સફળ થવાનું રહસ્ય!

રોહનની ઉંમર આશરે 10 થી 12 વર્ષ જેવી ઉંમર હતી, તેને સ્કૂલમાં વેકેશન પડ્યું હોવાથી તેને તેના મમ્મી-પપ્પા પાસે નવસારી જવાની ઈચ્છા વ્યક્ત કરી કે જ્યાં તેના બપય રહેતા હતા.
મમ્મી-પપ્પાએ કહ્યું કે આપણે નવસારી જઈ આવીએ પરંતુ બે દિવસમાં પાછા આવી જઈશું, અને તે લોકો નવસારી જવા નીકળી ગયા નવસારી પહોંચીને બપાવાજીને બધા મળ્યા અને સાથે ભોજન કર્યું ને ખૂબ મજા કરી. એટલામાં ટીવી પર જમશેદજી તાતા, રતન તાતા, ગોદરેજ જેવા મોટા માણસો વિશે જણાવવામાં આવતું હતું, અને કરોડપતિઓ વિશે ચર્ચાઓ થતી હતી. એટલે રોહને પૂછયું કે ગ્રેન્ડપા આ બધા લોકો જે કરોડપતિઓ થાય છે તે એવું શું કરે છે કે જે આટલા બધા સફળ થઈ શકે છે? બપાવાજીએ કહ્યું તું મારી સાથે ચાલ. બપાવાજી તેને બજારમાં લઈ ગયા બજારમાં જઈને બે એક સરખા નાના નાના છોડ ખરીદ્યા. પછી ઘરે આવીને એક છોડને ઘરની બહાર રાખ્યો અને બીજા છોડને ઘરની અંદર કુંડામાં રાખી દીધો.
બપાવાજી રોહનને પૂછ્યું કે તને શું લાગે છે? આ બેમાંથી કયો છોડ સૌથી પહેલા ઊગી જશે? રોહને થોડીવાર વિચારીને કહ્યું કે ઘરની અંદર જે છોડ છે તે વધુ પહેલા આવશે, કારણ કે તે દરેક ખતરાથી સુરક્ષિત છે. જ્યારે બહાર જે છોડ છે તેને ખૂબ તડકો, તોફાન, પાણી અને જાનવરોથી ખતરો છે. બપાવાજીએ કહ્યું કે એ આપણે હવે ભવિષ્યમાં જોઈશું.
થોડા દિવસોમાં વેકેશન પૂરું થયું એટલે રોહન, પાછો મુંબઈ આવી ગયો. ધીમે ધીમે સમય વીતતો ગયો અને જોતજોતામાં પાછું તેને વેકેશન પડ્યું.
આ વખતે વેકેશનમાં તે પાછો નવસારી આવ્યો અને નવસારી આવીને પહેલો સવાલ બપાવાજીને એ પૂછ્યો કે ગ્રેન્ડપા, પહેલા આપણે બે છોડ વાવ્યા હતા તે ક્યાં છે? બપાવાજી રોહનને એ જગ્યા પર લઈ ગયા જ્યાં તેને કુંડુ રાખ્યું હતું. કુંડામાં રાખેલો એ છોડ હવે મોટો થઈ ગયો હતો. રોહને એ છોડને જોઈને તરત બોલ્યો કે મેં તમને પહેલાં જ કહ્યું હતું કે આ છોડ વધુ જલ્દી ઉગશે અને સફળ થશે.
આ સાંભળીને બપાવાજીએ કહ્યું કે તું આટલી જલ્દી નિર્ણય ન લે, હજી આપણે બહાર નો છોડ જોવાનો બાકી છે. એમ કહીને તે બંને બહારનો છોડ જોવા ગયા, અને જોયું તે ભેગું રોહનને આશ્ર્ચર્ય થયું કારણ કે તે છોડ હવે વૃક્ષ બની ગયું હતું. તેની આજુબાજુમાં ડાળીઓ હતી અને પાન પણ ઘણા બધા હતા.
પછી આશ્ર્ચર્ય સાથે તેના ગ્રેન્ડપાને તેણે પૂછ્યું કે આ કઈ રીતના શક્ય છે? બહાર રાખેલા છોડને તો ન જાણે કેટલા ખતરાનો સામનો કરવો પડ્યો હશે છતાં પણ તે આટલો સફળ કઈ રીતે થઈ શક્યો?
બપાવાજીએ કહ્યું કે બહાર રાખેલા છોડ પાસે આઝાદી હતી. એ જેટલું ઇચ્છે એટલા એના મૂળ ને ફેલાવી શકતો હતો. એ જેટલું ઇચ્છે એટલી એની શાખાઓ લાંબી કરી શકતો હતો. અને અંદર રાખેલ આ છોડ પાસે સહીસલામત એક જ વિકલ્પ હતો. જેના કારણે તે આટલો સફળ થઇ શકયો નહીં, અને પોતાની ક્ષમતાઓ નો ઉપયોગ કરી શક્યો નહીં.
આપણા દરેક માણસમાં ક્ષમતાઓ સરખી જ આપેલી છે. પરંતુ અમુક લોકો તેના કમ્ફર્ટ ઝોન એટલેકે સુરક્ષિત કવચમાંથી બહાર જ નથી નીકળતા અને તેઓ કાંઈ નવું દુનિયામાં કરતા જ નથી જેથી ઘણી વખત તેઓ સફળ થતા નથી. અને જે લોકો હાલમાં સફળ છે તે લોકોએ પણ અસફળતા ભરપૂર પ્રમાણમાં મેળવી છે પરંતુ તેની અંદરની ક્ષમતા ઓળખીને અસફળતાને ગણકારી જ નહીં. અને સતત મહેનત કરતા હોય છે, માટે જ તેઓ સફળ થાય છે.
દુનિયામાં લગભગ 1% એવા માણસો હશે જે પેલા બહારના છોડ જેવા છે અને તે સફળ થાય છે!

Similar Posts

  • Living the Zoroastrian Way Of Life – Part I

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]As we make our way into the New Year 2018 with renewed goals and hopes and dreams, let us not forget the very basics in which our existence and identity is rooted – that of proud Zoroastrians. Immaterial of our religious and socio-cultural inclinations, when we walk on the path as laid down…

  • ZDO Celebrates 66th Anniversary

    The Zoroastrian Dentists Organization (ZDO) celebrated its 66th Anniversary on (DATE) with an exciting scientific meeting at Mumbai’s Taj Mahal Palace Hotel, with Chief Guest, legal luminary Dr. Ervad Burjor Antia, senior partner, Mulla & Mulla Solicitors. Other dignitaries present included Dinshaw Mehta – Ex-BPP Chairman; Dr. Framroza Antia – renowned dental surgeon; Dr. Firoze…

  • Your Moonsign Janam Rashi This Week –
    11th November, 2017 – 17 November, 2017

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે તમારા નાના કામો પણ સમય પર કરી શકશો. નાણાકીય ફાયદો થતો રહેશે. તેને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરવામાં કોઈ કસર મુકતા નહીં. ગુરૂની કૃપાથી તમે ધર્મ કે ચેરિટીના કામો સારી રીતે કરશો. નાણાકીય મુસીબતમાં…

  • |

    ‘V’ for Victory OR ‘V’ for Villain??

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Dr. Danesh D. Chinoy is a leading Health and Wellness Coach, Sports Physiotherapist and Psychologist. He is dedicated to helping all to heal holistically and remain fighting fit for life. Providing eye-opening and ground-breaking insights into Wellness, Dr. Chinoy’s two-decades’ rich expertise has won him innumerable awards, nationally and globally. His mission…

  • સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

    કસરેવઝ સીઆવક્ષ આગળ ગયો અને શાહનો પેગામ કહ્યો. સીઆવક્ષ અફ્રાસીઆબ આગળ આવવા તૈયાર થયો. ત્યારે કસરેવઝે ફરેબથી તેને તેમ કરતો અટકાવવાની કોશેશ કરી, તે ઢોંગ કરી આંખમાંથી આંસુ રેડી રડવા લાગ્યો. સીઆવક્ષે કારણ પૂછતાં કહ્યું કે મને તારી ઉપર દયા આવે છે. મારો ભાઈ અફ્રાસીઆબ ઘણો બૂરો છે. તું તેને ભોળાઈથી પિછાનતો નથી. તે તુંને…