નવરોઝ મુબારક

નવરોઝના સપેરમાં દિવસે બામદાદમાં ગુસ્તાન પોતાની બાલ્કનીમાં ઉભો રહીને પાક દાદાર અહુરમઝદના શુક્રાના કરતો હતો. એટલામાં જરૂ એક ટ્રેમાં બે કપ ચાહ લઈને આવે છે અને બન્ને જણ એકબીજાને ભેટીને નવરોઝ મુબારક કરેચ. ગુસ્તાદ જરૂને પૂછે છે કે સોલી અને શિરીન ઉઠયા કે? એ લોકોને અને બચ્ચાંઓને આપણને તૈયાર થઈને વહેલુ આતશ બહેરામ પગે લાગવા જવાનું છે.
જરૂ કહે છે કે ‘બચ્ચાંઓ હજી અર્ધો કલાક સૂવા દો પછી હું એ લોકોને ઉઠાડુ. બપાવાજી તમે ફીકરના કરો. હું બચ્ચાંઓને નવડાવી, ધોવડાવીને તૈયાર કરી દેવશ. એટલામાં સોલી અને શિરીન પણ તૈયાર થઈ જશે. નાસ્તામાં આજે હું સેવ, રવો, જલ્દીથી તૈયાર કરી દઉં અને તે નાસ્તો કરીને આપણે બધા આઠ વાગામાં વાડિયાજીના આતશ બહેરામ પૂગી જઈશું. આતશ બહેરામ પૂગતાની સાથે શિરીન સુુખડ લઈન સીમોન અને સીરોયને ત્રણ ત્રણ સુખડના પેરિયા હાથમાં આપીને બચ્ચાંઓને સમજાવે છે કે …..થાળની અંદર મૂકવા. સુખડ થાળમાં મૂકીને બચ્ચાંઓ મોટેથી યથા અને અસેમ વોહુ ભણવા લાગેચ એ જોઈ આજુબાજુના બેહદીનો પણ મુસ્કરાય છે. શિરીન તરત જ બચ્ચાંઓને સમજાવે છે કે મોટેથી નહીં ભણવાનું મનમાં ભણવાનું.
આતશ બહેરામ પછી એ લોકો બધા ઓલ્ડએજ હોમમાં જાય છે ત્યારે બચ્ચાંઓ પૂછે છે કે મમ્મી આપણે અહિંયા શું કામ આવ્યા? ત્યારે સોલી અને શિરીન બચ્ચાંઓને સમજાવે છે કે બચ્ચાંઓ આજે જમશેદજી નવરોઝ છે માટે આપણે બધાને મલવા આવ્યા છે. અહિયા ઘણાં અંકલ અને આન્ટીઓ રહે છે જેનું દુનિયામાં કોઈ નથી માટે આપણે એ લોકો માટે ગીફટ પણ લઈ આવ્યા છે. બચ્ચાંઓ હમેશા યાદ રાખજો. પ્યારથી રહેવાનું અને ખાસ કરીને આપણાથી ઉંમરમાં મોટાઓને અને વડિલોને માન આપવાનું.’
બચ્ચાંઓ વિચાર કરે છે કે આપણે આ કયાં આવી ગયા? અને ગભરાઈને મંમી ડેડીનો હાથ જોરથી પકડી લે છે. મા બચ્ચાંઓને સમજાવે છે કે ગભરાવાનું નહીં આપણે આ અંકલ આંટીને મળવા આવ્યા છે. એટલામાં સોલી અને ગુસ્તાદ કારમાંથી ગીફટ કાઢવા લાગે છે.
ગુસ્તાદ આ તારો સોલી ચે ને? બેપ્સી આન્ટીએ કહ્યું અને ગુસ્તાદ પોતાના ફેમિલી મેમ્બર સાથે ઈન્ટ્રોડ્યુસ કરાવે છે. એ તો અહિંયા અવાર નવાર આવે છે પન શું કરૂ હવે કોઈના ચહેરા યાદ નથી રહેતા.
‘તમોને યાદ છે જ્યારે સોલી અગિયાર વર્ષનો હતો ત્યારે હું અને જરૂ એને પહેલીવાર એને લઈને અહીં આવેલા. ગુસ્તાદ બેપ્સી આંટીને કહે છે.
મા બાપ બપાવાને આ લોકો સાથે વાત કરતા જોઈને બચ્ચાંઓનો ડર ઓછો થઈ જાય છે. અને એ લોકો પણ સ્માઈલ કરવા લાગે છે. ત્યાં બીજા એક કાવસ અંકલ સોલીને આશિર્વાદ આપે છે કે તમારૂં બધુ કામ સારી રીતે પાર પડશે. સોલી કાવસ અંકલને ગીફટ આપીને કોટી કરેચ અને એની આંખમાં આંસુ આવી જાય છે. આ બધી વિધી પટાવતા એકાદ કલાક નીકળી જાય છે અને બધાને મળી ભેટી એમની રજા લઈ પોતાની ગાડીમાં આવીને બેસી જાય છે. સિરોય મમ્મીને કહે છે કે આપણે પશુ પક્ષી સાથે પણ એવો જ વ્યવહાર રાખવાનો માય કહે છે કે હા દિકરા એ મૂંગા પશુ પક્ષીઓને પણ જીવ છે. એ લોકો બોલી ન શકે પણ એ લોકો પણ લાગણીસભર હોય છે. બચ્ચાંઓ માયને પૂછે છે કે જેમ આપણો કુતરો બસ્ટર? (જ્યારે બસ્ટર નાનુ બચ્ચુ હતું ત્યારે રસ્તા પરથી સોલી એને ઘરે લઈ આવ્યો તેને આજે દસ વર્ષ થયા) અને બસ્ટર કેટલો સમજુ છે બચ્ચુ માયને પૂછે છે કે શું બધા પશુ એવા હોય છે?
શિરીન જવાબ આપે છે કે બધા પશુ પક્ષીઓને પણ દાદારજીએ જ બનાવેલા છે. એ લોકો મૂંગા હોય કે બોલી ન શકે, પણ એ લોકોના જીવમાં પુષ્કળ પ્યાર હોય એ લોકો પ્યારની ભાષા સમજી શકે છે.
એમ બચ્ચાઓ પોતાની મા, બાપને સવાલ કરતા ગયા અને એ લોકો પોતાની આજની આખરી મંજિલ પર પૂગી ગયા. એ એક ઓરફનેજ હતી જ્યાં અનાથ અને જરા માનસિક રોગથી પિડીત બચ્ચાઓને રાખવામાં આવતા હતા. બચ્ચાઓ હમણા આપણે જેમ ઓલ્ડ એજ હોમમાં જઈ આવ્યા તેમજ અહીં ઘણા બધા બચ્ચાંઓ રહે છે. અને એ લોકોની કાળજી કરવામાં આવે છે. એ લોકોના દિલમાં પણ ઘણો પ્યાર છે પણ અમુક રીતે કોઈ ન કોઈ કારણથી પીડિત છે કદાચ કોઈ તમારી સાથે વાત ન કરી શકે તો કદાચ તમારી માફક દોડધામ ન કરી શકે, કોઈ બચ્ચું ઘણું શરમાળ હોય. એ લોકની કાળજી કરવા માટે અહીં ડોકટર પણ રોજ વિઝીટ આપે છે. બસ એ લોકો સાથે વાત કરતી વખતે ઘણા પ્યારથી વાત કરવી જોઈએ. એમ શિરીને બચ્ચાઓને સમજાવ્યું. એ લોકોને આવતા જોઈને મીસીસ સિંથ્યા જે ત્યાના વોર્ડન હતા. એ લોકોનું સ્વાગત કરવા બહાર આવ્યા. એક જોન નામના પાંચ વરસના બચ્ચાંએ એમનો હાથ પકડયો હતો. એ લોકોને જોઈને જોન શરમાઈ જાય છે અને વોર્ડનને પાછો ઓફીસમાં ખેંચવાની કોશિશ કરે છે. એટલામાં ગુસ્તાદ હાથ લાંબા કરી એને કહે છે હલ્લો જોન ગુડમોર્નિંગ હાવ યાર યુ? વોર્ડને કહ્યું કે જહોન ઘણો શરમાળ છે આવો મારી ઓફિસમાં બેસીયે. ઓફિસમાં જતાની સાથે જહોન એવણના ખોળામાં બેસી ગયો અને ગુસ્તાદને જોઈને હલ્લો કહે છે. ઓફિસમાંથી ઉઠીને સોલી અને શિરીન કારમાંથી ગીફટ કાઢવા જાય છે અને સિમોન અને સિરોય પોતાના બપાવા બપઈના ખોળામાં બેઠેલા હોય છે અને જોન એમને જોતો હોય છે.
સિમોન જોનને પૂછે છે કે મારી સાથે રમવા આવે છે? જોન ફરીને વોર્ડનનું મોઢું જોય છે. કે હું જાઉં રમવા તો વોર્ડન કહે છે કે જાઓ બહાર ગાર્ડનમાં રમો. ત્રણ બચ્ચાંઓ ગુસ્તાદ અને સોલી સાથે ગાર્ડનમાં બોલ સાથે રમવા લાગ્યા. તેમાં જોન ઘણો ખુશ હતો અને કોઈ ઓળખી પણ ન શકે આ બચ્ચાંને ઓટીઝમ છે.
જરૂ, શિરીનને વોર્ડન બીજા હોલમાં લઈ ગઈ જ્યાં બસ-બાર બચ્ચા કારપેટ પર બેસીને શીખતા હતા ટીચર એ લોકોન જોઈને સ્માઈલ આપે છે અને બચ્ચાંઓને કહેછે કે ગુડ મોર્નિંગ બોલો. જવાબમાં બચ્ચાંઓ પોતાની સમજમાં જે કંઈ આવે જેમ ગુડમોર્નિંગ બોલે છે કોઈ ગુડ ઈનવિંગ તો કોઈ ગુડ આફટરનૂન બોલે છે. ટીચર એ લોકોને કહે છે કે હું બચ્ચાઓને મીઠું અને ખાંડની પરખ આપે છે એટલામાં સોહરાબ અને સોલી બચ્ચાંઓને માટે ગીફટ લઈને અંદર આવે છે. ગીફટ જોઈને સર્વે બચ્ચાંઓ ખુશખુશાલ થઈ જાય છે. તેમાંથી એક બચ્ચાંએ શિરીનને પૂછયું કે આજે ક્રિસમસ છે શું? ગોડે આજે આપણા માટે આજે આટલી બધી ગીફટ મોકલી? શિરીે જવાબમાં કહ્યું કે ડાલિંગ દર દિવસ ગોડ તમુને યાદ કરે છે ને તમો મને એક કોટી કરશો? બચ્ચુ આગળ આવીને શિરીનને જોરથી કોટી કરે છે અને એક કીસ પણ આપે છે એમ કરતા કરતા એ લોકો બધા બચ્ચાંઓ ગીફટ વેચી દે છે.
વોર્ડન કહે છે કે આ બચ્ચાંઓ ઘણા જ હોશિયાર છે આ જો દરજીએ કાપેલા કપડાના ટુકડામાંથી એ લોકોએ રગ અને નાના નાના કારપેટ બનાવ્યા છે નારિયેલના કોટલામાંથી વાટી બનાવીને લેડીલ પણ બનાવ્યા છે એ લોકોના તરફથી તમો આ સ્વીકાર કરો. એમ કહી અને સિમોન અને સિરોયને એક એક વસ્તુ આપી.
સોલીએ પોતાની ચેક બુકમાંથી ચેક કાઢીને સંસ્થા માટે એક ચેક લખી આપ્યો. ચેક પર જે અમાઉન્ટ લખેલો તે વાંચીને વોર્ડન આશ્ર્ચર્યચક્તિ થઈ ગઈ. કારમાં બેઠા પછી સિરોય કહે છે કે મમ્મા મને બધાને ગીફટ આપતા આજે ઘણી જ ખુશાલી થઈ છે.શિરીન જવાબ આપે છે કે બીજાઓની ખુશાલીમાં આપણે ખુશ રહેતા શીખવાનું. પરવરદિગારને પણ આજ મંજૂર છે. આજ જમશેદી નવરોઝનું ફરમાન છે.
– મરહુમ ફરોખ દોરડી

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *