નુગા ચોકલેટ

સામગ્રી: અર્ધો કપ ખાંડ, અર્ધો કપથી થોડો વધારે શીંગ, કાજુનો અધકચરો ભૂકો. 100 ગ્રામ વનસ્પતિ ઘી, 120 ગ્રામ આઈસિંગ શુગર, 3 થી 4 ટેબલ સ્પૂન કોકો, વેનિલા એસેન્સ, થોડું ઘી.
રીત: થાળીના પાછળના ભાગમાં ઘી ચોપડીને રાખવું, ખાંડને ધીમે તાપે ગરમ મૂકવી, સતત હલાવવતા રહેવું. ધીરે ધીરે ઓગળીને બ્રાઉન કલરનું પ્રવાહી થાય એટલે તેમાં શીંગ, કાજુનો ભૂકો નાખવો. નીચે ઉતારી થાળી ઉપર જાડુ પડ પાથરવું, તેના ઉપર ચોરસ-કાપા પાડવા ઠરે એટલે ઉખાડીને પીસ છૂટા કરવા આ રીતે નુગા સેન્ટર્સ તૈયાર કરવા. કોકો તથા આઈસિંગ શુગર ભેગા કરી 3 થી 4 વાર ચાળવા. વનસ્પતિ ઘી ને ગરમ મૂકવું. ઓગળે અટલે નીચે ઉતારી આઈસિંગ શુગર અને કોકોનું મિશ્રણ તેમાં નાખવું. વેનિલા એસન્સ ઉમેરીને હલાવવું. આ પ્રમાણે પેસ્ટ તૈયાર કરવી. ઠંડી પડે એટલે દરેક નુગા પીસ તેમાં બોળી પ્લાસ્ટિક ઉપર મૂકવા. પેસ્ટનું પ્રવાહી પાતળું હોય અને પીસ ઉપરથી લસરી જતું હોય તો થોડી આઈસિંગ ઉમેરવી. આ પ્રમાણે બધી ચોકલેટ બનાવી ઠંડી પડે એટલે રંગીન કાગળમાં વીટાળવી. નોંધ: પેસ્ટ ઠંડી થઈને જાડી થઈ જાય તો ગરમ પાણી ભરેલી તપેલીમાં પેસ્ટનું વાસણ થોડીવાર ધરી રાખવું.

Similar Posts

  • May Tishtrya’s Rain Bring Fruition To Our Fields!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Start your weekend with positive vibes with inspirational excerpts from the acclaimed book,  ‘Homage Unto Ahura Mazda’ by Dasturji Dr. Maneckji Naserwanji Dhalla of Karachi.[/otw_shortcode_info_box] Thou, Ahura Mazda, hast created Tishtrya, the radiant, glorious star genius of the rain, the lord of all other stars, for the fertility of the fields, farms and…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    24 September – 30 September 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલુ હોવાથી તમને નાના કામ કરવામાં પણ આળસ આવશે. નાણાકીય બાબતમાં ખુબ ખેંચતાણમાં રહેશો. તબિયત અચાનક ખરાબ થઈ જશે. હાલમાં જોઈન્ટ પેઈનથી પરેશાન થશો. ખાવાપીવામાં ખુબ ધ્યાન આપજો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ની ભણવાનું ચાલુ રાખજો. શુકનવંતી તા….

  • આહાર ગ્રહણ

    જે દ્રવ્યો દ્વારા શરીરની ધાતુઓ પુષ્ટ થાય છે અને જે દ્રવ્યો મુખ દ્વારા ગળાની નીચે ઉતારવામાં આવે છે, તે બધા દ્રવ્યો ‘આહાર’ની વ્યાખ્યામાં આવે છે. કોઈ પણ જાતનો આહાર જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પીરસાયેલા જુદા જુદા પ્રકારનાં દ્વવ્યો-વ્યંજનોમાંથી સૌથી ભારે (પચવામાં) દ્રવ્યો-વ્યંજનો સૌ પ્રથમ ખાવા જોઈએ. ત્યારબાદ,…

  • Lower Cross Syndrome

    Like the Upper Cross Syndrome (discussed in the previous article), the Lower Cross Syndrome (LCS) is one of the most common compensatory patterns and a postural disorder in the lower back, pelvis, and hip joints of the muscles. The ‘Unterkreuz syndrome’ is also known as pelvic crossed syndrome, Lower Crossed Syndrome or Distal Crossed Syndrome….