મુંબઈ માટે ઘોડે સવાર પોલીસ યુનીટ

19 જાન્યુઆરી, 2020 ના રોજ, મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન – અનિલ દેશમુખે જાહેરાત કરી કે મુંબઇ પોલીસને ટ્રાફિક અને ભીડ નિયંત્રણ માટે ઘોડે સવારીનું પોલીસ યુનિટ મળશે. આ યુનિટ જે વધતા જતા વાહનોના કારણે 1932 માં વિખેરાઇ ગયું હતું અને 88 વર્ષ પછી ફરીથી ઇન્સ્ટોલ થઈ રહ્યું છે અને શિવાજી પાર્ક ખાતે આ વર્ષના પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેશે.

ઘોડે સવાર પોલીસ યુનિટ ગીચ વિસ્તારોમાં ગુના પેટ્રોલિંગ માટે ઉપયોગી થઈ શકે છે અને તેનો ઉપયોગ તહેવારો અને પરેડ દરમિયાન ભીડ નિયંત્રણ માટે કરી શકાય છે. સરકારે સબ ઈન્સ્પેકટર, અસીસટેન્ટ પીએસઆઈ, 4 હવાલદાર અને 32 કોન્સ્ટેબલોની યુનિટ માટે 30 ઘોડાની મંજૂરી આપી છે. જે આગામી છ મહિનામાં સ્થાપવામાં આવશે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *