મગની દાળનો શીરો

સામગ્રી: 100 ગ્રામ ક્રશ કરેલી મગની દાળ (ફોતરા વિનાની), 75 ગ્રામ ઘી, 75 ગ્રામ ખાંડ, 1 કપ દૂધ, 1.5 કપ પાણી, એલચી પાવડર, બદામ-પિસ્તાની કતરણ.
રીત: મગની દાળનો શીરો બનાવવા માટે પહેલા તો ધ્યાન રાખો કે છોતરા વગરની મગની દાળ લેવી અને દાળને પલાળી લેવી. મગની દાળને મિક્સરમાં પીસો ત્યારે ખાસ ધ્યાન રાખો કે તે એકદમ બારીક પીસાય. જો તે બારીક નહિં પીસાઈ હોય તો હલવો સોફ્ટ નહિ બને. આથી શીરો બનાવતા પહેલા આટલી તૈયારી કરવામાં ખાસ ધ્યાન રાખવું. પેનમાં ઘી ગરમ થાય ત્યાર બાદ તેમાં ક્રશ કરેલી મગની દાળને શેકો. દાળ લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને શેકવી. ખાસ ધ્યાન રાખો કે શીરો શેકવા માટે પહોળી કડાઈ જ લો. આવી કડાઈમાં શીરો નીચે ચોંટવાનો ડર ઓછો રહે છે. દાળ બરાબર શેકાઈ જાય પછી તેમાં ગરમ કરેલુ દૂધ અને પાણી નાંખો. ઘણા લોકો દૂધ-પાણી ઉમેર્યા પછી તરત જ ખાંડ ઉમેરી દેતા હોય છે. પણ જ્યારે હલવો ઓછો ચીકણો લાગવા માંડે પછી જ તેમાં ખાંડ ઉમેરો. આમ કરવાથી હલવો માપસરનો ગળ્યો બનશે. શીરામાં ઘી છૂટુ પડવા માંડે એટલે તેમાં એલચીનો પાવડર મિક્સ કરો અને ઉપર બદામ-પિસ્તાની કતરણથી તેને સજાવો. તમારો મગની દાળનો શીરો તૈયાર છે.

Similar Posts

  • Caption This! – June 17, 2017

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at mail.parsitimes@gmail.com by 21st June, 2017. . . . . .[otw_shortcode_info_box border_type=”bordered” border_color_class=”otw-blue-border” border_style=”bordered” rounded_corners=”rounded-10″ background_color=”#c4dbff”] Winning Caption “Mona ma thi bor nikal! Bahman Mahino chalu che moro!” – by Rohinton Bhagalia   [/otw_shortcode_info_box]  

  • |

    Review: BHOOMI

    Surely Sanjay Dutt could have chosen a more sensible (read: mature) vehicle to make his comeback. Even with the battle-scarred Dutt, the rape-revenge-retribution saga is turning out to wear thin. A blink-and-miss opening scene tells you that a woman is being sexually assaulted in a moving vehicle at night, with one of her shoes falling…

  • Truzaar Dordi In 2020’s Class Of ‘Top 30-Under-30 Sustainability Leaders’ In Canada

    29-year-old Canadian, Truzaar Dordi, an experienced researcher and doctoral candidate in Sustainability Management at the University of Waterloo – was named as one among the prestigious ‘Top 30-Under-30 Sustainability Leaders of 2020’, by the prominent organisation, Corporate Knights, which recognizes young change-makers and sustainability leaders in Canada for their pathbreaking work and steadfast commitment to their field…

  • Ripple Effects

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#c6e6f2″ css_class=”boxed”]Parsi Times is delighted to bring our readers an exclusive, new column ‘Ripple Effects’, dedicated to your personal growth and professional success, with internationally acclaimed Life Coach and Soft Skills expert, Desirée Shroff. She is known for her highly motivating and effective series of personal and corporate ‘Ripple Effects’ Workshops, that she…

  • રંગોની ઉજવણી એટલે હોળી

    દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય તહેવાર એટલે હોળી. હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવાય છે. વર્ષનો આ સમય વસંત ઋતુના વધામણાનો સમય હોય છે. ખેતરો પાકથી લહેરાતાં  હોય છે. કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની…

  • જે વિચારશો તે બનશો

    એક સંસ્કૃત કહેવત આ પ્રમાણે છે: ‘યદ ભવમ, તદ ભવતિ,’ અથવા ‘દુનિયા તમારી જેમ છે અને તમે જે વિચારો છો તે બની જશો.’ સજીવ અને નિર્જીવ વિશ્વમાં, આપણે સતત લયના દાખલાઓ શોધીએ છીએ, જેમાં દરેક વસ્તુ ઉર્જાના સતત સ્પંદનોની સ્થિતિમાં અસ્તિત્વમાં છે. મન એ આપણી વિચાર-શક્તિનો સંગ્રહ છે અને આપણે જે વિચારીએ છીએ, તે થાય…