પદ્મશ્રી યઝદી કરંજીયા કોમેડી થિયેટરને ડિજિટલ રૂપે ગ્લોબલ ટૂર પર લઈ જઈ રહ્યા છે

કેનેડામાં પારસી-ગુજરાતી ડાયસ્પોરા બે પારસી હાસ્ય નાટકો મનોરંજન માટે તૈયાર છે સુરત સ્થિત કરંજીયા આટર્સના સભ્યો દ્વારા રજૂ થનારા નાટકો રોગચાળાની પરિસ્થિતિ વચ્ચે વર્ચ્યુઅલરૂપે રજૂ કરવામાં આવશે. પારસી થિયેટરના લેજેન્ડ અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા, 84 વર્ષીય યઝદી કરંજીયા, જેમણે પોતાનું જીવન પરફોર્મિંગ આર્ટને સમર્પિત કર્યું છે, તે પણ બે નાટકોમાંના એકમાં ‘પારસી હરીશચંદ્રની’ મુખ્ય ભૂમિકા નિભાવશે.
ગુજરાતી પારસી થિયેટરના વાલી તરીકે ઓળખાતા કરંજીયા પરીવારે છેલ્લાં સાત દાયકાઓથી તેમની અદભૂત રજૂઆતોથી આનંદકારકતા જીવંત રાખી છે. બંને નાટકોના તમામ પાત્રો આખા કરંજીયા પરિવાર દ્વારા જ રજૂ કરવામાં આવ્યા છે. ‘મુંગી સ્ત્રી’ અને ‘પારસી હરીશચંદ્ર’ એમ બે હાસ્ય નાટકો કરંજીયા પરીવાર દ્વારા કેનેડા સ્થિત ‘ફ્રેન્ડસ ઓફ ગુજરાત અને ગુજરાત અબ્રોડ’ (એફજીજીએ) અને ખાસ કરીને વિદેશમાં, ગુજરાતી ડાયસ્પોરા માટે ડિજિટલ સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યા છે.
ગ્લોબલ લોકડાઉન પહેલા, તેઓ (એફજીજીએ) એ અમને કેનેડામાં પ્રદર્શન માટે આમંત્રણ આપ્યું હતું, જે રોગચાળાને કારણે બદલાઇ ગયું હતું. તેથી, ગુજરાતી ડાયસ્પોરા જૂથે અમને તેમના માટે બે હાસ્ય નાટકો ડીજીટલી ફરીથી બનાવવા માટે કહ્યું. બંને નાટકોના રિહર્સલ માટે અમે એક મહિના કરતા વધારે સમય માટે જુદા જુદા ખૂણાના ત્રણ કેમેરાથી શૂટિંગ કરીને તેને ડિજિટલ મોડમાં રૂપાંતરિત કરવા માટે એક ઓડિટોરિયમ ભાડે લીધું હતું, એમ બંને નાટકોના ડિરેકટર ફરજાન કરંજીયાએ જણાવ્યું હતું.
સૌજન્ય:
સુરત

Similar Posts

  • ચૂરમાના લાડુ

    સામગ્રી: 250 ગ્રામ ઘઉંનો લોટ, 250 ગ્રામ ઘઉંનો જાડો લોટ, 250 ગ્રામ ઘી, 250 ગ્રામ ગોળ, 1 ટે. સ્પૂન ખસખસ, 1 ટી સ્પૂન એલચીનો ભૂકો, ચપટી જાયફળનો ભૂકો, સૂકા કોપરાનું છીણ, 2 ટે. સ્પૂન તલ, 1 વાટકી દૂધ, તળવા માટે ઘી. રીત: બન્ને લોટ ભેગા કરી ગરમ ઘીનું મૂઠી પડતું મોણ નાંખવું. દૂધ નાખતા જઈ…

  • ઝોરાસ્ટ્રિયન લગ્નનો સાર

    તહેવારોની મોસમ લગ્નની શરૂઆતની ઘોષણા કરે છે. પારસી દૃષ્ટિકોણથી લગ્ન એ જીવનની ઉજવણી છે. આપણી પ્રાર્થનાઓને સમજવા માટે આપણામાંના મોટા ભાગનાએ અનુવાદોની મદદ લેવાની જરૂર છે. લગ્ન આસ્થાપૂર્વક છે, જીવનનો એક જ વારનો અનુભવ છે અને ઘણા, ખાસ કરીને જેઓ લગ્ન કરી રહ્યા છે, તેઓ ધાર્મિક દ્રષ્ટિકોણથી તેના સારને સમજવા માંગે છે. નોશિર એચ. દાદરાવાલાએ…

  • અવેસ્તા અને પહલવીનો કોર્સ

    અવેસ્તા અને પહલવી શીખો ધાર્મિક વિદ્વાન, એરવદ ડો. પરવેઝ બજાંના સક્ષમ માર્ગદર્શન હેઠળ. આપણી પરંપરા અને પરંપરાગત ભાષાઓને જીવંત રાખવાના ઉદ્દેશથી, આ અભ્યાસક્રમો છેલ્લા 155 વર્ષથી ચાલે છે. અવેસ્તાન ભાષા ઉપરાંત, વિદ્યાર્થીઓને અન્ય પ્રાચીન ભાષાઓ – પહલવી (મધ્ય પર્સિયન), પાઝાંદ અને ક્યુનિફોર્મ ભાષા પણ શીખવવામાં આવે છે – જૂના જમાનાના સામ્રાજ્યના ખડક શિલાલેખોની ભાષા, જે…

  • From the Editor’s Desk

    Dear Readers, Come December and the already festive spirit reaches its peak, even as one’s social calendar starts running out of available dates, amid parties and gatherings and ceremonies and receptions – with everyone enthusiastically celebrating various crucial and/or fun events. December also marks the season of giving – making us more prone to opening…