એરવદ સોલી પંથકીએ સરોંડા અગિયારીની સેવામાં પંચ્ચીસ વર્ષ પૂર્ણ કર્યા

એરવદ સોલી દાદી પંથકી (સરોંડાવાલા)એ ગુજરાતમાં સરોંડા અગિયારીના પવિત્ર પાદશાહ સાહેબની સેવા કરી પચ્ચીસ ગૌરવપૂર્ણ વર્ષ પૂરા કર્યા છે. તેમની નિ:સ્વાર્થ અને સંપૂર્ણ નિષ્ઠા સાથે, એકલા હાથે અગિયારીની સારી સંભાળ લેવા માટે એરવદ સોલી સાહેબને સલામ.
વરસાદ હોય કે વીજળી કાપ હોય કે અન્ય કોઈ મુશ્કેલી વર્ષોથી એરવદ સોલી પંથકીએ અગિયારીની સેવામાં કોઈ કસર છોડી નથી. એમની ધણીયાણી મરહુમ દોલી હમેશા તેમના સુખ દુ:ખમાં અગિયારીની સેવામાં તેમની પડખે ઉભી રહેતી હતી. એરવદ સોલી પંથકીના દિકરા બુરઝીઝ, તેમની પુત્રવધુ સુઝુ અને પૌત્ર તુઝાન એમની મોટી શક્તિ છે.
એરવદ સોલી પંથકી સાહેબ માટે તંદુરસ્તી અને અગિયારીના આતશને હમેશા ઝગમગતો રાખવા બદ્દલ તેમણે આપેલી સેવા માટે ખુબ ખુબ આભાર. ઈસ્તાર તે.

Similar Posts

  • શિરીન

    તે બેટો પોતાની નજર નીચે જમીન પર રાખી, પોતાના હાથની અદબવાળી કશું જ બોલી શકયો નહીં કે ફરી તે માતાએજ ઝનુનથી બોલવા માંડ્યું. ‘દીકરાના આવા બાદશાહી મહેલ કરતા મારા ગરીબડા ધણીની ઝુપડીમાં હું ઘણી સુખી હતી, કારણ ત્યાં માન ને ઈજ્જત હતા.’ ને પછી તે માતા વધુ બોલી શકીજ નહીં. એકદમ હાર્ટમાં દુખાવો થઈ આવી…

  • અહુરમજદ તેની કુદરત અને માણસ

    આપણું એક દુઆનું ભણતર જે અર્દા ફરોશની આફ્રીનને નામે જાણીતું છે, અને જે મુકતાદનાં તહેવારોમાં સેકડો બલકે હજારો જરથોસ્તી કુટુંબોમાં ભણાય છે. તેના શરૂઆતનાં ભાગમાં અને આપણી બીજી આફ્રીનોમાં, દાદાર અહુરમજદ સાથે, તેની કુદરત સાથે, તેના અમેશાસપંદો સાથે, અશો ફરોહરો સાથે, ઘણાક પૃથ્ક વિચારો સાથે અને વખત અને જગ્યાના ભાગો સાથે મીનોઈ હમાજોર કરવામાં આવે…

  • |

    Film Review: MISSING

    Genre: Thriller, Mystery, Drama Rating: 2.5/5 121 minutes Director: Mukul Abhyankar ‘An Over-Cooked Plot’ During the investigations, Mauritius top cop Buddhu (Annu Kapoor) pensively remarks to his investigating officers “Bahut saare loopholes hain”. The viewer is left wondering whether the words refer to the case or the script. A couple, Sushant (Manoj Bajpayee) and Aparna…

  • Valentine’s Day During The Pandemic!

    Congratulations To Our Contest Winners!! [otw_shortcode_info_box border_type=”border-top-bottom” border_color_class=”otw-red-border” border_style=”bordered”] We thank all our talented and witty participants for the overwhelming entries – in quality and quantity! Heartiest congratulation to our following Top Three Winners! We have also shared some of the poems as part of our Special Mentions Category. [Winners are requested to e-mail us…

  • Khodadad Appointed Match Observer for India V/s Bangladesh T20

    Khodadad Yazdegardi, who was recently elected as one of the nine Apex Council Members of the on the elite and prestigious Mumbai Cricket Association (MCA), has added yet another prized feather to his cap. He was recently appointed by The Board of Control for Cricket in India (BCCI) as the ‘Match Observer’ for the second…

  • શાહજાદા હુસેનને પોતાની શાહજાદીને જોવાની ઈચ્છા

    શાહજાદો આહમદ તે માણસ તરફ શકમંદ નજરે જોવા લાગ્યો અને જરા હસ્યો પણ ખરો. બીજા લોકો તો પેલા સફરજન વેચનાર માણસને પાગલ ગણી કાઢી તેની ખૂબ મારહાણ કરવા લાગ્યા. પણ શાહજાદા આહમદે જરા ગંભીર થઈ સફરજન બાબતમાં વધુ તપાસ કરવા માંડી. તેણે કહ્યું કે ‘જો તું મારી ખાતરી કરી આપે કે મરતા  માણસને સફરજન સુંઘાડતા…