પારસીઓ – ભારતના રાષ્ટ્ર નિર્માતાઓ – 2

નોંધપાત્ર પરોપકારીઓ… પારસી પરોપકારીઓની યાદી ખૂબ જ છે અને અમે આ લેખમાં જગ્યાના અભાવે ફક્ત થોડા જ નામ આપી શકીએ છીએ.
ટાટા હાઉસથી શરૂઆત કરીએ… જમશેદજી ટાટા અને તેમના અનુગામીઓ દ્રઢપણે માનતા હતા કે જે રીતે ધનિકોએ હંમેશાં લોકોની સેવા માટે સમર્પિત રહેવું જોઈએ જેમ કે પ્રથમ અણુ રિએક્ટરની એશિયામાં સ્થાપના, ભારતની પ્રથમ કેન્સર હોસ્પિટલ, પરફોર્મિંગ આર્ટ્સ માટેનું પ્રથમ કેન્દ્ર અને મૂળભૂત સંસ્થાન સંશોધન.
સર જમસેટજી જીજીભોય, પ્રથમ ભારતીય નાઈટ અને બેરોનેટ પરોપકારના બીજા રાજકુમાર હતા. તેમની પરોપકારી કાર્ય અન્ય પરોપકારીઓ સાથે સરખામણી કરવા માટે પરોપકાર ખૂબ વિશાળ અને વૈવિધ્યસભર છે. સન 1822 – 1859 વચ્ચે જાહેર કાર્યોમાં અને સખાવતી સંસ્થાઓ માટે તેમનું યોગદાન કુલ રૂ. 24,59,736/- (તે સમયે બહુ મોટી રકમ કહેવાતી) રસપ્રદ રીતે આમાંથી 50% થી ઓછી રકમ પારસી સમુદાય માટે વાપરવામાં આવી હતી.
જમશેદજી માટે પરોપકાર શ્વાસ લેવા જેવી સ્વાભાવિક બાબત હતી. ગરીબોને ખવડાવવા અને કપડાં પહેરાવવા ઉપરાંત,બેઘર માટે ઘર બંધાવ્યા, પુલ અને કોઝવે, ધર્મશાળાઓ અને આશ્રયસ્થાનો પણ બંધાવી હતી. અશક્ત અને ત્યજી દેવાયેલા પ્રાણીઓ માટે પણ રહેણાંક બનાવ્યા હતા અને સામાન્ય નાગરિકો માટે બોમ્બેની પ્રથમ હોસ્પિટલ, જ્યાં આજે પણ ગરીબોની સારવાર મફત અથવા નજીવા દરે થાય છે. ભારતમાં જ્યારે પ્રાથમિક શિક્ષણનો અભાવ હતો તેવા સમયે જમસેદજીએ એક સ્કૂલ ઓફ આર્ટસની સ્થાપના કરી – જે પૂર્વમાં તેના પ્રકારની સૌથી મોટી શાળા છે.
જ્યારે ગોદરેજ પરિવારની વાત આવે છે, ત્યારે તેમના વિવિધ ઉત્પાદનો તેમની ચમક બતાવે છે. – ટ્રસ્ટીશીપ ઓફ ધ વેલ્થ. સ્થાપક અરદેશર ગોદરેજે 1926માં તિલક ફંડમાં દાન દ્વારા રૂ.3 લાખનું યોગદાન હરિજનોના ઉત્થાન આપ્યું હતું જે મહાત્મા ગાંધીજી દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું અને તેમણે કહ્યું હતું કે, તેમને મળેલું તે સૌથી મોટું યોગદાન હતું.
મુંબઈ શહેરમાં વાડિયા પરિવારનું યોગદાન અસાધારણ છે. બોમ્બે ડ્રાય-ડોક (એશિયાની પ્રથમ ડ્રાય-ડોક) જે 1750માં ભાઈઓ – લવજી અને સોરાબજી વાડિયા દ્વારા બનાવવામાં આવી હતી, તેણે બોમ્બેને એક વ્યવહારુ વેપારી બંદર બનાવ્યું હતું. લવજીને મુંબઈના શિપિંગ ઉદ્યોગના સ્થાપક તરીકે આદર આપવામાં આવે છે. તેમના પુત્રો માણેકજી અને બોમનજીએ તેમની પ્રામાણિકતા ઉદ્યોગ અને ક્ષમતાની પ્રતિષ્ઠા પર નિર્માણ કર્યું હતું. વાડિયા માસ્ટર-શિપ બિલ્ડરોની સાત પેઢીઓએ બોમ્બેમાં જહાજોનું નિર્માણ કર્યું છે જેણે સાત સમુદ્રને નવી દુનિયાના કિનારાથી ચીનના સમુદ્રના પ્રાચીન કિનારા સુધી પહોંચાડ્યું છે.
1834 માં અરદેશર કર્સેટજી વાડિયા બોમ્બેમાં ગેસનો પરિચય કરાવનાર પ્રથમ વ્યક્તિ હતા. તેઓ લંડનની રોયલ સોસાયટીના પ્રથમ ભારતીય ફેલો હતા. નવરોજી નસરવાનજી વાડિયાએ 1879માં ટેક્સટાઈલ જાયન્ટ – બોમ્બે ડાઈંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ કં.ની સ્થાપના કરીને તેમની ઈજનેરી કુશળતા સાબિત કરી. વિવિધ સરકારી અને શૈક્ષણિક સંસ્થાઓના અધ્યક્ષ તરીકે તેમણે વધુ સારા શાળાકીય શિક્ષણ માટે કાર્યક્રમો રજૂ કર્યા; શિક્ષણની ક્ધિડરગાર્ટન સિસ્ટમ રજૂ કરી; છોકરાઓ અને છોકરીઓ માટે શારીરિક તાલીમની હિમાયત અને હોસ્પિટલો વગેરેના સારી વહીવટ માટે કામ કર્યું.
નવરોજીના પુત્રો – કુસરો અને નેસ, કાપડના વ્યવસાયનો વિસ્તાર કર્યો અને પરોપકાર અને પ્રગતિના માર્ગ પર આગળ વધ્યા. 1920ના દાયકામાં નેસે એક વાયરલેસ સેવા, ટેલિફોનની શ્રેણી ઇન્ડિયા રેડિયો અને કોમ્યુનિકેશન કંપનીની સ્થાપના કરી, જેણે ભારત અને બ્રિટનને પ્રથમ વખત જોડ્યું.
મોટલીબાઈ માણેકજી વાડિયાએ દવાખાના અને ખાસ કરીને બાઈ મોટલીબાઈ પ્રસૂતિ હોસ્પિટલની સ્થાપના કરી. અનાથાશ્રમોને જમીન અને પૈસા આપવામાં આવ્યા હતા અને નાગરિકોને કટોકટીમાં રાહત માટે મુક્તપણે દાન આપતા હતા.
ખરેખર, પારસીઓએ તેમનું કાર્ય અથવા તેમની યોગ્યતા સાબિત કરવાની કોઈ જરૂર નથી. પારસીઓએ દેશ માટે જે યોગદાન આપ્યું છે તે સદીઓથી માત્ર બિનપારસી ઇતિહાસકારો દ્વારા જ નહીં પરંતુ વિવિધ સરકારો દ્વારા નોંધવામાં આવ્યું છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *