મને પરવરદેગાર દેખાયા!

વલસાડમાં રહેતી સિલ્લુને ઉંઘ નહોતી આવી રહી. તેનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. ઘડિયાળના કાંટાનો પણ અવાજ જાણે સંભલાઈ રહ્યો હતો. મનમાં યાદોનું જંગલ સળગી રહ્યું હતું અને માર્ચ મહિનાની ઠંડક શરીરમાં લાગી રહી હતી.
બહેરામને ગુજર્યાને ફકત છ મહિના થયા હતા. પરંતુ પચાસ વર્ષના સુખી જીવનને તમે 6 મહિનામાં કેવી રીતે ભુલી શકો. એવી એક પણ ક્ષણ નહોતી જયારે બહેરામની યાદ નહોતી આવતી.
બહેરામ વલસાડમાં તેમના માયબાવા સાથે રહેતો. તેમનું પોતાનું સુંદર નાનું એવું વીલા જેવું ઘર હતું. અને વલસાડ સ્ટેશન પર જ તેમની પોતાની બેકરી હતી. 22 વર્ષની ઉંમરે સીલ્લુના લગ્ન બહેરામ સાથે થયા હતા. બહેરામના પ્રેમમાં સિલ્લુ ભીંજાઈ ગઈ હતી. દિવસે ને દિવસે સિલ્લુના પ્રેમનો બગીચો ખીલતો હતો પરંતુ તેમના બગીચામાં એક ફુલ ન ખીલ્યું. ઘણાં તબીબી ઉપાયો કરવામાં આવ્યા. પરંતુ તે સમયે આપણી જીઓ પારસી સ્કીમ નહોતી. છેલ્લે સિલ્લુ અને બહેરામ એકલા જ રહ્યા. ઉંમર થતા બહેરામના માય-બાવા ગુજરી ગયા અને ફરી સિલ્લુ અને બહેરામ એકલા રહી ગયા. બહેરામે પોતાના મનને મનાવી લીધું અને છેલ્લે સિલ્લુને પણ સમજાવ્યું. તેઓએ પોતાનું મન બનાવી લીધું હતું કે ફૂલો તેમની દુનિયામાં ક્યારેય નહીં આવે.
જો તમારી પાસે ઘરની સામે બગીચો ન હોય તો પણ, બીજા લોકોના બગીચામાં ફૂલો જોતા તમે ભરપુર આનંદ ઉઠાવો છો. તેઓ પડોશીઓ અને સબંધીઓનાં બાળકો સાથે સમય પસાર કરતા. તેમને મદત પણ કરતા. દિવસો વરસોમાં પલાટાવા લાગ્યા. સિલ્લુની 60મી વર્ષગાંઠ બહેરામે ઘણી ધામધુમથી ઉજવી. ગરીબોને દાન આપવામાં આવ્યું. ઉંમર વધતા બહેરામને બેકરીના કામમાં મુશ્કેલી આવવા લાગી તેના મિત્રએ જીમી મર્ચન્ટનું નામ આગળ કર્યુ. જીમી અનાથ હતો તેના કોઈ સગાએ તેને હોસ્ટેલમાં ભણાવ્યો. જીમીએ હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો. અને કોઈ કામની તલાશમાં હતો.
બહેરામે તેને પોતાના જ ઘર માં એક ઓરડો રહેવા આપી દીધો. દેખાવમાં રૂપાળો, ભુરા ભુરા વાળ વાલો જીમી એક જ નજરમાં સામેવાળાને પોતાના બનાવી લેતો. તેણે બહેરામ અને સિલ્લુના મનમાં પહેલી મુલાકાતમાંજ કાયમી સ્થાન બનાવ્યું.
જીમી તેમના માટે વૃદ્ધાવસ્થાના આધારે અશો જરથુસ્ત્ર દ્વારા મોકલેલો દેવદૂત સમાન હતો.
કદાચ બહેરામ અને સિલ્લુના જીવનમાં દીકરાનો પ્રેમ લખાયેલો હશે તેમ જીમી રહેવા આવ્યાની સાથે સવારે ઘર આગળના બગીચામાં સાફ-સફાઇ કરતો, ઝાડને પાણી પીવડાવતો. સિલ્લુને ઘરેલું ચીજવસ્તુઓ લાવી આપતો. અને પછી બહેરામને મદદ કરવા બેકરીમાં જતો. જીમીના આવ્યા, પછી બેકરીનું કામ વધવા લાગ્યું.
બહેરામ અને સિલ્લું હૃદયમાં સંગ્રહ કરેલા પ્રેમનો વરસાદ વરસાવતા હતા. તઓનું જીવન જીમી આવ્યા પછી સંપુર્ણ બની ગયું હતું પરંતુ આ ખુશી લાંબો સમય ટકી નહીં. અને બહેરામે સિલ્લુનો હાથ જીમીના હાથમાં આપી તેની સંભાળ કરવા કહ્યું અને બહેરામ ગુજર પામ્યા.
જીમી એક માની જેમ સિલ્લુનું ધ્યાન રાખતો. તેમને ઘરકામથી લઈ બધા કામમાં મદદ કરતો સાથે બેકરી પણ
ચલાવતો. માર્ચ મહિનો શરૂ હતો. નવરોઝ આવવાની તૈયારી હતી. સિલ્લુ દર વરસે નવરોઝને દિવસે ઈરાનશા ઉદવાડા પગે લાગવા જતા. જીમીને બેકરી પ્રોડકટના એક સેમીનાર માટે મુંબઈ આવવું પડ્યું. પરંતુ તેણે સિલ્લુને પ્રોમીશ આપ્યું કે તે નવરોઝની આગલી રાતે નહીં તો સવાર સુધીમાં આવી જશે અને નવરોઝને દિને તેને ઉદવાડા લઈ જશે.
સિલ્લુ આજે ફરી એકલા હતા. રાત થઈ હતી તે જીમીની રાહ જોઈ રહ્યા હતા. જીમી ગાડી લઈને ગયો હતો. એટલે કયારે પણ આવી શકે તેનું સિલ્લુ વિચારતા હતા. કાલે ઉદવાડા જવાશે કે નહીં તે વિચારી રહ્યા હતા. આટલા વરસોમાં કયારે પણ તેઓએ ઉદવાડા જવાનો ખાડો પાડયો નહોતો. બહેરામ હમેશા તેને ઉદવાડા ઈરાનશાના દર્શને લઈ જતા. પરંતુ સિલ્લુને મનમાં હતું કે કદાચ આ વરસે ઉદવાડા નહીં જવાય. આ વરસે તેમના ધણી તેમના વહાલા બહેરામ તેમની સાથે નહોતા. તેમની યાદ કરતા સિલ્લુની આંખમાંથી આંસુ સરી આવ્યા. કાલે નવરોઝનો સબકતો દિવસ હતો. બહેરામ આગલે દિવસે બધી તૈયારી કરતા. સિલ્લુને ઘર ખાલી ખાલી લાગી રહ્યું હતું અને તેઓ એકલા એકલા રડતા હતા. કાલે ઉદવાડા જવાશે કે નહીં તે વિચારી મન વધુ ભરાય જતું હતું. અશો જરથુસ્ત્રને યાદ કરતા તેઓ સુઈ ગયા.
વહેલી સવારે તેઓ જાગ્યા. તેમનું શરીર થોડું જડ થઈ ગયું હતુ. મન અશાંત હતું. તબિયત સારી નહોતી લાગતી. જાણે શરીરમાં તાકાત નહોતી તેવું લાગી રહ્યું હતું. પરંતુ આજે નવરોઝનો દિવસ હોવાથી તેઓ નાહી ધોઈ ચોકચાંદન કર્યુ. તેટલામાં જ દરવાજાની બેલ વાગી. સિલ્લુએ દરવાજો ખોલ્યો દરવાજો ખોલતાની સાથે જ ચંદન અને સુખડની સુગંધ આખા ઘરમાં પ્રસરી ગઈ. સામે જીમી ઉભો હતો. સિલ્લુ જીમીને જોઈ ખુબ ખુશ થઈ ગયા. જીમીએ કોટી કરી સિલ્લુના શરીરમાં એક નવી ચેતના જાગૃત થઈ અંગો ખૂબ હળવા થઈ ગયા. જાણે કોઈ મોટો બોજો ઉતરી ગયો હોય તેવુ લાગ્યું જાણે કે ચમત્કાર થયો હોય તેમ. ‘આ કેવો પરફ્યુમ લગાડયો છે જીમી? સુખડ અને ચંદનની સુગંધ આવે છે. જાણે કે આપણે ઈરાનશામાં ન હોઈએ તેવી સુગંધ, સિલ્લુ બોલ્યા.
જીમીએ નવરોઝ મુબારક કર્યુ અને અને સિલ્લુને તૈયાર થવા કહ્યું. ‘માયજી જલદી તૈયાર થઈ જાઓ આપણે ઉદવાડા જવાનું છે.’ સિલ્લુ જલદી જલદી તૈયાર થઈ ગયા અને જીમી તેમને દર્શન માટે ઉદવાડા લઈ ગયો. દર્શન કરી બપોરે ત્યાના હોટલમાં પારસી ભોણુ ખાઈ તેઓ પાછા ફર્યા. સિલ્લુ ખુબ ખુશ હતા. તેમણે જીમીને કહ્યું હું તારા માટે સાંજે સરસ સગનની સેવ અને ધાનશાક બનાવશ. તને બીજું કંઈ ખાવું હોય તો બોલજે. જીમીએ કહ્યું ના માયજી બસ થઈ ગયું હું આવતી વખતે ફાલુદો પાર્સલ લઈ આવશ. હવે હું બેકરીમાં જઈ આવ જરા આજના સારા દિવસે બેકરીમાં દીવો કરી આવ એમ કરી જીમી ત્યાંથી નીકળી ગયો. સિલ્લુ થોડો આરામ કરી પોતાની તૈયારીમાં લાગ્યા.
સાંજે પાછી ઘરની બેલ વાગી અને સિલ્લુએ દરવાજો ખોલ્યો. સામે જીમી બેગ લઈને ઉભો હતો. તેણે સિલ્લુને કોટી કરી નવરોઝ મુબારક કર્યુ. અને તેમને ઉદવાડા નહીં લઈ જવાયું તે માટે માફી માંગી. સિલ્લુ આ બધું જોઈ આશ્રચર્યચક્તિ થઈ ગયા તેમની સમજમાં કંઈ આવતું નહોતું. સવારે આવેલાજીમીના હાથમાં બેગ નહોતો. તો હું સવારે ઉદવાડા કોની સાથે જઈ આવી. તે ચંદન અને સુખડની સુગંધની ફરી મને યાદ આવી!

Similar Posts

  • Dasturji Aspandiar Dadachanji Passes Away

    On 22nd October, 2021, the community lost its cherished religious leader and scholar – Dasturji Ervad Apandiar Dadachanji – who was known for his commitment and service to our glorious religion. Zoroastrian Scholar and Historian, Noshir Dadrawala shares a tribute: The passing away of Ervad Apandiar Dadachanji is a tragic loss for the Parsi Zoroastrian…

  • Caption This – 29th October

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 2nd November 2022. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • મેરવાનજીના માયજી

    માયજી મેગેઝિન વાંચે છે અને એમાં ફ્રેન્ડશીની જાહેરાત છે તે વાંચતા વાંચતા માયજી: ગુલાબ, બાપરે કેટલું મોટું ગુલાબ આય તો મારી આંખમાંજ ઘુસી ગીયું, બીચારી એકલી છે મારી જેમ એને પન કોઈ દોસ્ત જોઈએ છે. નંબરપન આપ્યોચ લાવ ઉતારી લેવ. એટલે તો મેરવાનજી માયજી માટે આદુ, ફુદીનાની ચાય લઈને આવે છે. માયજી: મંચી, મેરવાનજી: તું…

  • નાની પાલખીવાલા પર એક નાટક

    ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી અને ન્યાયશાસ્ત્રી નાનાભોય અથવા નાની અરદેશીર પાલખીવાલાની શતાબ્દી જન્મ જયંતી (16 જાન્યુઆરી, 2020) ની શ્રધ્ધાંજલિ તરીકે, ચેન્નાઇના ડમીઝ ડ્રામા જૂથે તેના નવા બે કલાકના નાટક ધરણીયિન પેરૂમાઇનું ઉદ્ઘાટન કર્યું – જેનો અર્થ થાય છે. વિશ્ર્વનું ગૌરવ – નાના પાલખીવાલાનું એક દસ્તાવેજ-નાટક, માયલાપોર ફાઇન આર્ટ્સ ખાતે યોજાયું, જેમાં બાળપણથી જ નાનીના જીવનના ઘણા…

  • Let Not Anger Enslave Me, Ahura Mazda!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Start your weekend with positive vibes with inspirational excerpts from the acclaimed book, ‘Homage Unto Ahura Mazda’ by Dasturji Dr. Maneckji Naserwanji Dhalla of Karachi.[/otw_shortcode_info_box] Aeshma, the Demon of Wrath, is the impetuous assailant of man. He stirs up strife and hostility and spreads discord and disturbances. Anger breeds vindictiveness and revenge. When…

  • બહેરામ યઝદ શ્રાઈનની ઉજવાયેલી પ્રથમ સાલગ્રેહ

    ફણસવાડી (મુંબઈ) ખાતે આવેલા દાદીશેઠ આતશ બહેરામમાં 4થી ડિસેમ્બર 2017એ બહેરામ યઝદ શ્રાઈનની સાલગ્રેહ ઉજવવામાં આવી હતી. એરવદ દારાયસ કાત્રક દ્વારા યોજાયેલી હમબંદગીમાં મોટા પ્રમાણમાં જરથોસ્તીઓએ ભાગી લીધો હતો. બહેરામ યઝદ શ્રાઈનની બહાર આવેલા હોલમાં હમબંદગી પહેલા જશનની પવિત્ર ક્રિયા એરવદ કાત્રક, એરવદ પૌરૂષ બહેરામ કામદીન, એરવદ જીમી પંથકી અને એરવદ રયોમંદ વેલાતી દ્વારા કરવામાં…