યઝદી બહેરામનું મૃત્યુ, બેદરકારી બદલ કૅરટેકર અને પુત્રની ધરપકડ

મંગલ ગાયકવાડ નામના કૅરટેકર અને તેમના પુત્રની તાજેતરમાં જ મુંબઈ પોલીસ દ્વારા ગુનાહિત કાવતરૂ અને અપરાધપૂર્ણ હત્યા ન હોવાના આરોપમાં બીમારીની અવગણના કરવામાં ઈરાદાપૂર્વકની બેદરકારી બદલ અટક કરવામાં આવી હતી. જેના પરિણામે 8મી ઑક્ટોબર 2020ના રોજ દાદરમાં તેમના નિવાસ સ્થાને 77 વર્ષની વયે યઝદીઅર એડલ બહેરામ સાહેબનું અવસાન થયું.

ગયા વર્ષે 15 ડિસેમ્બર 2021ના રોજ આ કેસ નોંધવામાં આવ્યો હતો જે પછીથી માટુંગા પોલીસને તેની મિલકત હડપ કરવાના ઈરાદાથી ગંભીર માંદગી હોવા છતાં તેમને હૉસ્પિટલમાં લઈ જવાનું ટાળ્યું હોવાનું જાણ થઈ. કાનુની તપાસ બાદ માટુંગા પોલીસે કૅરટેકરની ધરપકડ કરી હતી. બહેરામ સાહેબના અવસાન બાદ તરતજ તેમની સંભાળ રાખનાર કૅરટેકર ગાયકવાડે તેમના દાદર પારસી વસાહતના ઘરનું ઈલેક્ટ્રિક મીટર તેના નામ પર ટ્રાન્સફર કર્યું.

તેમના પત્નીના મૃત્યુ બાદ અંધેરીમાં રહેતી બહેરામની પુત્રી નતાશા શેઠનાની દેખરેખ માટે ગાયકવાડને રાખવામાં આવ્યાં હતા. શેઠનાઓ માટુંગા પોલીસને આપેલા નિવેદન મુજબ 5 ઑક્ટોબર 2020ના રોજ બહેરામ ગંભીર રીતે બીમાર થઈ ગયા જે કારણોસર ગાયકવાડે તેમના ફેમેલી ડૉક્ટરને ફોન કરી બોલાવ્યા ડૉક્ટરે તેમના સહાયક ડૉક્ટરને તપાસવા માટે મોકલ્યા. સહાયક ડૉક્ટરને બહેરામની હાલત ગંભીર જણાતા તેમણે બહેરામને હૉસ્પિટલમાં લઈ જવા જણાવ્યું. તેમણે તબિબી સહાયકની અવગણના કરી અને લોકોને એવી અફવા ફેલાવી કે તે બહેરામ સાથે સંબંધ ધરાવે છે.

આ ઘટના ત્યારે બહાર પડી જ્યારે ગાયકવાડ અને તેનો પુત્ર અંતિમ સંસ્કાર માટે મૃતદેહને ડુંગરવાડી લઈ ગયા.

ત્યાંના પાદરી જે તેમના પરિવારને જાણતા હતા તેમણે તેમના પુત્રીને ફોન કર્યો અને જાણ કરી કે એક મહિલા જે તેમની પત્ની હોવાનો દાવો કરે છે અને તેમના પિતાની અંતિમ વિધિ કરી રહી છે.

હાલમાં બન્ને ગુનેગારો જામીન પર છૂટ્યા છે અને ઈન્વેસ્ટિગેશન ટીમ ખાનગી ડૉક્ટરની તપાસમાં છે જેણે તેમને મૃત્યુનું બનાવટી પ્રમાણપત્ર બનાવવામાં મદદ કરી હતી.

Similar Posts

  • સ્પ્રાઉટ પુલાવ

    સામગ્રી: 1 મોટો વાડકો ફણગાવેલા મગ, 1 કપ બાસમતી ચોખા, જરૂર પ્રમાણે પાણી, થોડી સમારેલી કોબીજ, સમારેલી કોથમીર, સમારેલા મરચા, સમારેલો ફુદીનો, 1 કેપ્સિકમ, 1 ગાજર, 4 – 5 ફણસી, 1 ટામેટુ, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણાજીરુ, 1/2 ચમચી હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, 1/2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી પુલાવ મસાલો. 1 ચમચી…

  • ઝોરાસ્ટ્રિયન લગ્નનો સાર

    તહેવારોની મોસમ લગ્નની શરૂઆતની ઘોષણા કરે છે. પારસી દૃષ્ટિકોણથી લગ્ન એ જીવનની ઉજવણી છે. આપણી પ્રાર્થનાઓને સમજવા માટે આપણામાંના મોટા ભાગનાએ અનુવાદોની મદદ લેવાની જરૂર છે. લગ્ન આસ્થાપૂર્વક છે, જીવનનો એક જ વારનો અનુભવ છે અને ઘણા, ખાસ કરીને જેઓ લગ્ન કરી રહ્યા છે, તેઓ ધાર્મિક દ્રષ્ટિકોણથી તેના સારને સમજવા માંગે છે. નોશિર એચ. દાદરાવાલાએ…

  • મકર સંક્રાતિ એટલે દાન-દર્શન અને આરોગ્યમય પર્વ

    તહેવારોથી ભરેલા આપણા દેશમાં દરેક તહેવાર પોતાની ખાસ ઓળખ રાખે છે. સાથે સાથે કોઈ ચોક્કસ નામ દરેક તહેવારનું પ્રતીક બની જાય છે. મકર સંક્રાંતિની વાત કરીએ તો તલ-ગોળના લાડુ, તલ પાપડી, ઉંધિયુ વગેરેની સ્વાદ અને સુગંધથી આપણા મોઢામાં પાણી આવી જાય છે. આપણને સૌથી વધુ જે આકર્ષિત કરે છે તે છે આસમાનમાં છવાયેલી રંગબિરંગી પતંગો….

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    30th January – 5th February, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમારે પહેલા 4 દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. હાલમાં કોઈને પણ કોઈબી જાતનું પ્રોમીશ આપવાની ભુલ કરતા નહીં. 3જીથી શુક્રની દિનદશા તમને આવતા 70 દિવસમાં તમારા દુ:ખને સુખમાં બદલી નાખશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. તમારી અંગત વ્યક્તિ તમારાથી…

  • પ્રાર્થના કરવાની યોગ્ય રીત

    સવારની પહોરમાં ઉઠતાની સાથે અષેમ વોહુ ભણવું જોઈએ અને જમીનને પગે પડવી જોઈએ કારણ અસ્ફંદાર્મદ અમેસાસ્પંદ આપણી પૃથ્વી-ધરતીની કાળજી લે છે. એક અષેમવોહુ ભણીએ એનો અર્થ તમે એક અષેમવોહુની સરખામણીમાં દસલાખ વખત પ્રાર્થના કરો છો કારણ અશોઈની અસરથી તમે જ્યારે સવારના ઉઠો છો ત્યારે તમારૂં મન શાંત હોય છે. સરોશ યશ્ત હદોખ્ત આપણને સૂચન કરે…

  • જીન ગુમ થઈ ગયો!

    ‘તમે તમારી તરફની મારી ધારણા કરતા વધારે સખી દિલ બતાવ્યું તેથી મારા ઉપકારનો ઉભરો તમને જણાવવાને મને ઘણીજ ખુશી ઉપજે છે. પણ તમારા નિમકહરામ ભાઈઓ પર મને ઘણોજ ક્રોધ આવે છે. તેથી જ્યાં સુધી તેમના જીવ હું લઈશ નહીં ત્યાં સુધી મારો બખ પૂરો પડશે નહીં.’ તે પરીના એવા સખુનો સાંભળીને મને ઘણીજ અચરતી ઉત્પન્ન…