ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

તે બોલવા લાગ્યો કે ‘બાઈ તમારે આગમચથી કહેવું હતું કે તમારે આટલો બધો સામાન ખરીદવો છે તો તે લઈ જવા માટે હું એક ઘોડો અથવા ઉંટ લાવતે! આ ટોપલામાં જેટલો માલ ભરેલો છે તે ઉપરાંત જો તમો બીજો લાવી નાખશો તો ટોપલો મારાથી ઉંચકાઈ શકશે નહીં.’ તે મજુરની આ વાત સાંભળી તે સ્ત્રી હસવા લાગી અને કહ્યું કે ‘તું ગુપચુપ મારી પછવાડે આવ!’
ત્યારબાદ તે એક ગાંધીની દુકાને ગઈ અને ત્યાંથી ભાતભાતની ખુશબો તથા મસાલો ખરીદ કીધો જેથી મજુરનો ટોપલો બિલકુલ ભરાઈ ગયો તો પણ તેણીએ તેને પોતાની પુઠે ચાલવા કહ્યું. અંતે તેઓ એક મોટા અને રોનકદાર મકાન આગળ આવી પહોંચ્યા. તે હવેલીની આગળનો ભાગ સુંદર શોભીતા સ્થંભોથી શણગારેલો અને તેમાં દાખલ થવાનો દરવાજો હાથીદાંતનો બનાવેલો હતો. એ મકાન આગળ આવી તેઓ અટકયા ‘તે સ્ત્રીએ આસ્તેથી તે દરવાજો ઠોકયો. દરવાજો ઉઘડવાની તેઓ વાટ જોતા હતા એટલામાં તે હેલકરીના મનમાં સેંકડો જુદા જુદા વિચાર આવ્યા. પહેલા તો આ ઉમરાવજાદી સરખી બાનુને ઘરની ખિદમગાર બાંદી તરીકે કામકાજ કરતી જોઈ તે અજબ થવા લાગ્યો કારણ કે તે એક બાંદી હોય એમ માનવું તેને મુશ્કેલ લાગ્યું. તેણીનો દેખાવ અમીરજાદીને એટલો તો મળતો દીસ્તો હતો કે તે ખરેખર અમીરજાદીજ હોય તેમ લાગતી હતી. તે બાનુના દરજ્જા તથા મોભા વિશે તે પુછવા જતો હતો એટલામાં એક બીજી સ્ત્રી જેણે બારણું ઉઘાડયું તે પહેલી કરતા એટલી તો વધારે ખુબસુરત તેને માલમ પડી કે જેથી અચરતીનો માર્યો મુંગોજ થઈ રહ્યો. બલકે તે તેની ખુબસુરતી જોઈ પોતાના માથા પર જે તમામ ચીજોથી ભરેલો ટોપલો હતો તે તે નાખી દે એવુ થઈ પડયું. તેણે ધાર્યુ કે તેની આગળ ઉભેલી તેની બરોબરી કરનારી સ્ત્રી તેની આખી જીંદગીમાં કોઈ કાળે પણ તેને દીઠી હશે નહીં. જે સ્ત્રી તે હેલકરીને બોલાવી લાવી હતી તેણી તેને ગભરાટમાં પડેલો જોઈ તેનો સબબ પામી ગઈ. આ શોધથી તેણીને ગમત થઈ હતી અને તે હેલકરીના કૌતકો જોવામાં કામમાં એટલી તો ખુશ થઈ કે બારણું બંધ કરતા વિસરી ગઈ. બીજી સુંદર સ્ત્રીએ કહ્યું કે ‘બહેન અંદર આવો! તમે શા કાજે થોભી રહ્યા છો? તમો જોતાં નથી કે આ ગરીબ આદમીને માથે એટલો તો ભારી બોજો છે કે તે તેનાથી મુદલ ખમાતો નથી.!’
(ક્રમશ)

Similar Posts

  • સુની તારાપોરનું ‘યે બેલે’ પ્રીમીયર નેટફિલિક્સ પર

    પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને વખાણાયેલ ‘લિટલ ઝિઝો’ (2008)ના ડિરેકટર; ‘સલામ બોમ્બે!’ (1988)ના રાઈટર, ‘સચ અ લોન્ગ જર્ની’ (1998) અને ‘ધ નેમસેક’ (2006) – ના પ્રતિભાશાળી અને ગતિશીલ સુની તારાપોરેવાલા – બીજીવારના ડિરેકટર ‘યે બેલે’ સાથે ફરી આવ્યા છે. ‘યે બેલે’ શીર્ષકવાળી ટૂંકી દસ્તાવેજીનું એક કાલ્પનિક સંસ્કરણ, બે મુંબઇના છોકરાઓની સાચી વાર્તાથી પ્રેરિત છે, જેમણે પ્રતિષ્ઠિત…

  • ઉધાર

    એક શેઠજી ખૂબ દયાળુ હતા. ધર્મમાં માનવાવાળા. ઉધાર માંગવા આવેલા કોઈ પણ વ્યક્તિને તેઓએ ના પાડી ન હતી. શેઠજી મુનીમને બોલાવતા અને ઉધાર માંગતી વ્યક્તિને પૂછતી કે ભાઈ! તમે ઉધાર ક્યારે પાછુ આપશો? આ જન્મમાં કે આવતા જન્મમાં જેઓ પ્રામાણિક હતા તેઓ કહેતા – શેઠજી! અમે આ જન્મમાં તમારું ઉધાર ચુકવીશું. અને કેટલાક લોકો જે…

  • |

    બંદગીના ફાયદાઓ

    ઉપર જણાવેલા આપણા દીની કાયદા પ્રમાણેજ બંદગી તેમજ અમલ કીધાથી આપણું મન પવિત્ર રહે છે. આપણા આચારવિચારો ઘણા સારા રહે છે. તમામ દુર્ગુણો દૂર થાય છે. દુ:ખ, આફત મુશ્કેલીને મોટે ભાગે દૂર કરીયે છીએ. જીંદગીના છેડા સુધી આપણા સુખ દુ:ખના સાથી તરીકે સાચ્ચી બંદગીજ સાથે આવે છે અને કામ લાગે છે. તેમજ મરણ પછીની હાલતમાં…

  • Fitness Tip Of The Week – What’s The Right Time To Work-out?

    Is there an appropriate time to exercise? Is there a perfect timing when you can get the most out of your workout? Yes! Human beings are driven by an internal body clock where your sleep and wake rhythms are based on a daily cycle known as the ‘Circadian Rhythm’ which is regulated by light. Circadian…

  • કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

    પછી મારી રાણી બોલતી બંધ થઈ. તે તથા તેનો યાર તે વન માહેલી પગથીને નાકે આવી પહોંચ્યા અને બીજી પગથી પર ચાલવા જતા મારી પાસે થઈને ચાલ્યા. મે મારી તલવાર ખેંચી રાખી હતી તે પેલો માણસ જેવો મારી અડોઅડથી ચાલ્યો કે તેની ગરદન પર મારી તેવોજ તે જમીનદોસ્ત થયો. હું ધારૂ છું કે મે તેને…