સારા સમયની શરૂઆત: એક ઝોરાષ્ટ્રિયન દૃષ્ટિકોણ

અત્યારની પરિસ્થિતિ પર હું ઝોરાષ્ટ્રિયન દૃષ્ટિકોણથી થોડો પ્રકાશ પાડવા માગું છું. વાયરસ, પેન્ડેમિક અથવા કોઈપણ પ્રકારનું દરદ કે બીમારી પરવરદિગાર તરફથી આવતી નથી. પરવરદિગાર શ્રેષ્ઠ છે અને આથી, તેમના તરફથી હંમેશાં માત્ર સારું અને શ્રેષ્ઠ જ આવી શકે છે. અનિષ્ટ કે ખરાબ પરવરદિગારની બહારની સત્તા તરફથી આવે છે, જેનું નામ છે અહરિમન.
આપણે કોને વધુ સત્તા-શક્તિ આપીએ છીએ એનો આધાર આપણા પર હોય છે. એક સાચા ઝોરાષ્ટ્રિયનની જેમ આપણા દિનના સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવીએ – સ્વચ્છતાના નિયમો પાળીએ, ખુદને અંદરથી તેમ જ બહારથી સાફ-પાક રાખીએ, અને આશા – પ્રમાણિકતા, સચ્ચાઈ અને નિયમના માર્ગ પર ચાલીએ તો આપણે પરવરદિગારને વધુ શક્તિશાળી બનાવીએ છીએ. બીજી તરફ, આપણે આપણા પોતાના દિનના સિદ્ધાંતો નહીં પાળીએ અને પોતાને અંદરથી તેમ જ બહારથી પાક-સાફ નહીં રાખીએ, તો આપણે અહરિમન – અનિષ્ટ શક્તિને વધુ શક્તિશાળી બનાવીએ છીએ.
આ પેન્ડેમિક એવી પરિસ્થિતિ છે, જે આ પહેલા માણસ જાતે ક્યારેય અનુભવી નથી. આથી, આ વર્ષે મુક્તાદ અગાઉના વર્ષોથી સાવ અલગ હતી. છઠ્ઠી ઓગસ્ટ, 2020થી મુક્તાદના પવિત્ર દિવસો શરૂ થયા હતા, આ સમયગાળામાં આપણા ફ્રવશી/ફરોહર – આધ્યાત્મિક જીવો આપણા ભૌતિક વિશ્ર્વની મુલાકાત લઈ આપણને આશીર્વાદ આપે છે અને આ જેહાનને સાફ કરી તેને નવું રૂપ આપે છે. આ જીવો પડદાની પાછળથી કામ કરે છે અને આપણી લડાઈ લડે છે. આમ, આપણને આગળ વધવા માટે તૈયાર કરે છે.
આથી, આ સાલ, મારું માનવું છે કે આ પવિત્ર દિવસો દરમિયાન કોસ્મિક યુદ્ધ થશે; અને જ્યારે પણ યુદ્ધ થાય છે ત્યારે સૌ કોઈ માટે પડકારરૂપ પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે જ, આ સમયગાળા દરમિયાન આપણે સૌ શુદ્ધતા-પવિત્રતા અને જાગરૂકતાના સર્વોચ્ચ સ્તરે હોઈએ, આપણું તથા આપણા પર્યાવરણનું ધ્યાન રાખીએ, સ્વચ્છતાના નિયમો પાળીએ વગેરે બાબતો જરૂરી બની જાય છે. કમ સે કમ ત્રીજી સપ્ટેમ્બર, ફરવરદિન માહ, ફરવરદિન રોજ – જે દિવસ ફરોહરને સમર્પિત છે – સુધી આપણે વધારાની સાવચેતી અને તકેદારી રાખવી જોઈએ.
આ દિવસની શરૂઆત – ત્રીજી સપ્ટેમ્બર, 2020થી થશે મને લાગે છે કે જહાન માટે સારા સમય અને સાજા થવા તરફ આગળ વધવાની શરુઆત આપણે જોઈ શકશું. 15મી સપ્ટેમ્બર, હોરમઝદ રોજ, અર્દીબહેસ્ત માહ – જ્ઞાનના દિવસે – મને પૂરો વિશ્ર્વાસ છે કે આપણે વધુ સુધારણાનો અનુભવ કરશું, કેમ કે હોરમઝદ અને અર્દીબહેસ્ત દરેક પ્રકારના દુ:ખ-કષ્ટ-પીડા દૂર કરવા માટે જવાબદાર હોય છે. છેલ્લે ગોશ રોજ, અર્દીબહેસ્ત માહ, જે સપ્ટેમ્બર 28મીએ આવે છે, મને પૂરેપૂરી ખાતરી છે કે આપણી દુનિયામાં બહુ મોટું સકારાત્મક પરિવર્તન આવશે.

Similar Posts

  • Know Your Bombay

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times brings you lesser known, amusing facts about our beloved Bombay. Explore this city’s history with these informational nuggets![/otw_shortcode_info_box] CST: Chhatrapati Shivaji Terminus (CST), formerly called Victoria Terminus (VT), is a UNESCO Heritage Site, built by British architect, FW Stevens, in 1888, during the British Raj. It’s an outstanding example of Victorian…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    22 October – 28 October 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા 6 દિવસ જ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી શનિની દિનદશા તમને માંદગી આપી જાય તેવા હાલના દિવસો છે. ખાવા પીવામાં જરાબી બેદરકાર રહેતા નહીં. બાકી 27મીથી ગુરૂની દિનદશા આવતા 58 દિવસમાં ભરપુર સુખ આપશે. અટકેલા કામો ફરી ચાલુ થશે….

  • માણસે અખત્યાર કરવો જોઈતો કાયદો

    આપણ માણસજાતે પણ કુદરતનાં પ્રગટીકરણનો એ કાયદો ધ્યાનમાં રાખી અમલ કરવાનો છે. આપણામાં જે ભલુ હશે તે બાકી રહી બીજાં વધુ ભલાને જન્મ આપશે માટે આપણા ભલા સદગુણો ખીલવી તેઓને વધારે ભલા સર્વથી ભલા બનાવવા જોઈએ. બીજાઓને પણ એમ ભલા બનવાને આપણે મદદ કરવી જોઈએ. લાયક રીતે પ્રગટી નીકળવા કાજેનો એક સદગુણ ઉદ્યોગ જયારે અહુરમજદની…

  • Hormazd Yasht – II: The Role Of Hormazd (The Yasht Series)

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Daisy P. Navdar is a teacher by profession and a firm believer in the efficacy of our Manthravani. She is focused on ensuring that the deep significance of our prayers is realized by our youth. She credits her learnings and insights, shared in her articles, to all Zoroastrian priests and scholars whose…

  • From the Editor’s Desk

    Celebrating The Perpetuation Of Parsi Legacies! Dear Readers, One of the bigger heartaches that comes along with the sorrow of a dwindling population of a community as glorious as ours, is the distressing disappearance of our long-standing legacies, which make us one of the world’s most respected communities, despite our minuscule numbers. This is why…