવસીય પ્રકાશનો તહેવાર છે, જે વિશ્ર્વભરના લાખો લોકો દ્વારા ઉજવવામાં આવે છે. આ તહેવાર હિન્દુ નવા વર્ષ સાથે જોડાયેલો છે અને આ રીતે નવી શરૂઆત અને અંધકાર ઉપર અનિષ્ટ અને અજવાળા પર સારી સફળતાની ઉજવણી કરે છે. દિવાળી ધન અને સમૃદ્ધિના દૈવી લક્ષ્મીની પણ ઉજવણી કરે છે. ઉત્સવના પાંચ દિવસ: ઉત્સવના પાંચ…

  • શિરીન

    મંદિરની સંભાળ લેવા એક પૂજારી આગળ આવી પોતાનું દુ:ખ રડી જતાં ને વળતામાં તે સંત ઘરડો પુ‚ષ તેઓને સારી શિખામણો આપી કાંઈક અંશે તેવાનાં દુ:ખ કમી કરી વિદાય કરતો. અને ત્યારે આજે એજ મંદિરમાં શિરીન વોર્ડન એક તૂટેલા જિગર સાથ દુ:ખી જીવે ત્યાં દાખલ થઈને ગુ‚જીના પગ આગળ ફસડાઈ પડી ને અફસોસ કે એક વખતના…

  • Parsi Shine At IndiKarting Go-Karts Clash

    Jamie Dominates; Danesh, Hoshmand, Diana Impress With Podiums Young Parsi racers dominated numerous categories at the Ajmera IndiKarting Clash of Go-Karts event, held in Mumbai recently. Over 500 entries translated into 177 participants battling for top honours, at Ajmera IndiKarting, Mumbai’s only racing circuit. The FMSCI approved event attracted participants from Kashmir, Kerala, Vijayawada, Gujarat,…

  • Design Library Unveils Spring Collection

    Witness the latest spring collection trends by the trendsetting fashion showcase, Design Library, which is back this season, with a whole new style statement and a renewed aura! This time around Design Library City’s favourite Fashion Exhibition is ready to sweep you off your feet with a collection that’s inspired by the spring theme. Be…

  • બપોરની ઉંઘ

    સામાન્ય રીતે રાતે ઉંઘી જવાનો એકંદર ઉપક્રમ સમગ્ર જગતમાં છે. અમુક દેશો-પ્રદેશોમાં બપોરની ઉંઘ લેવાનો ઉપક્રમ પણ હોય છે. બપોરની ઉંઘ હૃદયરોગના દર્દીઓ માટે ઘણી લાભપ્રદ ગણાય છે. હૃદયરોગીઓએ બપોરે વધારે નહીં તો અડધો કલાક પર ઉંઘવું જોઈએ. બપોરની ઉંઘ હૃદયરોગમાં સફળ ઔષધિ તરીકે ચાળીસ ટકા કામ આપતી જોવા મળી છે. પરંતુ બપોરની ઉંઘ શરીરનું…