શું તમે જાણો છો કે ભગવાન ગણેશની પૂજામાં તુલસીનો ઉપયોગ કેમ નથી થતો?

ભગવાન ગણેશના પૂજનમાં તુલસીનો ઉપયોગ વર્જિત છે. એમ તો તુલસી પવિત્ર છે અને દરેક ભગવાનની પૂજામાં તેનો ઉપયોગ થાય છે. પરંતુ ગણપતિ બાપ્પાની પૂજામાં તુલસીનો ઉપયોગ થતો નથી.
એક દિવસ શ્રી ગણેશ ગંગાના કિનારે તપ કરતા બેઠા હતા. અને આ સમયે ધર્માત્મજની પુત્રી તુલસીએ લગ્ન કરવા માટે તીર્થયાત્રા શરૂ કરી. દેવી તુલસી બધી યાત્રા કરી ગંગાના કિનારે પહોંચ્યા. દેવી તુલસીએ ગંગાના કિનારે નવયુવાન ભગવાન શ્રી ગણેશને તપ કરતા જોયા જે તપસ્યામાં વિલીન હતા. તેમના આખા શરીરમાં ચંદનનો લેપ હતો. ગળામાં પારીજાત પુષ્પનો હાર અને રતનજડિત માળાઓ હતી. કમરમાં પીળા રંગનું પીતાંબર હતું. દેવી તુલસી શ્રી ગણેશના આ રૂપને જોઈને મોહી પડયા. અને તેના મનમાં શ્રી ગણેશ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાગૃત થઈ. તેમની ઈચ્છાએ શ્રી ગણેશનું ધ્યાન ભંગ થયું. ભગવાન શ્રી ગણેશે તુલસી દ્વારા થયેલા તપભંગને અશુભ કહ્યું અને તુલસીની ઈચ્છા જાણી પોતાને બ્રહ્મચારી કહ્યા અને વિવાહનો પ્રસ્તાવને નકારી કાઢયો. આ જોઈ દેવી તુલસી ખુબ નારાજ થયા. અને આવેશમાં આવી ભગવાન શ્રી ગણેશને બે લગ્નનો શ્રાપ આપ્યો.
આ જોઈ ભગવાન શ્રી ગણેશ પણ ક્રોધિત થઈ ગયા અને દેવી તુલસીને શ્રાપ આપ્યો કે તારા લગ્ન એક અસુર સાથે થશે. આ સાંભળી દેવી તુલસીએ માફી માંગી ત્યારે ભગવાન શ્રી ગણેશે કહ્યું કે તારા લગ્ન શંખચૂર રાક્ષસ સાથે થશે. પરંતુ તમે શ્રી વિષ્ણુ અને શ્રી કૃષ્ણના પ્રિય બની જશો. અને કલિયુગમાં તમે મોક્ષ આપનાર બનશો. પરંતુ મારી પૂજામાં તુલસી ચઢાવવામાં નહીં આવે. ત્યારથી ભગવાન શ્રી ગણેશની પૂજામાં તુલસી ચઢાવવમાં નથી આવતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *