જેહાન ઈરાનીએ આઈસીએન (ભારત) ખાતે પ્રથમ પ્રયાસમાં 3 ગોલ્ડ અને 1 સિલ્વર મેળવ્યા

મુંબઈ સ્થિત, 22 વર્ષના જેહાન ઈરાનીએ પ્રતિષ્ઠિત આઈ કોમ્પિટ નેચરલ (આઈસીએન) ઈન્ડિયા, બોડી-બિલ્ડિંગ અને ફિટનેસ સ્પર્ધાના ભારતીય ચેપ્ટરમાં ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર જીત્યા હતા, જે સ્પર્ધા 5મી નવેમ્બરે 2022, યશવંતરાવ ચવ્હાણ કેન્દ્ર, નરીમાન પોઈન્ટ, દક્ષિણ મુંબઈમાં યોજાઈ હતી. સમગ્ર ભારત અને અન્ય દેશોમાંથી 60 પ્રતિભાગીઓએ વિવિધ કેટેગરીમાં જીતવા સ્પર્ધા કરી હતી, જ્યાં કુદરતી રમતવીર, જેહાન, જેમણે તેની પ્રથમ વ્યાવસાયિક સ્પર્ધામાં ભાગ લીધો હતો, તેણે ચાર ટ્રોફી જીતી – મેન્સ બોડીબિલ્ડિંગ અંડર-23માં ત્રણ ગોલ્ડ, મેન્સ ક્લાસિક ફિઝિક, અને ક્લાસિક ફિઝિક અંડર-23, અને મેન્સ બોડીબિલ્ડિંગમાં એક સિલ્વર. 88 દેશોમાં હાજરી સાથે અને વિશ્વભરમાં 31,000 થી વધુ સભ્યો સાથે વૃદ્ધિ પામતા, આઈસીએન (આઈ કોમ્પિટ નેચરલ) આજે નેચરલ ફિટનેસ મોડલિંગ, બોડીબિલ્ડિંગ, ફિઝિક અને ફેશન ઇવેન્ટસમાં વિશ્વવ્યાપી
અગ્રેસર છે.
મુંબઈમાં જન્મેલા અને ઉછરેલા, યુવા ફિટનેસ ટ્રેનર, જેહાન હોટેલ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએટ છે અને હાલમાં તે આઈઆઈએમ લખનૌમાંથી બિઝનેસ માર્કેટિંગ કરી રહ્યા છે. જેહાન હવે 10મી ડિસેમ્બર, 2022ના રોજ આઈસીએન ગોવા પ્રો-શોમાં ભાગ લેશે, જેમાં 92 દેશોના પ્રતિભાગીઓ જીતવા માટે સ્પર્ધા કરતા જોવા મળશે! અહીં જેહાન ઈરાનીને તેના ભાવિ પ્રયાસો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે!

Similar Posts

  • Letters To The Editor

    Re: BPP CONNECT It is indeed interesting and good approach by our BPP to update the community about their performance through ‘BPP CONNECT’ published in the Parsi Times. It is good governance and gives transparency in their activities. While going through the information provided by BPP in Parsi Times dated October 7, 2017, I have…

  • The Philosophy Of Carpe Diem

    Carpe Diem! Gosh, how often have you heard this catchphrase? How many times have you spotted it on graffiti-displayed walls? Billboards carry it, encouraging messages play it, advertisements promote it, and products sell it! Probably the most inked-tattooed line in history and the start and end to most motivational talks and speeches, ‘Carpe Diem’, meaning…

  • Hush Puppy!

    “Arf! Woof! Awhhooo! Rrruff!” It’s 5 am and that wretched dog is at it again! Fuming you wonder what has triggered off the barking frenzy this time. But before you fling your pillow at him, stop and listen. Perhaps he is trying to tell you something. Dogs are social creatures and use barking as a…

  • દાદાભાઈ નવરોજી એટલે હિન્દુસ્તાનનું આભૂષણ

    દાદાભાઈ નવરોજી એ ભારતનું નવલુ નઝરાણું પ્રખર રાષ્ટ્રભક્ત, ખૂબ જ ગરીબી, હાડમારીમાં ઉછરેલા નેતા હતા. વાસ્તવમાં તેઓ એક આદર્શ છે જેમણે દેશની સ્વતંત્રતા માટે શાંતિપૂર્ણ લડતમાં અનેકને જોડયા હતા. ગાંધીજી માટે પણ તેઓ એક પ્રેરકબળ હતા. કારણ કે તેમની અગાઉ એવું કોઈ નહોતું કે જે પ્રકાશપુંજ બનીને સ્વાતંત્ર્ય લડતમાં માર્ગ બતાવે. 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ…

  • હું તમારો દીકરો હોત તો!!

    જમશીદ પોતાના રાબેતા મુજબના સમયે ઘરમાં પ્રવેશ કર્યો, આજે તે ખુબ ખુશ હતો. શું વાત હતી તે કોઈને ખબર ન હતી પરંતુ તેનો ચહેરો જોઈને બધા સમજી ગયા કે આજે તો જમશીદ ખૂબ જ ખુશ લાગે છે. જમશીદે ઘરમાં પગ મુકતાની સાથે જ તેની માયજીને કહ્યું આપણી દીકરી વીલ્લુ માટે એક સરસ પ્રપોઝ આવ્યું છે….

  • Inspiring Parsis In Sports

    [otw_shortcode_info_box border_style=”bordered” border_color=”#d09c2c” background_color=”#f0e0c3″] “Elite careers in sport are exciting and fun, But the Champion’s mind believes there’s lots to be done. Carving a niche for themselves, looking to garner success abundant, Breaking norms, raising standards, they’re second to none, As they constantly endeavour to be crowned as Number One!”  It is always important to…