ઘડપણનો સાચો સહારો કોણ?

આપણે મોટાભાગે એવું સાંભળતા આવ્યા છીએ કે ઘડપણનો સહારો દીકરો હોય છે અને એટલા માટે જ લોકો પોતાના જીવનમાં એક દીકરો હોય તેવી આશા રાખતા હોય છે જેના કારણે ઘડપણમાં સહારો રહે.
દીકરો ઘરમાં વહુ લાવે છે, વહુ આવ્યા પછી દીકરો પોતાની લગભગ બધી જવાબદારી તેની પત્ની ને સોંપી દે છે અને પછી પત્ની આ જવાબદારી નિભાવતા નિભાવતા પોતાના ઘરડા સાસુ સસરાનો ઘડપણનો સહારો બની જતી હોય છે. ખાસ કરીને સમાજના દરેક ઘરમાં મોટાભાગે આવું જ જોવા મળતું હોય છે. અમુક ઘર અપવાદ પણ હોય છે. પરંતુ મોટાભાગે આ બધે જ જોવા મળે છે.
એક વહુ ને પોતાના સાસુ-સસરાની આખી દિનચર્યા ખબર હોય છે. જેમકે સસરા કેવી ચા પીવે છે સાસુ ને ક્યારે ચા પીવાની આદત છે, સાસુ ને કેવી ચા ભાવે છે, સસરાને ખાવામાં શું પ્રતિબંધિત છે, આખા ઘરમાં દરેક લોકોને શું ભાવે છે શું નથી ભાવતું, સવારે શું નાસ્તામાં બનાવવું છે, બપોરે શું જમવાનું છે. અને રાત્રે દરેક લોકો સાથે એક સમય મર્યાદા પહેલા જમવાનું તૈયાર કરી લેવાનું છે આ બધી વસ્તુઓ ધ્યાન એક વહુ રાખતી હોય છે.
જો સાસુ અને સસરા બીમાર પડી જાય તો તે તેની દેખભાળ કરે છે. ભલે એ પછી પૂરા મનથી કરે કે નહીં પરંતુ તેની દેખભાળ તે જ કરતી હોય છે. જો એક દિવસ માટે પણ વહુ ક્યાંય બહાર ગઈ હોય તો તેની સૌથી વધારે અસર સાસુ-સસરા ઉપર પડે છે કારણકે તેઓને તો એવું જ લાગે છે કે જાણે તેની લાકડી કોઈએ છીનવી લીધી હોય.
ચા નાસ્તાથી માંડીને સમયસર દવા લેતી વખતે કે જમતી વખતે વહુને અચૂક યાદ કરે છે. કારણકે વહુ એક દિવસ પણ ન હોય તો જાણે તેઓનો સમય અસ્તવ્યસ્ત થઈ જાય છે, એ વાતમાં કોઇ શંકા નથી કે દીકરો પણ તેના માતા-પિતાનું ખુબ જ ધ્યાન રાખે છે. પરંતુ ઘરની જવાબદારી વહુ ને માથે હોવાથી અમુક નાની નાની વસ્તુઓ દીકરાને પણ ખબર હોતી નથી અને પાછું દીકરાને પણ કામ ધંધામાંથી સમય મળે ત્યારે જ તે માતા-પિતાને સમય આપી શકે છે, આપણા સમાજમાં એવી વહુઓ પણ જોવા મળે છે જે પોતાના સાસુ-સસરાની સેવા કરવાનું ટાળતી હોય છે અને એવી પણ વહુ જોવા મળે છે જે કોઈપણ પ્રકારની બિમારીમાં સાચા ભાવથી સેવા કરે છે. હવે તમે જ નકકી કરો ઘડપણનો સાચો સહારો કોણ?
– ગુજ્જુ ટીમ

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    09th October – 15th October, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે. જે પણ કામ પૂરૂં કરવા જશો તેમાં મુશ્કેલીઓ આવશે. જ્યાં ફાયદો થવાનો હશે ત્યાં નુકશાની આવશે. તબિયત ખરાબ થવાથી પરેશાન થશો. વડીલવર્ગ સાથે નાની બાબતમાં મતભેદ પડશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો. શુકનવંતી તા. 11, 14,…

  • સ્પ્રાઉટેડ બીન્સ સલાડ

    સામગ્રી: ત્રણસો ગ્રામ કોબીજ, સો ગ્રામ ફણગાવેલા મગ, સો ગ્રામ ફણગાવેલા મઠ, એક ચમચો ઝીણી સમારેલી ડુંગળી, એક ચમચો ઝીણા સમારેલા ટામેટાં, એક ચમચી મરચાના પીસ, અડધી વાટકી કોથમીર સમારેલી, પચાસ ગ્રામ ફણગાવેલા સોયાબીન, પચાસ ગ્રામ બાફેલી મકાઇના દાણા, બે ચમચી લીંબુનો રસ, મીઠું સ્વાદાનુસાર, મરચું, જીરૂં. રીત: સૌ પ્રથમ ફણગાવેલા મગ, મઠ અને સોયાબીનને…

  • સખાવત વીશે ટૂંક ખુલાસો

    સખાવતનાં કામો જેવા કે દુ:ખ દરદથી જે ગરીબ લાચારો પીડાતાં હોય તેઓને વાસ્તે હોસ્પિટલ યા આશ્રમો સેનેટોરિયમો માંથી ડોકટર તથા દવાદારૂની મદદ કરી આશરો આપવો. ગરીબ લાચારોને રહેવાને વાસ્તે સસ્તા ભાડાના સુખવાસી મકાનો બંધાવી આપવા. વિધવા લાચાર બાનુઓ જેઓ પોતાનું ગુજરાન કરવા તદ્દન અશકત હોય તેની હાલત તપાસી તેઓને ઘટતી મદદ કરવી. કોમના ટૂંક કમાઈવાલા…

  • Areez Khambatta Passes Away

    Industrialist, philanthropist, ex-Chairman of WAPIZ, and Ex-President of the Ahmedabad Parsi Panchayat, most popularly and fondly remembered as the founder of ‘Rasna’ (the world-famous soft-drink concentrate), Areez Pirojsha Khambatta, passed away on 19th November, 2022, due to a cardiac arrest, in Ahmedabad, Gujarat, at the age of 85. Born in 1937, Areez Khambatta, took over the…

  • Let ‘Trust Flats’ Not Become ‘Tryst Properties’

    Over the past few months, the BPP’s renewed and assertive efforts – to retrieve Trust flats, in Parsi colonies and establishments under its purview, which are being wrongly kept unused yet locked by some Parsi beneficiaries – is bearing fruit. In a heartening and much appreciated turn of events, a number of such ‘holiday flats’,…