લવ યુ જીંદગી

58 વર્ષની વયે કાલ મેં 57 વર્ષની પત્નીને કહ્યું, ચાલને, થપ્પો રમીએ. પત્નીએ કહ્યું, હાય, હાય, તમેય શું બાળક જેવી વાત કરો છો?? આ ઉંમર કંઈ થપ્પો રમવાની છે!
મે કહયુ: મને તારી સાથે થપ્પો રમવાનું ખૂબ મન થયું છે. આજે ઘરમાં આપણા બે સિવાય કોઈ નથી. ચાલને થપ્પો રમી લઈએ.
પત્નીએ પહેલો દાવ લીધો. એકથી વીસ ગણ્યા. હું સોફા નીચે છુપાઈ ગયો. પત્નીએ બધા રૂમ જોયા. પછી સોફા નીચેથી મને શોધી કાઢ્યો.
એ પછી દાવ લેવાનો વારો આવ્યો મારો.મેં ધીમે ધીમે 20 સુધી ગણતરી કરી.
એ પછી પત્નીને શોધવા આખું ઘર ફંફોસી નાખ્યું.
બધા રૂમ બે બે વાર જોયા. ફળીયુ નવેરૂ જોયું, બધાં કબાટ ખોલીને બરાબર ચેક કર્યું. બાથરુમ-વોશરૂમ જોયા. પત્ની ક્યાંય ના મળે. હું તો ગભરાઈ ગયો. એવી તો કઈ જગ્યાએ છુપાઈ ગઈ કે મળતી નથી ? ત્રીજી વખત રસોડામાં ગયો. રસોડા મા ફ્રીજ ની બાજુમાં એક નાનકડો ખાંચો હતો તેમાં તે કશુંક ઓઢીને સંતાઈ ગયેલ. મે તાળીઓ પાડીને થપ્પો કરી નાખ્યો. પછી બન્ને જોડે ચ્હા પીવા બેઠાં.
પત્ની કહે, મને થપ્પો રમવાની ખૂબ મજા આવી. હવે આપણે રોજ થપ્પો રમીશું.
મે હસતાં હસતાં કહયું થેક્યુ, બસ મારે એટલે જ થપ્પો રમવો હતો. તું વર્ષોથી રસોડામાં ખોવાઈ ગઈ હતી, મારે તને શોધવી હતી.
આજે તું જડી ગઈ. પત્નીની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં. ક્યારેક ક્યારેક આ રીતે થપ્પો રમી લેવો જોઈએ. ક્યાંક કોઈ ખોવાઈ ગયું હોય તો જડી પણ જાય.
મિત્રો આમ જીંદગી મન ભરી ને જીવી લ્યો. બંગલા મોટર ગાડી નાં ચકર માં થી બહાર નીકળો. જીવાય એટલી જીંદગી જીવી લ્યો. મોજ કરી લ્યો. સાથે કઈ આવવાનું નથી. કયારે કોણ છુટુ પડી જશે?
જીંદગી અફસોસ બની ને ના રહી જાય.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *