પૈસા ઓછા હતા પણ સુખ ખુબ હતુ!

હમણાં એક મીત્ર સાથે વાત થઈ અને અચાનક યાદ આવ્યુ કે આપણે આખર તારીખ તો ભુલી જ ગયા છીએ હું નાનો હતો ત્યારે 20 તારીખ પછી કોઈ વસ્તુની માગણી કરતો ત્યારે પપ્પા કહેતા બેટા આખર તારીખ ચાલે છે, પગાર આવે એટલે લાવી આપીશ આખર તારીખ કોને કહેવાય તે વાત તો મારા બાળકોને ખબર જ નથી અરે, હું પણ ભુલી ગયો. પહેલા પહેલી તારીખ કયારે આવે તેનો મને ઈંતઝાર રહેતો હતો, પચાસ વારના નાનકડા ઘરમાં અમે છ જણ રહેતા, પણ લાગતુ કે દુનિયાના સૌથી સુખી અમે છીએ પૈસા ઓછા હતા ઘર નાનુ હતું સગવડો ન્હોતી પણ સુખ હતુ 1લી તારીખે પપ્પા ઓફિસેથી આવતા કઈક ખાવાની વસ્તુ લઈ આવતા (બસો ગ્રામ દાલવડા, બીસ્કીટ, પાપડી, જલેબી) અને અમે સાથે બેસી નાસ્તો કરતા બસ પેટ અને મન બનને સંતુષ્ટ થઈ જતા, બહારનો નાસ્તો મહિને એક જ વખત થતો હતો અને તે પણ પગાર આવે ત્યારે વાત આખર તારીખની જે વાત હવે ભુલાઈ જ ગઈ, મારા બાળકોને આખર તારીખ કોને કહેવાય તેની ખબર નથી અને હું પણ તેમને હમણાં પૈસા નથી પગાર આવે એટલે લાવીશુ તેવુ કહેતો નથી. તેના ઘણા કારણો છે પણ તેની ચર્ચા અહિયા કરવી નથી.
પણ સુખ કઈ બાબતોમાં હતુ જે જણાવતા મને આનંદ થશે. આમ તો મહિનાનો છેલ્લો દિવસ હોય તેને આખર તારીખ કહેવાય એટલે 30 અથવા 31 આ દિવસે શાળા બે પિરીયડ વહેલી છુટતી હતી એટલે મહિનાના છેલ્લાં દિવસે ઘરે જઈ વધુ રમવા મળશે તેનો આનંદ હતો.
ઘરે કોઈ સાયકલ લઈ આવે તો તેને સ્પર્શ કરી જોતો, મને થતુ કે મારી પાસે કયારે સાયકલ આવશે. મારા પપ્પાએ જયારે મને પહેલી વખત તેમની સાયકલ આપી અને ડંડાની વચ્ચેથી અડધા પેડલ મારી સાયકલ ચલાવતા શીખ્યો ત્યારે લાગ્યુ અરે વ્હા મઝા આવી ગઈ, આ ક્ષણનો તો કેટલીય જીંદગીઓથી ઈંતઝાર કરતો હતો. ઘરે કોઈ મહેમાન આવે તો ઘરમાં બધાને સારૂ લાગતુ હતું, વાતો કરીશુ જમવામાં મમ્મી કઈ સારૂ બનાવશે મોડા સુધી જાગતા મહેમાન જાય ત્યારે તેમને છેક એસટી કે બસ સ્ટેન્ડ સુધી મુકવા જતા હતા, મહેમાન ગયા પછીનું ઘર ખાવા દોડતુ હતું. (આજે – અરે, મારી ટીવી સિરીયલ વખતે કયાં કોઈ આવ્યુ તેવુ થાય ઘરની બહાર સુધી પણ મુકવા જવાની વાત તો દુરની રહી.)
વેકેશનમાં પણ સુખ હતુ મામાના ઘરે કે કાકાને ત્યાં દિવસોના દિવસો રહેતા હતા, ઉનાળુ વેકેશનમાં પરસેવે રેબઝેબ થઈ જતા છતાં લાગતુ કે આપણે સ્વીઝરલેન્ડમાં આવી ગયા.
સ્કુલ બેગ એટલે કપડાની થેલી રહેતી, તેને દફતર કહેતા, કયારે ઘરમાં શાકની થેલી ના મળે તો મમ્મી અમારા ચોપડા બહાર કાઢી શાક લઈ આવતી અને ફરી પાછુ અમારૂં દફતર થઈ જતું, સ્કુલમાં કોઈ મીત્ર પતરાની અથવા એલ્યુમીનમની બેગ લઈ આવે તો લાગતુ બહું માલદાર પાર્ટી છે.
વરસાદ પડે તો ન્હાવાનો આનંદ તો રહેતો, અને ખોચામણી રમવા મળશે તેનો રોમાંચ કઈક જુદો જ હતો, નકામી માચીસ ઉપરના ફોટા, લખોટી, જો મળી જાય તો હમણાંની કોઈ વીડીયો ગેઈમ મળી હોય તેવી મઝા પડતી.
ફિલ્મ જોવી એટલે એવરેસ્ટ ચઢવા જેવુ કામ હતું, કારણ તેની ટીકીટ લેવા માટે એકાદ કલાક લાઈનમાં ઉભા રહેવુ પડતુ થીયેટર ઉપર એક પડછંદ પઠાણ ઉભો રહેતો તેને લાલો કહેતા, તેનું કામ ટીકીટ લેવા આવનારને લાઈનમાં ઉભા રાખવાનું હતું, લાઈન તોડનારને તે લાકડી લાકડીએ ફટકારતો, માર ખાઈને પણ લોકો લાઈનમાં ઉભા રહેતા. લાઈનમાં ઉભા હોઈએ ત્યારે તમામ ઈષ્ટદેવોને યાદ કરી કહેવાનું કે ભગવાન મારો નંબર ટીકીટ બારી સુધી આવે ત્યાં સુધી ટીકીટ બારી ચાલુ રાખજે અને ટીકીટ મળે ત્યારે અમેરીકાના વીઝા જેટલો આનંદ થતો હતો.
લગ્નમાં જમવા જવાનું હોય તો તેની કેટલાંય દિવસો પહેલા તૈયારી ચાલતી હતી, ત્યારે લગ્નમાં પંગત બેસતી એટલે મહેમાનોને પાટલા ઉપર બેસાડી જમાડતા. જો પહેલી પંગતમાં જમવા મળે તો વીઆઈપી હોવાનો અહેસાસ થતો હતો.
નવા કપડા તો દિવાળીમાં જ મળે, તેમાં પણ અમદાવાદના ત્રણ દરવાજા પાસે એક દુકાન હતી જે આજે પણ છે જેનું નામ બચુભાઈ રેડીમેઈડવાળા છે, અહિયા કપડાં સસ્તા મળતા એટલે જવાનું, (ત્યારે સીજી રોડનો જન્મ થયો ન્હોતો) દુકાનદાર પોતાની દુકાનમાંથી ઉભા રહી તમારૂ માપ નક્કી કરતો, અને કપડાંનો ઘા કરતો, દુકાન પુરી થાય એટલે સીધી ફુટપાથ શરૂ થયા, ઘણી વખત મમ્મી ફુટપાથ ઉપર જ પહેરેલા કપડાં ઉપર નવા કપડાં પહેરાવી જોઈ લેતી, માપની બહુ ચીંતા કરવાની નહીં, નવા કાપડનો અહેસાસ શેર લોહી વધારી દેતો હતો.
આખી સોસાયટીમાં પહેલા એક જ સજ્જન ના ઘરે ફ્રિજ હતું, ઉનાળામાં કયારેક બરફની ટ્રે મળી જતી, બરફની ટ્રે હાથમાં હોય ત્યારે આનંદમાં એવુ લાગતુ કે હમણાં જ મારૂ શરીર ઠંડુ પડી જશે. એકના ઘરે ફોન હતો કોઈ સગા ફોન કરે અને પડોશી બોલાવે ત્યારે બીક પણ લાગતી કારણ ફોન તો માઠા સમાચાર માટે જ આવે તેવુ મોટા ભાગે થતું કારણ સારા સમાચાર તો પોસ્ટકાર્ડમાં આવી જતા.
આજે સમજાય છે કે ‘સુખ’ સગવડોમાં ન્હોતુ નાની નાની વાતો સુખી કરતી હતી. કારણ ત્યારે આખર તારીખ આવતી હતી. આજે તારીખ તો આવે છે, પણ તે આખરી હોતી નથી. રોજ પહેલી તારીખ જ હોય છે. આજે મોટુ ઘર છે, ટીવી છે, કાર છે, બેન્ક બેલેન્સ છે છતાં આપણે શોધીએ છીએ સુખને.

Similar Posts

  • કર્મના નિયમો

    કર્મ માફ નહીં કરે અચાનક હોસ્પિટલમાં એક એક્સીડેન્ટ કેસ આવ્યો. ડોક્ટરે સાહેબ તાત્કાલિક આઈસીયુમાં આવી એક્સીડેન્ટ કેસની જાતે તપાસ કરી. સ્ટાફને કિધુ આ વ્યક્તીને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડવી જોઇયે. રૂપિયાની લેવડ દેવડની વાતો તેમનાં પરિવાર સાથે કરવી નહીં. પંદર દિવસના રોકાણ પછી બિલ ડોક્ટર સાહેબના ટેબલ ઉપર આવ્યું. ડોક્ટરે બેલ મારી એકાઉન્ટ મેનેજરને…

  • Reminiscing ‘IRANSHAH UDVADA UTSAV- 2015’

    It wasn’t long ago in 2014, when Prime Minister, H’ble Shri Narendra Modi suggested to strategize a dynamic plan in the form of a ‘festival’ that would bring our miniscule yet appreciated community across the world together, and view Udvada as a pilgrim centre. With immense planning and collaborative efforts of ‘Foundation for Development of…

  • તેઓ ગયા હોઈ શકે છે, પરંતુ તેઓ ભૂલાશે નહીં!

    ફિલ્મી સ્ટાર્સ જીવન અને લાઇવ લાઇફ કિંગ-સાઇઝ કરતા મોટા હોય છે. તેઓ તેમના જીવનકાળ દરમિયાન ધાક, ઉત્કટ, પ્રચંડ અને વિશાળ ચાહકગણ હોય છે. પરંતુ મૃત્યુ પછી તેમના ચાહકો તેમના કાર્યક્ષેત્રમાં વધારાની રૂચિ લે છે. રેડિયો-સ્ટેશનો, ટીવી, અખબારો, સામયિકો તેમના જીવનના ઓછા જાણીતા તથ્યો વહેંચે છે તેમને પુનજીર્વિત કરે છે અને તેમને સાંસ્કૃતિક અમરત્વ આપે છે….

  • |

    પ્રોફેટની ભૂમિકા

    દરેક યુગમાં, જ્યારે પણ અસહ્ય વેદના હોય છે, ત્યારે એક પ્રબોધક માનવતાને અંધકારમાંથી ઉગારવા અને તેને પ્રકાશ તરફ દોરી જતા દેખાય છે. કોઈપણ પ્રબોધકની ભૂમિકા શું છે? આદિકાળ દરમિયાન જ્યારે ઈતિહાસ નોંધાયો ન હતો, ત્યારે પેલિઓલિથિક માણસ ખોરાક અને આશ્રય માટે પ્રકૃતિ પર નિર્ભર હતો. તે માનતો હતો કે આકાશ, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, નદીઓ અને…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    31st July – 06 August, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. નાના કામો પણ ખુબ ધ્યાનથી કરી શકશો. તમારા પાર્ટનરને મદદ કરવામાં કોઈ કસર નહીં મૂકો. બુધની કૃપાથી ખર્ચ પર કાબુ રાખી બચત કરવામાં સફળ થશો. લાંબા સમયનું રોકાણ કરવાથી ખરાબ સમયમાં કામમાં આવશે. બીજાને સમજી શકશો….