મરીન ડ્રાઈવ પર આવેલા પારસી ગેટને બચાવવા ઓનલાઈન પીટીશન

મરીન ડ્રાઈવ પર આવેલ પારસી ગેટને બીએમસી દ્વારા આગામી દરિયાકાંઠાના રસ્તે ખસેડવાની સંભાવના છે. સંબંધિત નાગરિકોના જૂથે પારસી ગેટને બચાવવા માટે એક ઓનલાઈન પીટીશન અરજી શરૂ કરી છે. પીટીશનમાં કહેવામાં આવ્યું છે કે મરીન ડ્રાઇવ બનાવતા પહેલા પાલનજી મિસ્ત્રી અને ભાગોજીશેઠ કીર દ્વારા 1915માં આ દરવાજો બનાવવામાં આવ્યો હતો અને અરજીનો આરંભ કરનાર હવોવી સુખાડવાલાએ જણાવ્યું હતું કે દરવાજો જરથોસ્તી સ્ટાઈલમાં અને તેના પગથિયા માલાડ પત્થરોથી બનાવવામાં આવ્યા હતા. અને મુંબઈના લોકો દરિયાને ત્યાંથી ચઢાવો ચઢાવતા હતા.
મુંબઇના જરથોસ્તીઓ મરીન ડ્રાઇવ સ્થિત પારસી ગેટ પર એક સદી કરતા વધારે સમયથી આવાં યઝદ (જળ દેવતા) ને માન આપતા આવ્યા છે. હિન્દુઓ ખાસ કરીને મરીન લાઇન્સ ખાતેની ચંદનવાડી સ્મશાનગૃહમાંથી લાવેલ રાખ અને પૂર્ણિમાંને દિવસે ચઢાવો ચઢાવતા હોય છે.
પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેકટના 2016 ના પર્યાવરણીય અસર આકારણી (ઇઆઇએ) ના અહેવાલમાં દરવાજાને ધાર્મિક સ્થળ તરીકે ઓળખવામાં આવે છે, જેને બીએમસીએ હવે એક કિમી દૂર હટાવવાનો અને સ્થળાંતર કરવાનો નિર્ણય લીધો છે.
સુખડવાલાએ કહ્યું કે બીએમસીએ મુંબઈ હેરિટેજ ક્ધસર્વેઝન કમિટી પાસેથી એનઓસીની માંગ કરી નથી, પારસી ગેટ ખરેખર માસ્ટર કારીગરોનું કામ છે, જેમના પ્રેમના પરિશ્રમથી અરબી સમુદ્રની વિશાળતા સામે તે ટકી રહ્યો છે. પારસી ગેટ માટે મુંબઇ હેરિટેજ ક્ધસર્વેઝન કમિટીની સલાહ સાથે પ્લાનિંગ ઓથોરિટી દ્વારા ‘બાહ્ય પરિવર્તન’ માટેની પરવાનગી મેળવવી પડશે.
બીએમસી નકકી નથી કરી શકયું કે 20મી સદીની શરૂઆતમાં પારસી ગેટને દરિયાકાંઠાના માર્ગ માટે મરીન ડ્રાઇવ પર તારાપોરેવાલા માછલીઘરની સામે ખસેડવામાં આવશે કે નહીં. ટીએઆઈ મુજબ, બીએમસી અધિકારીઓએ જણાવ્યું હતું કે ગેટને હંગામી અથવા કાયમી ધોરણે સ્થાનાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી, એવો દાવો કરતા, પારસી સમુદાયમાં એક
વિભાગ છે જે થાંભલાઓને ખસેડવાનો વિરોધ કરે છે કારણ કે તેઓ દાવો કરે છે કે સ્થળનું ધાર્મિક મહત્વ છે. આ જૂથે દરિયાકાંઠાના રસ્તાના કામ પૂર્ણ થયા પછી થાંભલાઓને અસ્થાયી રૂપે સ્થાનાંતરિત અને તે જ સ્થળે સ્થાપિત કરવા જણાવ્યું હતું.

Similar Posts

  • Back On His Feet, Stronger Than Ever!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]On 14th September, 2017, Udvada’s Zoroastrian Information Center caretaker, Aspi Sepoy lost his legs in a tragic train accident at Udvada railway station. This week marks the completion of four months into recovery, and we are proud and inspired with the grit, faith and determination displayed by this brave-heart as he readies himself…

  • એપ્રિલ ફુલ

    કાર સર્વિસમાં આપી હોવાથી થોડા સમય પહેલા મારે એક રિક્ષામાં બેસવાનું થયું. વાતોડિયા રીક્ષા ચાલકે રીઅર-વ્યુ મિરરમાં જોઈને મારી સાથે સંવાદ શરૂ કર્યો, કોવીડના કેસીસ પાછા વધી રહ્યા છે, નહીં? માસ્કની પાછળ ઢંકાયેલા મારા મોઢામાંથી બહુ જ ઠંડો પ્રતિસાદ નીકળ્યો, હા. મેં કરેલી ઉપેક્ષા અને ઈનડિફરન્સની પરવા કર્યા વગર તેણે પોતાની વાત આગળ વધારી, ‘મારી…

  • Caption This – December 16, 2017

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at mail.parsitimes@gmail.com by 20th December, 2017. [otw_shortcode_info_box border_type=”bordered” border_color_class=”otw-blue-border” border_style=”bordered” rounded_corners=”rounded-10″ background_color=”#c4dbff”] Winning Caption “Amit Shah: ‘G’ for? Modi: ‘G’ for Gujarat! Amit Shah: No! ‘G’ for ‘Gone’gress!!” – By Piran C. Tarapore [/otw_shortcode_info_box]

  • ‘સદા સુખી રહેજો’

    ખુશરૂ વલસાડમાં તેની ધણીયાણી શિરીન અને તેની બે ટવીન્સ દીકરીઓ તેના માય-બાવા અને તેની વહાલી બપયજી સાથે રહેતો હતો. તે એક સ્કુલમાં ટીચર હતો. આજે શનિવાર હોવાથી તેની સ્કુલમાં રજા હતી. તે પારસી ટાઈમ્સ લઈ વાચવા બેઠો તેની નજર ફરી પાછી જીયો પારસીની જાહેર ખબર પર પડી. અને તે તેની જૂની યાદોમાં સરી પડયો. હું…