કારણ કે જીવનની યાત્રા બહુ જ ટૂંકી છે..

એક વૃદ્ધ મહિલા બસમાં મુસાફરી કરી રહી હતી. આગળના સ્ટોપ પર એક સુંદર મજબૂત યુવતી બસમાં ચઢી અને વૃદ્ધ મહિલાની બાજુમાં બેઠી. થોડીવાર પછી તેને બાજુમાં બેઠેલી વૃદ્ધ મહિલાને ધક્કા મારવાનું ચાલુ કર્યુ અને તેના સામાન ને પણ પગથી લાતો મારવા લાગી. યુવતીએ જોયું કે વૃદ્ધ મહિલા તેના આ ખરાબ કૃત્ય કરવા છતાં ચૂપ છે તો પછી તે યુવતી એ તેમને પૂછ્યું મેં તમારી સાથે આવુ દુષ્કર્મ કર્યું છતાં તમે ચૂપ છો? તમે કોઇ ફરિયાદ કેમ ન કરી?
વૃદ્ધ મહિલાએ હસીને જવાબ આપ્યો આટલી નાની-નાની બાબતોમાં અને અસભ્યતા પર ચર્ચા કરવાની મને જરૂર જ ના લાગી. કારણ કે મારી તમારી સાથેની આ સફર બહુ ટૂંકી છે અને હું આગળના સ્ટોપ પર જ ઉતરી જવાની છું.
આ જવાબ સુવર્ણ અક્ષરે લખવા લાયક છે. આવી તુચ્છ બાબત પર ચર્ચા કરવાની જરૂર જ નથી, કારણ કે મારો તમારી સાથેનો પ્રવાસ બહુ ટૂંકો છે. આપણે દરેકે આ સમજવું એટલુ જ જરૂરી છે કે આ દુનિયામાં આપણો સમય એટલો ઓછો છે કે તેને નકામી દલીલો, ઈર્ષ્યા, અન્યોને માફ ન કરવા, નારાજગી અને ખરાબ વર્તન પાછળ વ્યર્થ થાય તે યોગ્ય તો ના જ ગણાય. કોઈએ તમારૂં ંહૃદય તોડ્યું છે? શાંત રહો. શું કોઈએ તમને છેતર્યા, ધમકાવ્યા અથવા અપમાનિત કર્યા છે? આરામ કરો, તણાવ ન કરો, કારણ કે જીવનની યાત્રા બહુ જ ટૂંકી છે.કોઈ કારણ વગર તમારૂં અપમાન કરે છે? શાંત રહો. અવગણના કરો, કોઇ પાડોશીએ એવી ટિપ્પણી કરી કે જે તમને પસંદ ન આવી? -શાંત રહો, તેની તરફ ધ્યાન ન આપો. તેને માફ કરી દો. કારણ કે જીવનની યાત્રા બહુ જ ટૂંકી છે. કોઈને ખબર નથી કે આપણી મુસાફરી કેટલી લાંબી છે. કોઈને ખબર નથી કે તે તેના અંત પર ક્યારે પહોંચશે?
તો મિત્રો અને કુટુંબીજનોની કદર કરીએ, આદર, દયાળુ અને ક્ષમાશીલ બનીએ. આખરે આપણે કૃતજ્ઞતા અને આનંદથી ભરાઈ જઈશું. તમારૂં સ્મિત દરેક સાથે વહેંચો. કારણ કે જીવનની યાત્રા બહુ જ ટૂંકી છે.

Similar Posts

  • From the Editors Desk

    Dear Readers, As India commemorates her 71st Republic Day on 26th January, 2020, there will be much zeal and festivity across India, in honour of the day when the Constitution of India came into effect, in 1950. But it feels different this year, in keeping with the political shenanigans which have developed over the past…

  • From the Editors Desk

    Dear Readers, Despite the week going down as one of the most unpredictable-yet-highly-amusing events in the history of Maha(hahaha!)rashtra Politics, it’s been an admirable week for the community – brimming with fabulous achievements, by some of our vibrant and self-motivated community members, as they further the proud Parsi legacy of greatness… deservedly recognized across multi-arenas…

  • Ba Humata Presents Global Webinar: ‘Zarthushti Thy Name Is Charity’

    On 5th June, 2022, the Ba Humata (Good Thoughts) Webinar series presents its eighteenth monthly global Webinar themed, ‘Zarthushti Thy Name Is Charity’, covering the Ahunavar and related prayers, honouring Asho Zarathushtra. The Webinar will feature Er. Khushroo Master (New Zealand); Er. Jehan Dastoor (Singapore /Canada); Kimiya Shahzadi (Australia, Iran, USA) and Katayun Kapadia (USA); alongside…

  • આ પપ્પા એટલે?

    પપ્પા એટલે ખાલી એક નામ? પપ્પા એટલે ખાલી એક દેખાવ જ? પપ્પા એટલે ખાલી એક પદ? પપ્પા એટલે ખાલી બાયોડેટામાં નામની પાછળ લાગતુ અસ્તિત્વ? ‘ના’. પપ્પા એટલે પરમેશ્ર્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેકટિકલ પ્રેરણાદાઇ પુસ્તક… આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણામાંથી ઘણા પુરાણો વાંચવાની અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને…

  • Your Moonsign Janam Rashi This Week –
    10 March, 2018 – 16 March , 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમને તમારા કામ કરવામાં આનંદ આવશે. તબિયતમાં સારા સારી રહેશે. તમારા મનની વાત જેને કહેવી હોય તેને કહી શકશો. નાણાકીય સ્થિતિ સુધારવામાં કામ પર જેટલું ધ્યાન આપશો તેટલું ધન કમાશો. ગામ- પરગામ જવાની તૈયારી કરી…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    24 November, 2018 – 30 November, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી તમારા અગત્યના કામ પૂરા કરી શકશો. જો કોઈ ઈનવેસ્ટમેન્ટ કરવાનું વિચારતા હો તો આજથી નાણા રોકાણનું કામ શરૂ કરી દેજો. ગુરૂની કૃપાથી તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. તેમજ દરેક બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી રહેશે. ફેમિલી મેમ્બર તમારા ઈશારા સમજી…