જેઝીલ હોમાવઝીરને એનિમેશનમાં શ્રેષ્ઠતા માટે પુરસ્કાર આપવામાં આવ્યો

6ઠ્ઠી ઓકટોબર, 2020ના રોજ, જેઝીલ હોમાવઝીરને એનિમેશન એક્સપ્રેસ એવીસીજી 40-અંડર-40 ઓળખપત્ર આપવામાં આવ્યું, જે મૂળરૂપે એનિમેશન અને વીએફએક્સ ક્ષેત્રના પ્રતિભાશાળી લોકોને આપવામાં આવે છે. આ એવોર્ડ એવા લોકોની સ્વીકૃતિ આપે છે અને સન્માન કરે છે જેમણે આ માધ્યમમાં મોટો ફાળો આપ્યો છે.
જેઝીલને કોમિક્સ એન્ડ એનિમેશન કેટેગરીમાં આ પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત થઈ છે તથા તેની પોતાની વેબકોમિક સફળતાપૂર્વક ‘ધ બીસ્ટ લીજન’ ચલાવી જે ભારતની પહેલી મંગા-રીતની વેબકોમિક શ્રેણી છે જે તે છેલ્લા દસ વર્ષથી સફળતાપૂર્વક
ચલાવી રહ્યા છે.
આ યુવાન માટે ઘણી બધી સકારાત્મક બાબતો મિશ્રણમાં છે! 7મી ઓકટોબર, 2020 ના રોજ, જેઝીલ દ્વારા સંપાદિત કરાયેલ એક ખૂબ જ આકર્ષક મ્યુઝિક વિડિઓ, ‘સમુુરિયા’ શીર્ષક યુટ્યુબ પર, વિશ્ર્વવ્યાપી પણ શરૂ કરાયો હતો જે સયંતિકા ઘોષ દ્વારા ગવાયું હતું.
2018ની શરૂઆતમાં, જેઝીલે શ્રેષ્ઠ પ્રયોગાત્મક એનિમેશન માટે દિલ્હી એવોસીજીઆઈ એવોર્ડ જીત્યો હતો, જ્યાં તેણે એનિમે શૈલીમાં માય વેબકોમિક માટે એનિમેટેડ ઈન્ટ્રોડકશન બનાવ્યો હતો.
અહીં જેઝીલ હોમાવઝીરને એનિમેશનની દુનિયામાં તેની ઉત્કટ સિદ્ધિઓ બદલ અભિનંદન આપવામાં આવે છે!

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *