હસો મારી સાથે

વોટ્સએપમાં રોજ સવારે લોકો જથ્થાબંધ છાપાઓ નાંખી જાય છે તો પસ્તી વાળા લઈ જાય કે..!?
આતો કચરા – પોતા કર્યા પછી જરા ફ્રી બેઠો હતો એટલે પુછ્યું..!
***
દિવસમાં બે-બે વખત રામાયણ અને મહાભારત જોવાના કારણે એવો ખીચડો થઇ ગયો છે કે કાલે રાત્રે સ્વપ્નમાં રાવણ જોડે વાદ-વિવાદ થયો, પણ યુધિષ્ઠિરે વચમાં આવીને અમારુ સમાધાન કરાવ્યું.
***
આ વરસે કેરીનો ‘રસ’, શેરડીનો ‘રસ’ નસીબમાં દેખાતાં નથી.
બસ વાય ‘રસ’ જ નસીબમાં છે.
***
કહું છું, હવે ઘરે પણ જરા, શર્ટ, પેન્ટ પહેરવાનું રાખો, આમ ગંજી, ચડ્ડીમાં ના ફરો.
મેં પત્ની ને કીધુ, યાર આપણું જ ઘર છે, આમા શું વાંધો છે?
તો કહે, વાંધો તમને નહીં, મને છે પેલી સામેવાળી મંજુએ ફોન કર્યો તો, એ પૂંછતી હતી, આવા લોકડોઉનમાં, તને ઝાડુ, પોતા માટે રામો ક્યાંથી મળ્યો?

Similar Posts

  • Caption This – 25th September

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 29th September 2021. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • ખોરદાદ સાલ મુબારક!

    આજે, શનિવાર 21 ઓગસ્ટ 2021 એ ફરવરદીન માહ અને ખોરદાદ રોજ છે જેને આપણે પરંપરાગત રીતે ખોરદાદ સાલ તરીકે ઉજવીએ છીએ. તે અશો જરથુસ્ત્રનો જન્મદિવસ ઉજવવાનો ઉત્સવનો દિવસ છે તે સાથે અન્ય લોકોને ખુશ કરીને અને યોગ્ય પસંદગીઓ કરીને આપણા જીવનમાં અપૂર્ણતાને પૂર્ણ કરીને સુખ પ્રાપ્ત કરવાના તેમના કાલાતીત સંદેશ માટે આપણા જીવનને ફરીથી સમર્પિત…

  • સ્માઇલ પ્લીઝ

    એક હોટલના વેઈટર સવારના પહોરમાં સ્માઇલ સાથે ચાનો કપ ધયૌ……પણ વેઈટરના સ્માઈલે કમાલ કરી પેલા ગાહકનુ જીવન સાવ સુનું સુનું હતુ. જાણે એમાં નવપલ્લવ ફુટયા….  એણે ખુશ થઈ 5 ડોલર ટીપ મુકી દીધા…. વેઈટરને સ્માઇલના બદલામા  આવી  બક્ષિસની કલ્પના પણ હતી નહીં, એણે પણ ખુશ થઈ 2 ડોલર ભિખારીના હાથમાં મૂકી દીધાં સવાર-સવારમાં 2 ડોલર…

  • બંગાળની રાજકુંવરી કાશ્મીર મહારાજાના હાથમાં પડી!!

    એકાંતનો લાભ લઈ, રાજકુંવરીને તે માણસ સતાવવા લાગ્યો. રાજકુંવરીએ બૂમો પાડયાથી ત્યાં કોઈ ઘોડેસ્વારો આવી પહોંચ્યા. આ સર્વેની સાથે કાશ્મીરના મહારાજા પણ હતા. તેઓ સૌ ત્યાં જંગલમાં શિકાર કરવા આવેલા હતા. તેઓ સૌ શિકારની શોધમાં હતા ત્યારે કોઈ સ્ત્રીની ચીસો સાંભળી, તેઓ સૌ તેની મદદે આવી પહોંચ્યા હતા. મહારાજાએ ખુલાસો માગતા, પેલા માણસે કહ્યું કે…