અમારો જૂનો જમાનો!

ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી કેલ્શિયમની ઉણપ પૂરી કરવી એ અમારી કાયમી ટેવ હતી પણ ખબર નહોતી પડતી કે તેનાથી કેલ્શિયમની ઊણપ પૂરી થાય છે…!! અને આ અમારી કાયમી ટેવ હતી તેમાં થોડી ઘણી બીક એ પણ લાગતી હતી કે સ્લેટ ચાટવાથી ક્યાંક વિદ્યા માતા ગુસ્સે ના થઈ જાય! અને ભણવાનો તણાવ? પેન્સિલના પાછલો હિસ્સો ચાવી ચાવી ને તણાવમુક્ત થઈ જતા હતા! અને હા, ચોપડીઓના વચ્ચે વિદ્યાના ઝાડનું ડાળુ અને મોરના પિછાને મૂકવાથી અમે હોશિયાર થઈ જઈશું એવી દૃઢ માન્યતા હતી! અને કપડાની થેલીમાં તો ચોપડા ગોઠવવા એ અમારું આગવું કૌશલ્ય હતું અને ચોપડા ગોઠવવા એ જ એ જમાનામાં હુંન્નર મનાતું હતું! અને જ્યારે જ્યારે નવા ધોરણમાં આવતા ત્યારે ચોપડીઓ ઉપર પુઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો.
માતા-પિતાને અમારા તો ભણતરની કોઈ ફિકર કે ચિંતા જ નહોતી અમારું ભણતર એ તેમના ઉપર એક આર્થિક તણાવ ઉભો કરવા વાળો બોજ હતો.વર્ષોના વર્ષો વીતી જતા છતાં અમારા માતા-પિતાના પાવન પગલા ક્યારેય અમારી સ્કૂલ તરફ પડતા ન હતા. અને અમારા દોસ્તો પણ કેવા મજાના હતા. જ્યારે સાયકલ લઈને જતા હતા ત્યારે એકને ડંડા ઉપર અને બીજાને કેરિયર પર બેસાડતા અને કેટલીયે મંઝિલો ખેડી હશે. એ અમને યાદ નથી, પરંતુ થોડી થોડી બસ અસ્પષ્ટ યાદો અમારી સ્મૃતિ પટલ પર છે!
એ જમાનામાં નવા નવા ટેલિવિઝન આવ્યા હતા. કોઈ કોઈના ઘરે ટેલિવિઝન હતા જોવા જઈએ તો ક્યારેક ક્યારેક અમને કાઢી મૂકવામાં પણ આવતા, છતાં અમને કોઈ અપમાન જેવું લાગતું ન હતું અને પાછા બીજા દિવસે ત્યાં જઈ ગોઠવાઈ જતા.
નિશાળમાં શિક્ષકનો માર ખાતા ખાતા અને અંગૂઠા પકડતા પકડતા ક્યારેય શરમ સંકોચ અનુભવ્યો નથી કારણ કે તે વખતે ક્યારેય અમારો ઇગો હર્ટ નહોતો થતો. કારણ કે અમને ખબર જ નહોતી કે ઇગો કઈ બલાનું નામ છે.?
માર ખાવો એ અમારા જીવનની દૈનિક સહજ પ્રક્રિયાનો ભાગ હતો અને મારવાવાળો અને માર ખાવાવાળો બંને ખુશ થતા હતા કારણ કે એક ને એમ હતું કે ઓછો માર ખાધો અને બીજાને એમ થતું હતું કે અમારો હાથ સાફ થઈ ગયો આમ બંને ખુશ. અમે ક્યારેય અમારા મમ્મી પપ્પા કે ભાઇ-બહેન ને એવું ન બતાવી શક્યા કે અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ કારણકે અમને આઇલવયુ બોલતા જ નોતુ આવડતું.
આજે અમે દુનિયાના ઉતાર-ચઢાવ નીચે દુનિયાનો હિસ્સો બની ચૂક્યા છીએ કોઈ મિત્રો ને પોતાની મંઝીલ મળી ગઈ છે, તો કોઈ મિત્રો મંઝિલ શોધતા-શોધતા આ દુનિયાની ભીડમાં ક્યાં ખોવાઈ ગયા તેની ખબર નથી…!! એ સત્ય છે કે અમે દુનિયાના કોઈપણ છેડે હોઈએ પરંતુ અમોને સચ્ચાઈ અને હકીકતો એ પાળ્યા હતા. અમે સચ્ચાઈની દુનિયામાં જીવતા હતા. અમો પોત પોતાના ભાગ્ય સાથે આજે જે પણ સપના જોઈ રહ્યા છીએ. તે સપના જ અમને જીવિત રાખી રહ્યા છે. નહીતો અમે જે જીવન જીવીને આવ્યા છીએ. તેની સામે હાલનું આ જીવન કાંઈ જ નથી! અમે સારા હતા કે ખરાબ એ ખબર નથી પણ, અમારો પરિવાર અને અમારા મિત્રો એક સાથે હતા એ જ મહત્વનું હતું.

Similar Posts

  • Film Review: 2.0

    It requires an aged ornithologist, not a scientist – mind you, to address the problems of radiation caused by usage of mobile phones and towers. The ornithologist, appropriately named Pakshirajan (Akshay Kumar), theorises it thus – birds prey on worms and insects, the latter consume foliage, and the radiation destroy birds’ eggs. The film opens…

  • The King Has Returned

    Iranshah, the Spiritual Monarch of the community, returned to His duly repaired and renovated abode, on 14th December, 2021. The Holy Fire was re-enthroned in the re-consecrated sanctum sanctorum on Roj Hormuzd (dedicated to the Supreme Divinity) of Mah Amardad (dedicated to the Divinity of Eternity). May Ahura Mazda’s Blessings continue to be showered through…

  • સામુદાયિક સપોર્ટ સાથે કોવિડ 19 સામે લડવું

    – ઈરાનની એફએમ એ મદદ માટે પારસીઓનો આભાર માન્યો- ઈરાન અને ભારતના સંબંધો ઘણા જુના છે. આ પ્રાચીન સામાજિક-સાંસ્કૃતિક સંબંધોની ઉજવણી કરવા અને ભારત-ઈરાન રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂરા થવા માટે, ઇરાન દૂતાવાસ સાથે પરઝોરે ફેબ્રુઆરી 2020માં દેરાખ્ત-એ-દોસ્તી મહોત્સવનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ફિરદોશીના શાહનામ પર એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, આ મહાકાવ્ય વિશેની…

  • Farrukh Dhondy Translates New Rumi Collection

    After the success of his previous volume of the acclaimed Sufi saint and poet – Jalal-ud-din Rumi’s poems, Farrukh Dhondy is back with a brand new collection of Rumi’s translations. The UK-based writer, playwright and activist has selected and translated a new collection of Rumi’s poetries, in a book titled, ‘Rumi – A New Collection’,…

  • પૂરાણા પારસીઓનું પૂરાણ

    પારસીઓ ઈરાન છોડી ભારતમાં સ્થાયી થયા ત્યારે માદરેવતનમાંથી સાહસિકતા, અગમબુધ્ધિ, નવસર્જનની કળા સાથે જ લઈ આવેલા. તેથી જ થોડી ઘણી મુશ્કેલીઓને બાદ કરતાં તેઓ નવા ચઢાણ સર કરી એક આગવી કોમ તરીકે પંકાયા. એક ભારતીય લેખકે તેમને નવસર્જન અને નવીનતામાં માહીર ગણાવ્યા છે. આજે ઘણા લોકોને એ વાતની ખબર ન હોય કે ભારતના અજોડ આર્થિક…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    20th February – 26th February, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમને દરેક બાજુથી સારા સમાચાર   મળતા રહેશે. જે પણ કામ કરશો તેમાં ફત્તેહના ડંકા વગાડીને રહેશો. નવા કામ કરવામાં સફલતા મળશે. મનની વાત કહ્યા વગર સામેની વ્યક્તિ સમજી જશે. તબિયતમાં સારો સુધારો થતો જશે. ફસાયેલા નાણા પાછા મેળવી…