મહેનત કરતા લોકોનો દોસ્ત ઉપરવાળો છે

એક દિવસ હુ ઘરે એકલો હતો એટલે રાત્રે મેં કંઈક સારું ભોણું ખાવાનું વિચાર્યું, જેથી હું એક સારી રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયો. મેનુ જોઈને મેં વેઈટર ને અમુક વસ્તુઓ ઓર્ડર કરી અને મોબાઇલમાં જોતો હતો ત્યા 20 મિનિટ બાદ અમુક લોકોનું એક ગ્રુપ આવ્યું અને તેઓએ પણ વેઈટર ને ઓર્ડર કર્યો.
આશ્ચર્યની વાત એ હતી કે તેઓ મારા બાદ આવ્યા છતાં તેઓને મારી પહેલા ઓર્ડર સર્વ કરવામાં આવ્યો. હું વિચારમાં પડી ગયો. મેં જોયું કે તેઓએ જમવાનું ચાલુ કરી દીધું અને ધીમે-ધીમે હસ્તા પણ હતા. તેમાંથી એક વ્યક્તિ બડાઈ કરીને હસ્તા-હસ્તા મારી મજાક પણ ઉડાડતો હતો. એટલે મેં થોડીવાર હોટલમાંથી બહાર ચાલ્યા જવા વિચાર કર્યો. ખૂબ રાહ જોયા બાદ મેં વેઈટર ને બોલાવ્યો અને મારી વ્યથા જણાવી. વેઈટરે ખૂબ વિવેકપૂર્વક કહ્યું કે, તમારો ઓર્ડર ખાસ છે જે ચીફ સેફ ખુદ બનાવી રહ્યા છે. અને આ ગ્રુપ નો ઓર્ડર શિખાઉ સેફ દ્વારા જલ્દીમાં બનાવાયો છે. જ્યારે માસ્ટર સેફ અત્યારે તમારો ઓર્ડર તૈયાર કરવામાં વ્યસ્ત છે અને તેઓને જલ્દી સર્વ કરી દેવામા આવ્યું છે.
વેઇટેરે કહ્યુ કે તમારો ઓર્ડર આવે ત્યાં સુધી તમે જ્યુસ લો. મેં શાંતિપૂર્ણ રાહ જોઈ અને થોડીવારમાં મારો ઓર્ડર 4 વેઈટરો સાથે સર્વ કર્યો. એમા બન્યું એવું હતું કે એ હોટેલનો માલિક મારો એક જૂનો ફેમિલી ફ્રેન્ડ હતો. જે મને જોઈ ગયો હતો અને સરપ્રાઈઝ આપવા માંગતો હતો એટલે તેણે મારા સામાન્ય ઓર્ડર ને બદલી 5 સ્ટાર ઓર્ડર સર્વ કરાવ્યો.બીજા ટેબલ પર બેસેલું ગ્રુપ મને જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગયું. તેઓ ગણ-ગણ કરવા લાગ્યા કે આપણને આવું ભોજન અને સર્વિસ કેમ ના મલી?
જીવનમાં પણ કાંઈક આવું જ હોય છે. અમુક લોકો તમારાથી આગળ છે અને અત્યારે જમી રહ્યા છે…તમારા પર હસી રહ્યા છે અને પોતાની બડાઈ કરી રહ્યા છે તેઓ વિચારી રહ્યા છે કે તેઓ તમારાથી નસીબદાર છે તેઓની પાસે પૈસા છે અને તેઓ વેલ સેટલ છે.
અને તમે અધીરા થઈને રાહ જોઈ રહ્યા છો કે મને આ બધું મળવામાં આટલી વાર કેમ લાગી રહી છે?
તમે પોતાની જાત ને નાની સમજો છો, ડિપ્રેશનમાં ચાલ્યા જાઓ છો પરંતુ ચિંતા ના કરો દોસ્તો.
આ જગતના માલિક તમને જોઈ ગયા છે અને તમને સામાન્ય ભોજન નથી આપવા માંગતા તમારે વધુ રાહ જોવી પડી રહી છે કારણ કે તમારો ઓર્ડર ખાસ છે અને તે ઓર્ડર ટોપના સેફ બનાવી રહ્યા છે.
હાલ તમે જ્યુસ પીને કામ ચલાવો અર્થાત નાની-નાની મોજમાં સંતોષ રાખો અને તમારા ખાસ ઓર્ડર અર્થાત અણધારી સફળતા માટે રાહ જુવો. જે રીતે હોટેલનો માલિક મારો દોસ્ત નીકળ્યો એજ રીતે સતત મહેનત કરતા લોકોનો દોસ્ત ઉપરવાળો છે જે સમય આવ્યે ખાસ ઓર્ડર જરૂર સર્વ કરશે.
એક વાત યાદ રાખો કે ધીરજ રાખીને રાહ જોઈ લેજો પણ હોટલમાંથી બહા ના નીકળી જતા મહેનત ક્યારેય બંધ ના કરતા, જંગ ક્યારેય છોડતાં નહીં, જિંદગી માત્ર 4 દિવસ છે એમ વિચારી અધીરા ના થતાં પણ જિંદગી 100 વર્ષ ની છે એમ વિચારી રાહ જોજો. જ્યારે તમારો ઓર્ડર આવશે ત્યારે તમારા પર હસવાવાળા પણ શાંત થઈ જશે. બી પોઝીટીવ!

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *