વહુ નોકરી કરે છે કે હાઉસવાઈફ છે?

(દરવાજાની ઘંટી વાગે છે)
બેટા જો તો કોણ આવ્યો છે? સોફા પર સુતા સુતા ટીવી જોઈ રહેલા આવાંના સસરા બરજોરએ તેની વહુને કહ્યું.
આથી આવાં રસોડામાંથી બહાર આવીને દરવાજો ખોલે છે.
સામે જાણીતો ચહેરો ન હોવાથી, પૂછે છે તમે કોણ?
સામેથી જવાબમાં એક મહિલા ઊભી હતી તે જણાવે છે કે મહિલાઓની સ્થિતિ ઉપર એક સર્વે ચાલી રહ્યો છે. હું એની જાણકારી માટે અહીં આવી છું.
હજુ આ મહિલા આવાંને પોતાના વિશે જણાવી રહી હતી એટલામાં આવાં ના સસરા બહાર આવતા આવતા પૂછે છે કોણ છે દીકરા?
પેલી સ્ત્રી જવાબ આપે છે, દાદા હું સર્વે કરવા આવી છું. અમે હાલમાં મહિલાઓની સ્થિતિ ઉપર એક સર્વે કરી રહ્યા છીએ.
તો પૂછો શું પૂછવું છે તમારે? બરજોર જવાબ આપે છે
મહિલા પૂછે છે, તમારી વહુ સર્વિસ કરે છે કે હાઉસવાઈફ છે?
આવાં પણ આ સવાલ સાંભળી રહી હોય છે, એટલે હજી તો એ જવાબ આપવા જાય કે તે પોતે હાઉસવાઈફ છે તે પહેલા તેના સસરા બરજોર જવાબ આપી દે છે.
તેના સસરાએ કહ્યું કે તે સર્વિસ કરે છે. આવાંને ઘણું આશ્ર્ચર્ય થયું, પરંતુ એ કંઈ બોલી નહીં બસ ત્યાં ઉભી રહી.
પેલી મહિલાએ સર્વિસનું સાંભળીને વિસ્તારમાં પૂછયું કે કયા પદ પર છે અને કઈ કંપની માં કામ કરી રહી છે?
આવાંના સસરા બરજોરએ ફરી જવાબ આપ્યો કે, તે હકીકતમાં એક નર્સ છે જે મારું અને મારી પત્ની નું એકદમ સચોટ ધ્યાન રાખે છે. અમારા જાગવાથી લઈને રાતના સુવા સુધીનો હિસાબ અમારી વહુ આવાં પાસે હોય છે. હું જે અત્યારે આરામથી સુતા સુતા ટીવી જોઈ રહ્યો હતો, તે માત્ર આવાં ના કારણે જ છે.
હા અને જણાવી દઉં કે આવાં એક બેબીસીટર પણ છે, બાળકોને નવડાવવા, રમાડવા અને સ્કુલે મોકલવાનું કામ પણ તે જ જોવે છે. રાતના રડી રહેલા બાળકોને પણ તે જ પોતાની નીંદર બગાડીને સંભાળે છે.
મારી વહુ એક શિક્ષક પણ છે, બાળકોની બધી ભણવાની જવાબદારી તેના માથે જ છે. અને ઘરનું આખું મેનેજમેન્ટ પણ આવાંના હાથમાં જ છે. અને સંબંધ નિભાવવામાં તો તે એક્સપર્ટ છે એમ કહો તો પણ ચાલે.
મારો દીકરો એસી ઓફિસમાં શાંતિથી પોતાનું કામ કરી શકે છે તો આની કારણે જ, એટલું જ નહીં આ મારા દીકરાની સલાહકાર પણ છે.
આવાં અમારા ઘરનું એન્જિન છે, જેના વગર અમારૂં ઘર તો શું આ દેશની ગતિ જ ઊભી રહી જશે.
પેલી મહિલાએ આખો જવાબ સાંભળ્યો, પછી ફોર્મમાં જોવા લાગી ઘણા સમય સુધી ફોર્મ ને નિહાળીને પછી કહ્યું કે અમારા આ ફોર્મમાં તો એવી એક પણ કોલમ નથી જે તમારી વહુ ને વર્કિંગ કહી શકે.
આથી આવાંના સસરા બરજોર હસી પડે છે, અને કહે છે કે તો પછી તમારો આ સર્વે અધૂરો છે.
એટલામાં પહેલી મહિલા પાછું બોલે છે કે પરંતુ દાદાજી આ કરવાથી કાંઈ આવક તો નથી થતી ને?
પછી તેને બરજોર જવાબ આપે છે કે, હવે તમને શું સમજાવું! આ દેશની કોઈપણ કંપની આવી વહુઓને એ સન્માન, એ સેલરી નહીં આપી શકે. પછી તેને ખૂબ જ શાનથી કહ્યું કે, મારી હાર્ડ વર્કિંગ વહુની ઇનકમ અમારા ઘરની સ્માઈલ છે.
એક બાજુ ઊભી આવાં પણ મનોમન પોતાની આટલી કદર થતી જોઈ ખુબ જ ખુશ થઇ ગઇ.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *