મસાલેદાર ખીમા એગ કરી

સામગ્રી: 250 ગ્રામ મટન ખીમો, 4 ઇંડા બાફેલા, 200 ગ્રામ તાજા વટાણા અને જરૂરત મુજબ તેલ. 1/2 કપ કાંદાની પેસ્ટ, 1/2 કપ ટમેટા પ્યૂરી, 2 બટેટા, 1 ચમચી આદુ-લસણ પેસ્ટ, 2 ચમચી લાલ મરચું પાઉડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણાજીરૂ પાઉડર, 1/2 ચમચી હળદર પાવડર, 2 તજના ટુકડા, 1 તેજપત્તુ, 2 એલચી, મીઠું સ્વાદપ્રમાણે.
રીત: એક કૂકરમાં તેલ નાખો અને તેને ગરમ કરો, તેમાં તજ, એલચી અને તેજપત્તુ નાખી કાંદાની પેસ્ટ નાખો અને ગોલ્ડન બ્રાઉન ફ્રાય કરો. તેમાં ટમેટો પ્યુરી અને આદુલસણ પેસ્ટ નાખી સાતડો ત્યારપછી તેમાં હળદર, મરચુ, ધાણાજીરૂ, ગરમ મસાલો ઉમેરો. હવે એમાં ખીમો નાખી તેજ તાપ પર 5 મિનિટ રાંધવું, જ્યારે મસાલો તેલ છૂટૂ થાય તો વટાણા અને બટેટા નાખો, થોડું પાણી ઉમેરી અને ધીમા તાપે 30 મીનીટ થવા દો. ખીમો ચડી જાય પછી તેમાં બાફેલા ઈંડા ઉમેરો. ખીમા એગ કરીને ભાત સાથે સર્વ કરો.

Similar Posts

  • જીવન એક સંઘર્ષ

    એક ખુબજ ગરીબ ગામડામાં રેણુકાનો જન્મ થયો હતો. મા-બાપ મજૂરી કરી બે ટંકનું જમવાનું મેળવતા હતા. કોઈ દિવસ કામ ન મળે તો ભુખ્યા પેટે પણ સુવું પડે. આવી કારમી ગરીબાઈમાં રેણુકા ધીમે ધીમે મોટી થવા માંડી અને માતાપિતાએ એને પણ મજૂરીમાં રોકી લીધી. રેણુકાને શાળાએ જવું હતું ખૂબ ભણવું હતું, સારા કપડા પહેરવા હતા, પેટ…

  • ગણપતિ બાપ્પા મોર્યા!!!

    ભારતમાં ગણેશ ચતુર્થિ પ્રસિધ્ધ તહેવાર છે. દરેક નવા કામ શ‚ કરતા પહેલા સૌ પ્રથમ નામ ગણપતિનું લેવામાં આવે છે. હિંદુધર્મના લોકો ગણેશ ચતુર્થિનો તહેવાર ઘણોજ ધૂમધામથી મનાવવામાં આવે  છે. આ તહેવારની શ‚આત લોકો એકસાથે આવે તે કારણે લોકમાન્ય ટિળકે કરી હતી. આપણે ગણપતિ બાપ્પાને તો બરાબર ઓળખીયે છીએ પણ શું તમને ખબર છે કે ગણેશ…

  • From the Editors Desk

    Dear Readers, I’ve been receiving a number of emails from community members sharing their fears and confusion as regards the safety and/or the need of taking the vaccine – in keeping with the endless contradictory messages we receive on social media platforms and WhatsApp. While some messages give us a sense of relief and consolation…

  • પારસી ટાઈમ્સ 11 વર્ષનું થાય છે!

    પારસી ટાઈમ્સ અગિયારનું થઈ રહ્યું છે, જે આપણી પારસી અને ભારતીય પરંપરામાં ખૂબ જ શુભ સંખ્યા છે. અંકશાસ્ત્રમાં, અગિયાર નંબરને આધ્યાત્મિક વૃદ્ધિ દર્શાવતી મુખ્ય સંખ્યા તરીકે ગણવામાં આવે છે. અગિયાર નંબરમાં સંખ્યાત્મક એકનો સમાવેશ થાય છે જે બે વાર દેખાય છે, જે નવી શરૂઆત અને તકોનું પ્રતીક છે. આ સંખ્યા ઉચ્ચ ઉર્જા, અંતર્જ્ઞાન, ઉત્સાહ અને…

  • ઇન્સ્ટા પર સ્વચ્છતા કામદારો માટે રતન તાતાનું ‘મિશન ગરીમા’

    ગયા ઓકટોબરમાં ઇન્સ્ટાગ્રામમાં જોડાયા બાદ અને સોમવારે મીડિયામાં 1.2 મિલિયનથી વધુ અનુયાયીઓ મેળવનારા, ધ્યાન આપવાની જરૂર છે તેવા નિર્ણાયક મુદ્દાઓને ઉજાગર કરીને પોતાનો ઓનલાઈન પ્રભાવનો મોટો ઉપયોગ કરનાર રતન તાતાએ તાજેતરમાં એક નવી પહેલ વિશે 3 મિનિટનો એક શક્તિશાળી વિડિઓ પોસ્ટ કર્યો છે જે સ્વચ્છતા કામદારોને મદદ કરે છે. તેમની પોસ્ટમાં મુંબઇના સ્વચ્છતા કાર્યકરો અને…