શક્તિ, સૌદર્ય, શ્રદ્ધા અને શાંતિ એટલે સ્ત્રી

દર વર્ષે 8 માર્ચના રોજ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનનું આયોજન થાય છે. મનમાં સવાલ ઉભા થાય છે કે આ પરંપરાની શરૂઆત ક્યારથી થઈ? સાથે જ મહિલા દિવસ મનાવવા પાછળ હેતુ શુ છે? જો મહિલા દિવસ ઉજવાય છે તો પુરૂષ દિવસ કેમ નહી?
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઈતિહાસની વાત કરીએ તો સૌ પહેલા આને વર્ષ 1909માં ઉજવવામાં આવ્યો. ત્યારબાદ આ દિવસને 1975માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે માન્યતા આપી.
પછી તો દુનિયાભરમાં આને ઉત્સાહપૂર્વક ઉજવવાની શરૂઆત થઈ. આ દિવસ ઉજવવાનો મકસદ મહિલાઓ પ્રત્યે સન્માન, તેમની પ્રશંસા અને તેમના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો છે. આ દિવસે ખાસ કરીને એ
મહિલાઓ પ્રત્યે સન્માન પ્રગટ કરવામાં આવે છે. જેમણે આર્થિક રાજનીતિક અને
સામાજીક ક્ષેત્રોમાં મુખ્ય ઉપલબ્ધિયો મેળવી છે. ખાસ કરીને મહિલાઓના સંઘર્ષનો ઉલ્લેખ કરતા તેમની સફળતાની વાનગી રજુ કરવામાં આવે છે.
તેનો મતલબ એ નથી કે આ દિવસે ચૂપચાપ જીવી રહેલી ઘરેલુ મહિલાઓનો ઉલ્લેખ જ નથી કરવામાં આવતો.
ઉલ્લેખનીય છે કે પુરજોશમાં દુનિયાભરમાં આ વાતને લઈને વિચાર વિમર્શ થાય છે કે મહિલાઓ પડદા પાછલ છે તેમને કેવી રીતે સમાજની મુખ્યઘારામાં લાવવામાં આવે. ખાસ કરીને દબાયેલી કચડાયેલી અને પીડિત મહિલાઓના ઉત્થાન અને વિમુક્તિકરણની દુનિયાભરમાં યોજનાઓ બને છે.
જે પ્રકારની આઝાદી અને ઉન્મુક્તતા આજની નારીમાં જોવા મળે છે. આવુ 10-20 કે પચાસ વર્ષ પહેલા નહોતુ. મહિલાઓએ સમયની સાથે પોતાની ઓળખ બનાવી છે.
જેની પાછળ અથાગ પરીશ્રમ અને સંઘર્ષની દાસ્તાન છે. આજે
મહિલાઓ ગર્વ સાથે કહી શકે છે કે તે પુરૂષોના મુકાબલામાં બિલકુલ ઓછી ઉતરતી નથી. કોઈપણ કાર્યક્ષેત્ર કેમ ન હોય મહિલાઓની ભાગીદારીને સન્માન આપવામાં આવવા લાગ્યુ છે.
સંસ્કૃતમાં એક શ્ર્લોક છે. ‘યસ્ત પૂજ્યંતે નાર્યસ્તુ તત્ર રમંતે દેવતા:’ એટલે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતા નિવાસ કરે છે. ભારતીય સંસ્કૃતિમાં નારીના સમ્માનમાં ખૂબ મહત્વ આપ્યું છે. પણ વર્તમાનમાં જે હાલાત જોવાય છે, તેમાં નારીના દરેક જગ્યા અપમાન જ થઈ રહ્યું છે. આ ખૂબ ચિંતાજનક વાત છે. પણ આપણી સંસ્કૃતિને બનાવી રાખતા નારીના સમ્માન કેવી રીતે કરાય તેના પર વિચાર કરવું જરૂરી છે.
કોઈપણ રાષ્ટ્રના વિકાસનુ આકલન તે દેશની મહિલાઓ પરથી કરવામાં આવે છે. દરેક વ્યક્તિની પુષ્ઠભૂમિ મહિલાઓના હાથે લખવામાં આવે છે, દરેક વિકાસના પાયામાં સ્ત્રીની ભૂમિકા હોય છે અને દરેક ઉપલબ્ધિની પાછળ કોઈને કોઈ મહિલાનું યોગદાન હોય છે.
અતીત અને વર્તમાનની મહિલાઓની તસ્વીરો જોઈએ તો ફેરફારની એક લહેર સાફ જોવા મળે છે પણ ફેરફારની આ યાત્રા લાંબા સંઘર્ષ અને પડકારોથી ભરેલ રહી છે.
નવી સદી અને બદલતા સમાજમાં સ્ત્રીઓની એક સશક્ત તસ્વીર ઉભરી રહી છે પરંતુ ક્યાંક ક્યાંક હજુ પણ પુરૂષસત્તાત્મક માનસિકતા મહિલાઓની મજબૂત સ્થિતિ પર ગ્રહણ પણ લગાવે છે. રાષ્ટ્રની સારી છાપ અને સમાજનો વિકાસ સ્ત્રીઓની વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીથી શક્ય બની શકે છે.
અંતમાં દરેક મહિલાનું સમ્માન કરો. માણસે આ નહી ભૂલવું જોઈએ કે સ્ત્રી દ્વારા જન્મ આપ્યા પછી જ તમને આ વિશ્ર્વમાં અસ્તિત્વ મળ્યું છે અને અહીં સુધી પહોંચ્યા છો. તેનું અપમાન કરવું યોગ્ય નથી. ભારતીય સંસ્કૃતિમાં
મહિલાઓને દેવી દુર્ગા અને લક્ષ્મીના રૂપ આપી સમ્માન આપવામાં આવ્યું છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *