આરમીન મોદીને વર્લ્ડ લિટરસી સમિટ 2020 આલ્બર્ટ શ્વેત્ઝર મેડલ એનાયત કરવામાં આવ્યો

આરમીન મોદીને તા. 18 મી એપ્રિલ, 2020 ના રોજ, ભારતની શિક્ષણ અને સાક્ષરતાના ક્ષેત્રમાં તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને સમુદાયની વિસ્તૃત સેવા – બંનેના સ્વીકાર તરીકે, ‘વર્લ્ડ લિટરસી સમિટ 2020’માં, પ્રતિષ્ઠિત આલ્બર્ટ શ્વેત્ઝર મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. વૈશ્વિક લોકડાઉનને ધ્યાનમાં રાખીને આ વર્ષે સમિટ એવોર્ડ સમારોહ ઓનલાઈન યોજાયો હતો.
આરમીન મોદી, ભારતના મહારાષ્ટ્ર રાજ્યના પૂના જિલ્લાના દસ ગામોમાં ગ્રામીણ મહિલાઓ અને છોકરીઓને શિક્ષિત અને સશક્તિકરણ કરતી સંસ્થા, ‘આસ્તા નો કાઇ’ના સ્થાપક છે. 1998 થી, ભારતમાં ગ્રામીણ મહિલાઓને ઉત્સાહિત કરવા તરફ આરમીનના નોંધપાત્ર પ્રયત્નોથી સેંકડો કિશોરીઓનાં શૈક્ષણિક પરિણામોને સુધારવામાં મદદ મળી છે.
2020 આલ્બર્ટ શ્વેત્ઝર મેડાલિસ્ટ આરમીન મોદીએ જણાવ્યું હતું કે, ‘ગરીબી અને નિરક્ષરતાના મુદ્દાઓ ફક્ત એકલા ગરીબ અને હાંસિયામાં ધકેલી દેવાની સમસ્યાઓ નથી, પરંતુ સાર્વત્રિક મુદ્દાઓ છે કે જેની ચિંતા બધાને છે.’

Similar Posts

  • શહેનાઝ બિલિમોરિયાને ડોક્ટરેટનો એવોર્ડ મળ્યો

    નવસારીના દિનશા દાબુ લો કોલેજના પ્રિન્સીપાલ શહેનાઝ પૌરૂષ બિલિમોરિયાને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત તરફથી પીએચ.ડી. ડીગ્રીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એમણે ફેકલ્ટી ઓફ લોમાં ડોકટરેટ પૂર્ણ કર્યુ, એમના થીસીસનું ટાઈટલ હતું, ‘એર્બીટ્રેશન એઝ વન ઓફ ધ ઈફેકટીવ મોડસ ઓફ ઓલ્ટરનેટ ડિસ્પ્યુટ રીઝોલ્યુશન’. ડો. શહેનાઝે સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ફોરમર ડીન…

  • Aviva Damania Furthers ‘The Mind Essentials’ With CSR Team

    After the recent success of the food donation drive held in Dharavi at The Banyan Tree English School, ‘The Mind Essentials’ – the mental health platform founded by psychologist, Aviva Damania – will further be empowered with a CSR (Corporate Social Responsibility) Team. Aviva Damania, who is also a columnist with Parsi Times, shares with…

  • નવજોત એટલે શું?

    સ) નવજોત એટલે શું? જ) પારસી જરથોસ્તી બાળકો સદરો અને કસ્તી ધારણ કરે તે ક્રિયા ને નવજોતની ક્રિયા કહેવામાં આવે છે. સ) નવજોત શબ્દનો અર્થ શું થાય છે? જ) જે વ્યક્તિ પ્રાર્થનાથી નવો પ્રારંભ કરે છે તેને નવજોત કહેવામાં આવે છે. સ) નવજોતની ક્રિયા પહેલા બાળકોએ નાહન અથવા પવિત્ર સ્નાન કેમ કરવું પડે છે? જ)…

  • હેલોવિન-ભૂતાવળ તરીકે ઉજવાતો તહેવાર

    હેલોવીન તહેવાર આ યુરોપિયન દેશોમાં 31મી ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં જેમ પિતૃપક્ષ હોય છે તેજ રીતે  યુરોપિયનો પોતાના પિતૃઓ માટે હેલોવીનની ઉજવણી કરવાની પદ્ધતિ છે. વધુ ધાર્મિક વલણ ન આપતા ભૂતાવળ તરીકે આ ઉત્સવને આનંદ ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. આ તહેવારની શરૂઆત આયરલેન્ડ અને સ્કોટલેન્ડમાં થઈ હતી. આ તહેવાર સલ્ટિક જાતિના લોકો…

  • મને તમારી દીકરી બનાવશો?

    અંધારિયા ઓરડાને પ્રકાશિત કરવા માટે બાનુબાયે લાકડાની બારી ખોલી અને ખૂણામાં પડેલા અરિસાને સૂર્યના આછા પ્રકાશ સામે ધરીને પોતાના ચહેરાને બરાબર જોયો. થોડી જ ક્ષણોમાં તેમના ખુશનુમા ચહેરા ઉપર ગંભીર મુદ્રા છલકાઈ ગઈ. કપાળ પર પડેલી કરચલીઓ અને આંખોની આસપાસના કાળા કુંડાળા વૃદ્ધા અવસ્થા અને અશક્તિની ચાડી ખાતા હતા. પરંતુ, વધુને વધુ જીવવાની લાલસાનો વિરોધાભાસ…