કોટાના એકમાત્ર પારસી ફેમિલીએ કરેલી નવજોત

અંકલેસરીયા પરિવાર એકમાત્ર પારસી કુટુંબ છે જે રાજસ્થાનના કોટામાં તેમના ભાઈ-બહેનો સાથે રહે છે. કાવસ અને પરવીન અંકલેસરીયાએ 2જી એપ્રિલ, 2021 ના રોજ કોટામાં તેમના ગ્રાન્ડ ચિલ્ડ્રન યઝદ અને સીદાસ્પ અંકલેસરીયાની નવજોતનું આયોજન કર્યું હતું. કેમ કે તેઓ એકમાત્ર પારસી પરિવાર હતા અને કોઈ પારસી ધર્મગુરૂઓ ત્યાં ઉપલબ્ધ ન હોવાથી તેઓએ એરવદ મરઝબાન પાવરીને વિનંતી કરી.
મરઝબાન પાવરી, જેમણે મુંબઇથી કોટાની મુસાફરી અંકલેસરીયા પરિવારના અન્ય સબંધીઓ સાથે, કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બહાદુરીથી કરી, તમામ ફરજિયાત સાવચેતી રાખીને, ટ્રેન દ્વારા, મુંબઇથી કોટા જવા માટે સંમત થયા.
1લી એપ્રિલ, 2021ના રોજ, બાળકો તેમના નિવાસ સ્થાને જશન સમારોહ ઉત્સાહભેર નિહાળ્યો; બંને બાળકોની બીજા દિવસે નવજોત કરવામાં આવી. મિત્રો અને કુટુંબીઓને નવજોતનું મહત્વ સમજાવ્યું હતું, ત્યારબાદ આનંદની સાથે બધા સંબંધીઓ પારસી ગીત છૈયે અમે જરથોસ્તી ગાઈ અને નાચ્યા હતા.
એરવદ મરઝબાન પાવરી તથા મુંબઈથી નવજોત સમારોહમાં આવેલા અન્ય લોકોનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો.

Similar Posts

  • From the Editor’s Desk

    Let’s Revive Parsi-preneurship!   Dear Readers, With video calls becoming the new norm for meetings over the past couple of years, I’ve had the privilege of getting to chat with many of our community greats from various industries, the world over. Most are or have been established entrepreneurs who’ve worked diligently and succeeded in making…

  • સફળ જીવન

    એક દીકરાએ પોતાના પિતાને પૂછ્યું, પપ્પા, આ ‘સફળ જીવન’ શું હોય છે? પિતા દીકરાને પતંગ ઉડાડવા માટે લઈ જાય છે. દીકરો પિતાને ધ્યાનથી પતંગ ઉડાડતાં જોઈ રહ્યો હતો. થોડા સમય પછી દીકરો બોલ્યો: ‘પપ્પા, આ દોરાના લીધે પતંગ વધારે ઊંચે નથી જઈ શકતો, શું આપણે આ દોરાને કાપી નાખીએ! આ વધારે ઊંચે ચાલી જશે.’ પિતાએ…

  • JRD TATA – A Flying Tribute: The Magnificent Man And His Flying Machine

    [otw_shortcode_info_box border_type=”bordered” border_color_class=”otw-black-border” border_style=”bordered”]The Parsi community has left behind a trail of the most inspiring stalwarts in every field of human endeavor, be it arts, science, humanities, law, defense of the country, and even politics. They have left behind footprints of inspiration for our youth to follow. If India had manned-space programs, there would certainly…

  • ગવ-પત-શાહ (ગોપતશાહ)

    આપણા બુઝોર્ગો એટલા દીનદાર હતા કે જો કોઈ તદદન નાચાર હાલતમાં ગુજર પામે અને તદદન નાવારેસ હોય, તો પારસી પંચાએતના ફંડોમાંથી દરેક બસ્તેકુસ્તીઆનની ચાર દહાડાની ક્રીયા થાય તે માટે ખાસ ફંડો શેહરો અને ગામેગામ સ્થાપી ગયા છે. કોઈ પણ પારસી રૂવાન ભુત થતું નથી કે રખડાતમાં પડતું નથી તેનું કારણજ ચાર દહાડાની રુવાનની ક્રીયાઓ છે….

  • નબી જરથોસ્તે દાખવેલા ચમત્કાર

    ઈરાનવેજમાં રએ શહેરના હાકેમ દોરાંસરૂ જરથોસ્ત સાહેબના કટ્ટર વિરોધી હતા ને બાળ-જરથોસ્તનો નાશ કરવા તૈયાર રહેતા તેમને મારી નાખવા પોતાની તલવાર ઉગામી ત્યારે તેનો હાથ હવામાં અધ્ધર જ રહી ગયો. ત્યાર પછી તેનો હાથ તદ્દન સુકાઈ ગયો. આવા અલૌકિક ચમત્કારથી ગભરાઈ હાકેમે તેમને જંગલમાં લઈ જઈ ચેહ સળગાવીને તેમને ચેહમાં નાખી બાળકને ભસ્મ કરવાનો અખતરો…