માં બહુ ખોટું બોલે છે!!

સવારે જલદી ઉઠાડવા માટે છ વાગ્યા હોય તો કહે છે કે સાત વાગ્યા.
રાત્રે નહાવા ન જાઉં તો કહે છે,
ગંદા શરીરે સૂવાથી ખરાબ સપનાં આવે છે.
તપેલીમાં શાક ઓછું હોય તો કહે છે,
તું લઇ લે, મને ભૂખ નથી.
માં બહુ ખોટું બોલે છે…મને મોડું થાય તો જાગ્યા કરે છે ને ઠપકો આપું તો કહે છે, એ તો મને ઊંઘ આવતી ન હતી.
માં બહુ ખોટું બોલે છે…
હું ન હોઉં ત્યારે મને ભાવતું કંઈ તેનાથી બનતું નથી.
કહે છે, આજકાલ બજારમાં એ મળતું નથી.
બેચાર રોટલી આપું છું કહી એ મને મોટું ટિફિન પકડાવે છે.
માં બહુ ખોટું બોલે છે…
કંઈ નથી મૂકતી કહી મારી બેગમાં મને ભાવતાં અથાણાંની બોટલ છાનીમાની મૂકી દે છે.
માં બહુ ખોટું બોલે છે…
ત્રણ કલાક થિયેટરમાં મારાથી બેસાતું નથી.
બહારના તેલ-મસાલા મને સદતાં નથી.
આટલી સાડીઓ તો પડી છે કહી પોતાનો ખર્ચ ટાળે છે.
મને સારું છે કહી ઓશિકામાં મોં છૂપાવી ખાંસી લે છે.
માં બહુ ખોટું બોલે છે…
મારી ખામીઓને બધાથી છૂપાવી લે છે.
મારી પ્રાપ્તિને વધારીને વર્ણવે છે.
કહે છે, મારા જેવું સુંદર ને બુદ્ધિશાળી કોઈ નથી.
મારા માટે વ્રત ઉપવાસ કર્યા કરે છે પણ
કહે છે કે એ તો હું ભગવાન માટે કરું છું.
મારી દુનિયામાં હું તેને ભૂલી જાઉં તો મીઠું હસી લે છે.
માં બહુ ખોટું બોલે છે…

Similar Posts

  • Numero Tarot By Dr. Jasvi

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#c2b3c2″ css_class=”boxed”]Parsi Times brings you Dr. Jasvi’s monthly column on her unique Numero-Tarot readings [/otw_shortcode_info_box] . January (Lucky No. 1; Lucky Card: Card Magician): You are advised to spend quality time with family. This is a good month, financially. Even though you might not be up to it, do go out and socialize. Sometimes…

  • RTR Begins Fifth Chapter

    The 5th edition of the Zoroastrian ‘Return To Roots’ Program began in Mumbai on December 19, 2018. 22 Zarathushti youth from USA, Canada, Pakistan, New Zealand and India gathered at the Cusrow Baug Pavilion to kick off the program. Aban Marker-Kabraji, Co-Chair of RTR Program, welcomed the RTR Fellows and briefed them about the history…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    27th June – 03rd July, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં મંગળની દિનદશા ચાલુ થયેલી  હોવાથી તમે તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. તબિયત અચાનક ખરાબ થવાના ચાન્સ છે. વાહન સંભાળીને ચલાવજો. ઘરવાળા સમજ્યા વગર તમને પરેશાન કરશે મતભેદ થવાના ચાન્સ છે. ખોટા ખર્ચ વધી જવાથી મન અશાંત રહેશે. મંગળને શાંત…

  • PARSI PRIDE BRIGADE

    [otw_shortcode_info_box border_type=”border-top-bottom” border_color_class=”otw-blue-border” border_style=”bordered” background_color=”#e5fdff”] Parsi Times congratulates and celebrates the success of our fab students and young achievers who have done achieved great success in their academic performances in Board exams across schools and colleges. We are delighted to feature our young, bright sparks who make our community proud!  Do write in to us…

  • સ્કીન બેન્કનો ઉદ્ઘાટન સમારોહ

    5મી ઓકટોબરે માસીના હોસ્પિટલે સ્કીન બેન્ક લોન્ચ કરવા માટે એક મોટુ પગલું ભર્યુ હતું. એરિક ખરાસ મેમોરિયલ બર્ન્સ જે માસીનાનું ગોરવ છે. બર્ન્સ યુનિટની 25મી સાલગ્રેહના દિને મરહુમ ભીખુ એસ. ખરાસ મૂળ દાતાને આ દિવસે સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્કીન બેન્ક, શ્રેષ્ઠ સાધનો અને કર્મચારીઓ સાથે અદ્યતન આધુનિક સુવિધાઓ ધરાવે છે. માસીના હોસ્પિટલ બર્ન યુનિટ…