ભારતમાં 14મી નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે ‘બાલ દિવસ’

27 મે, 1964ના રોજ પંડિત નેહરૂના નિધન પછી બાળકો પ્રત્યેના તેમના પ્રેમને જોતાં સર્વસંમતિ સાથે એ નિર્ણય લેવાયો હતો કે હવેથી દેશમાં દર વર્ષે ચાચા નેહરૂના જન્મદિવસ 14મી નવેમ્બરના રોજ ‘બાલ દિવસ’ મનાવામાં આવશે. બાલ દિવસ દેશના ભવિષ્યના નિર્માણમાં બાળકોનું મહત્વ દર્શાવે છે આ દિવસે લોકોને બાળ અધિકારો પ્રત્યે જાગૃત કરાય છે. પંડિત નેહરૂ બાળકોને ખુબ જ પ્રેમ કરતા હતા અને એટલા માટે જ તેઓ ચાચા નેહરૂ તરીકે પણ ઓળખાતા હતા. તેઓ કહેતા હતા કે, આજના બાળકો આવતીકાલનું ભારત બનાવાના છે. આપણે તેમનો જેવી રીતે ઉછેર કરીશું, દેશના ભવિષ્યનું એ મુજબ નિર્માણ થશે.
બાલ દિવસ અને બાલ અધિકાર
આંતરરાષ્ટ્રીય બાલ દિવસ 20મી નવેમ્બરના રોજ મનાવાય છે. 1959માં સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાએ બાલ અધિકારોની જાહેરાત કરી હતી. બાલ અધિકારોને ચાર જુદા-જુદા ભાગમાં વહેંચવામાં આવેલા છે.
1. જીવન જીવવાનો અધિકાર
2. સંરક્ષણનો અધિકાર
3. સહભાગિતાનો અધિકાર
4. વિકાસનો અધિકાર
સંયુક્ત રાષ્ટ્રો દ્વારા 20મી નવેમ્બરને ભલે આંતરરાષ્ટ્રીય બાલ દિવસ જાહેર કરાયો હોય, પરંતુ અનેક દેશોમાં જુદી તારીખે બાલ દિવસ મનાવાય છે. દુનિયાના અનેક દેશોમાં 1 જુનના રોજ બાલ દિવસ મનાવાય છે. ચીનમાં 4 એપ્રિલ, પાકિસ્તાનમાં 1 જુલાઈ, અમેરિકામાં જુન મહિનાના બીજા રવિવારે, બ્રિટનમાં 30 ઓગસ્ટ, જાપાનમાં 5 મે, પશ્ચિમ જર્મનીમાં 20 સપ્ટેમ્બરના રોજ બાલ દિવસ મનાવાય છે.

Similar Posts

  • Your Moonsign Janam Rashi This Week –
    8th July, 2017 – 14th July, 2017

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા મગજનો પારો ઉપર રહેશે. નાની બાબતમાં ચિડિયા બની જશો. તમારા પોતાના જ તમારા દુશ્મન બનશે. તમે સાચુ બોલશો તો તમારી વાત કોઈ માનશે નહીં. તમારી નાની ભૂલ બીજાને મોટી લાગશે. મંગળને કારણે પેટમાં જલન અને એસીડીટી જેવી માંદગી થઈ…

  • Asha Vahishta Dadgah Celebrates Navroze

    Pune’s Asha Vahishta Dadgah celebrated Jamshedi Navroze on 21st March, 2019 with great religious fervor, and a packed venue, with extra seating arrangements made for the overflowing crowd. A thanksgiving Jashan was performed by the priests at 10:00am, followed by a contributory Maachi. A ‘Haft-seen’ Navroze table – replete with fruits, mewa, Iranian gaz, and other…

  • મને તમારી દીકરી બનાવશો?

    અંધારિયા ઓરડાને પ્રકાશિત કરવા માટે બાનુબાયે લાકડાની બારી ખોલી અને ખૂણામાં પડેલા અરિસાને સૂર્યના આછા પ્રકાશ સામે ધરીને પોતાના ચહેરાને બરાબર જોયો. થોડી જ ક્ષણોમાં તેમના ખુશનુમા ચહેરા ઉપર ગંભીર મુદ્રા છલકાઈ ગઈ. કપાળ પર પડેલી કરચલીઓ અને આંખોની આસપાસના કાળા કુંડાળા વૃદ્ધા અવસ્થા અને અશક્તિની ચાડી ખાતા હતા. પરંતુ, વધુને વધુ જીવવાની લાલસાનો વિરોધાભાસ…

  • ઈશ્ર્વર પર ભરોસો

    એક હોડી તોફાનમાં ફસાઈ એથી એમાં બેઠેલી એક યુવતી થરથર ધ્રૂજવા લાગી ત્યારે… એક આસ્થાવાન યુવકનાં લગ્ન થયાં. લગ્ન પછી થોડા દિવસો બાદ તેની પત્નીને પિયરની યાદ આવી. તેણે કહ્યું કે મારે થોડા દિવસ માટે મારે પિયર જવું છે. યુવાને કહ્યું, ‘ખુશીથી જા. હું તને કાલે તારે પિયર મૂકી જઈશ.’ બીજે દિવસે બન્ને ઘરેથી નીકળ્યાં….

  • એનઝેડ ખુશાલીના જશનની ઉજવણી કરે છે

    1લી ફેબ્રુઆરી, 2021ની પૂર્વસંધ્યાએ કિવીલેન્ડમાં ઝોરાસ્ટ્રિયન સમુદાયમાં ખૂબ ઉત્તેજના હતી, કેમ કે તેઓએ પાકુરંગા (ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ)માં7-ડાઉલીંગ પ્લેસ પર ફરાઉદ શાહલોરી દર-બે-મેહર ખાતે નવા વરસ (2021)ના ખુશાલીના જશનની ઉજવણી કરવામાં આવી હતી. જશનની પવિત્ર ક્રિયા એરવદ યઝદ કરકરીયા અને એરવદ બેહઝાદ કરકરીયા દ્વારા કરવામા આવી હતી ત્યારબાદ ચાસ્નીનું વિતરણ કરવામાં આવ્યું હતું. લગભગ 45 આનંદિત જરથોસ્ટીઓ…