શેઠ કાવસજી પટેલ અગિયારીની 242મી સાલગ્રેહની ઉજવણી

20મી ફેબ્રુઆરી, 2022, મહારાષ્ટ્રના થાણેમાં શેઠ કાવસજી પટેલ અગિયારીના પવિત્ર આતશ પાદશાહ સાહેબની 242મી સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. અગિયારી બિલ્ડીંગના મુખ્ય પ્રવેશદ્વાર અને અગિયારીની અંદરની દરેક ફ્રેમ પર ફુલોની તોરણોને સુંદર રીતે શણગારવામાં આવી હતી. થાણેના જરથોસ્તી પરિવારો દ્વારા દરેક ગેહ દરમિયાન માચી અર્પણ કરવામાં આવી હતી. સાંજે 4:15 કલાકે માચીની ક્રિયા અને સાંજે 5:00 કલાકે સાલગ્રેહના જશનના સમયે મોટા પ્રમાણમાં જરથોસ્તીઓએ હાજરી આપી હતી. થાણા અગિયારી ફંડ વતી આતશ પાદશાહને ખાસ 1 કિલો માચી અર્પણ કરવામાં આવી હતી. સાલગ્રેહ દિવસના જશન પછી જરથોસ્તીઓ દ્વારા ‘જશનનો આતશ’ ને લોબાન અર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ચાસની અને મલીદો હાજર તમામ ભક્તોમાં વહેંચવામાં આવ્યા હતા. એકંદરે, તે થાણે જરથોસ્તીઓ માટે આશીર્વાદરૂપ અને યાદગાર સાંજ હતી જેઓ અગિયારી ખાતે લાંબા સમય પછી મોટી સંખ્યામાં ભેગા થયા હતા.

Similar Posts

  • નારગોલ પુંજિયાજી અગિયારીએ69મી સાલગ્રેહની ઉજવણી કરી

    19 એપ્રિલ, 2019ના રોજ નારગોલ પુંજિયાજી અગિયારીએ તેની 69મી વર્ષગાંઠ ઉજવી હતી, જેમાં જશનની ક્રિયા 10 વાગ્યે ચાર ધર્મગુરૂઓએ કરી હતી. અંજુમનના ટ્રસ્ટીઓ તથા પ્રેસિડન્ટ સાથે ચારસોથી વધુ હમદીનોએ સાલગ્રેહમાં હાજરી આપી હતી. ત્યારબાદ હમદીનોએ ગંભાર (મુંબઈથી ડાયેના કેટર દ્વારા બનાવાયેલા), સ્થળ, જે નારગોલના ધન અને નોશીર કાવસ ગોવાડિયા દ્વારા પ્રદાન કરવામાં આવ્યું હતું જે…

  • Numero Tarot By Dr. Jasvi

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#e3e3e3″] Parsi Times brings you Dr. Jasvi’s column on her unique Numero-Tarot monthly readings, based on your month of birth: [/otw_shortcode_info_box] January (Lucky No. 11; Lucky Card: Justice): This is a joyful phase so be happy and enjoy the rainbow of love, care, hope, laughter, happiness, success and victory. Quick travel is indicated. Remember…

  • ‘Mobed’s Heart to Mobeds’ Hearts’ With Er. Zarrir Bhandara Wins Hearts!

    On 2nd November, 2019, an inspirational Religious Seminar – ‘From A Mobed’s Heart To Mobeds’ Hearts’ – featuring Ervad Zarrir Bhandara, was held at the Ripon Club in Mumbai, at 11:00 am. This event was attended by over 20 mobeds, including the ex-Principal of Cama Athornan Madressa, Er. Kersi Karanjia, alongside Chief Guest – BPP…

  • New Hope For The New Year!

    Canada’s Dastur Family Leads The Way For The Community Facilitating 11-year-old Faredoon’s Navar Ceremony . [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#deca81″ css_class=”boxed”]The increasing need for Parsi priests in our Community has been a growing concern. Unfortunately, a very small number of young lads from priestly Parsi families show interest or enthusiasm in pursuing their Navar-Martab ordainment. Faredoon Dastur’s…

  • BPP Connect

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Yazdi Desai, Chairman, BPP, updates the community about the current ongoings in the BPP, with Parsi Times’ Exclusive Column – BPP Connect.[/otw_shortcode_info_box] THE TRUTH ABOUT WASTE MANAGEMENT The brief facts are as follows: The BMC last September 2017 announced that it would not collect wet waste from large Housing complexes (more than 200…

  • હસો મારી સાથે

    આવું પણ થાય ક્યારેક ક્યારેક.. કોલેજનો પહેલો દિવસ.. ફર્સ્ટયરના ઘણા છોકરા છોકરીઓ ગેટ પાસે જમા હતા..!! એમાં હું એકદમ દેખાવડો, રૂઆબદાર, ગેટ માંથી આવતાં એણે મને  જોયો, ખૂબ ગમી ગયો..એને એકદમ બેધડકપણે એ સીધી જ સામી આવી ગઈ.. બોલી: હાય, હું.., ફર્સ્ટયર હું બોલ્યો: ‘ના, હું તો મારા છોકરાના એડમિશન માટે આવ્યો છું. સંતુરસાબુ શું…