સુની તારાપોરનું ‘યે બેલે’ પ્રીમીયર નેટફિલિક્સ પર

પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને વખાણાયેલ ‘લિટલ ઝિઝો’ (2008)ના ડિરેકટર; ‘સલામ બોમ્બે!’ (1988)ના રાઈટર, ‘સચ અ લોન્ગ જર્ની’ (1998) અને ‘ધ નેમસેક’ (2006) – ના પ્રતિભાશાળી અને ગતિશીલ સુની તારાપોરેવાલા – બીજીવારના ડિરેકટર ‘યે બેલે’ સાથે ફરી આવ્યા છે. ‘યે બેલે’ શીર્ષકવાળી ટૂંકી દસ્તાવેજીનું એક કાલ્પનિક સંસ્કરણ, બે મુંબઇના છોકરાઓની સાચી વાર્તાથી પ્રેરિત છે, જેમણે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બેલે શાળાઓમાં વિપરિત સંજોગોમાં પોતાનો માર્ગ બનાવી વિજય મેળવે છે.
આ ફિલ્મમાં બે ડાન્સરો છે નીશુ (મનીશ ચૌહાન) જે ડાન્સ શોમાં વિજયી નીવડે છે, અને આસીફ (અચિન્ત્ય બોઝ) એનો હરીફ એનો મિત્ર બને છે. નિશુ અને આસિફના જીવનમાં નાટ્યાત્મક વળાંક આવે છે, જ્યારે શાઉલ (જુલિયન સેન્ડસ), એક બેલે શિક્ષક છે, તેઓને મુંબઈની નોનડેસ્ક્રિપ્ટ ડાન્સ એકેડમીમાં શોધે છે.
રોય કપૂર ફિલ્મ્સ દ્વારા નિર્માણિત, ‘યે બેલે’ તા. 21મી ફેબ્રુઆરી, 2020 ના રોજ નેટફ્લિક્સ પર રજૂ કરવામાં આવ્યું હતું.
યે બેલે એવી અદભુત અને લગભગ અવિશ્વસનીય વાર્તા છે કે જેનાથી તમે તમારા લક્ષ્યો તરફ જુસ્સો સાથે કામ કરવામાં વિશ્ર્વાસ કરો છો. વિવિધ સંભવિત વિષયોમાંથી, મેં આ એક પસંદ કર્યો છે કારણ કે હું મારા યુવાનીમાં બેલેટ શીખી હતી. ‘યે બેલે’ જેવી ફિલ્મ આશા છે કે કુતુહલ ફેલાવશે, સાથે એ પણ દર્શાવશે કે સપના કેવી રીતે સાકાર કરી શકાય છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *