વજન ઓછું કરવું છે? અજમાવો આ ટિપ્સ અને મેળવો સફળતા

જો ખરેખર તમે વજન ઘટાડવા માંગતા જ હોવ તો તેના માટે યોગ્ય ખાન-પાન સાથે યોગ્ય ડાયેટ અને વ્યાયામ ખુબ જ જરૂરી છે. આજે ઘણા લોકો વજન ઘટાડવાની લોભામણી જાહેરાતો કરે છે. પરંતુ વજન ઘટાડવા માટે ચોક્કસ સમય લાગે છે. છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ વર્ક ફ્રોમ હોમનું પણ ચલણ વધ્યું છે. ઘરે જ રહેવાના કારણે વજન પણ રોકેટગતિથી વધતું જઈ રહ્યું હોવાની પણ ઘણી જ ફરિયાદો ઉઠી રહી છે. વર્ક ફ્રોમ હોમ અને ટેક્નોલોજીના પગપેસારાના કારણે લોકોનું જીવન પણ બેઠાડું થઈ રહ્યું છે. જેથી વજન પણ વધી રહ્યું છે. પરંતુ વજન ઉતારવાની યોગ્ય રીત કઈ છે? શું તેના માટે વહેલી સવારે ઉઠીને જીમ જવું જોઈએ કે પછી યોગ્ય ડાયેટની મદદથી જ વજન ઘટી શકે છે?
ગરમ અને હૂંફાળું પાણી પીવો: આયુર્વેદમાં એ જણાવવામાં આવ્યું છે કે હંમેશા ગરમ અને હૂંફાળું પાણી પીવું ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. ગરમ પાણીને આયુર્વેદમાં અક્સીર ઈલાજ ગણવામાં આવ્યો છે. જે તમારા શરીરમાં રહેલા દરેક હાનિકારક તત્વોને નાશ કરવામાં મદદરુપ થાય છે.

પૂરતી ઉંઘ લેવી: વજન ઘટાડવા માટે તેમજ વજન વધારવા માટે પણ કેટલીક યોગ્ય રીત હોય છે. ફ્રેશ લાગવા માટે એક સારી અને પર્યાપ્ત સમયની ઉંઘ પૂરતી હોય છે. આ કારણે જ રાતે 10.00 કલાકથી લઈને સવારે 6.00 કલાક સુધી સૂવા માટેનો સૌથી યોગ્ય સમય છે. જો પૂરતી ઉંઘ નહીં લો તો માનસિક અને શારીરિક થાક પણ લાગશે.

રાતે હળવો ખોરાક: દિવસે ભલે ભારે ખોરાક લો તે પચવામાં સરળ રહે છે કારણકે આખો દિવસ દોડધામ કરવી પડે છે જેથી પાચનતંત્ર પણ વ્યવસ્થિત મહેનત કરે છે. રાતે ડિનરમાં હળવો ખોરાક જ પસંદ કરવો જોઈએ. જેનાથી પાચનતંત્રને પણ ઓછી મહેનત કરવી પડશે અને સારી ઊંઘ આવશે.

ટુકડે ટુકડે આરોગવાનું રાખો: શારીરિક ઉર્જા માટે શરીરને નિયમિત અંતરે ખોરાક આપતા રહો. હંમેશા એક જ સમયે ભરપેટ ભોજન જમવાનું ટાળો. દિવસમાં ત્રણ વાર નિયમિત અંતરે ભોજન લેવાનું નક્કી કરો. સમયાંતરે ટુકડે ટુકડે અને હળવું ભોજન લેવાથી શરીરને યોગ્ય પોષણ તેમજ ઉર્જા પણ મળતી રહેશે.

ભોજન કરી ચાલવાની ટેવ: શારીરિક રીતે એક્ટિવ હોવું એ દરેક મનુષ્ય માટે મહત્વનું છે. જો તમે જિમમાં ન જઈ શકો તો સામાન્ય રીતે રોજ થોડું-થોડું ચાલવાનું રાખો. તમારા દૈનિક રુટિનમાં રોજ 10-20 મિનિટ સુધી ચાલવાનું રાખો. આ તમારા મેટાબોલિઝમને વધારવામાં મદદ કરશે અને ભૂખ પણ વધારશે તેમજ તમને હળવાશ લાગશે.
સિઝનલ ભોજન લેવું: હંમેશા સિઝન અનુસાર જ યોગ્ય ભોજન લેવું જોઈએ. સિઝન અનુસાર એટલે કે ઉનાળામાં શરીર ઠંડુ રહે તે અનુસાર અને શિયાળામાં શરીર ગરમ રહે તે અનુસાર ભોજન લેવું હિતાવહ છે. આયુર્વેદમાં સ્વાદના આધારે ભોજનના છ પ્રકાર પાડવામાં આવ્યા છે. ખાટો, તીખો, તૂરો, મીઠો, કડવો, ખારો. જેથી મહત્વનું છે તમામ પ્રકારના રસનું તમારા ભોજનમાં મિશ્રણ કરેલું હોય. વધુ પ્રમાણમાં ખાંડ અને મીઠું એટલે કે ખારાશ તેમજ મીઠાશ તમારા શરીરમાં રોગનું કારણ બની શકે છે.

તમારા ખોરાકમાં ઔષધિનું પ્રમાણ: તમારા ખોરાકમાં હળદર, આદુ, અશ્વગંધા, ગૂગળ, ત્રિફળા અને તજ તેમજ લવિંગ જેવી ઘરમાં જ રહેલી ઔષધિનું પ્રમાણ વધારતા જાઓ. આમ કરવાથી પણ તમારા વજનમાં ઘણો જ ફરક જોવા મળશે.

Similar Posts

  • Cyrus The (Not So) Great!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Aapro Cyrus Broacha, the Brand Ambassador of Humour, unleashes his hilarious take on Maharashtra Politics (we saw that coming!) in our monthly column, ‘Cyrus The (Not So) Great!’[/otw_shortcode_info_box] . Now my uncle, Ardeshir, is bit slow. For the first 15 years of his life, he thought only Parsis lived in Maharashtra. (Who said…

  • From the Editors Desk

    A Time To Think… Dear Readers, One of the virtues we pride ourselves in, as a community, is our progressive outlook. We inherit this quality from our visionary predecessors who were true thought leaders, and who elevated the standard of living and life – for not just their fellow community members, but also for their…

  • Zeshan Jokhi Tops Again!

    Young genius, 18-year-old Zeshan Yashan Jokhi has once again done the community proud, having topped the A-level examinations in Dubai, for the academic year 2019-2020. In the previous years, he also topped the IGCSE and AS levels. Not surprising, the academic prodigy secured admission in five of UK’s top universities for his undergraduate course, but…

  • દાદાભાઈ નવરોજીનું પુણ્યસ્મરણ

    30મી જૂન, 2020 ના રોજ, લંડન પોસ્ટે પ્રકાશિત કર્યું હતું કે લંડન ઈંગ્લેન્ડની પોલીટીકલ પાર્ટી એ દાદાભાઈ નવરોજી એમપીનું સન્માન કરવું જોઈએ. ગુજરાતમાં જન્મેલા અને મુંબઇમાં શિક્ષિત, નવરોજી 1892માં સેન્ટ્રલ ફિન્સબરી મત વિસ્તાર (જેમાં મુસવેલ હિલનો સમાવેશ થાય છે) માટે લિબરલ સાંસદ તરીકે ચૂંટવામાં આવ્યા હતા, તેમ છતાં તત્કાલિન ક્ધઝર્વેટિવ વડા પ્રધાન લોર્ડ સેલિસબરીએ જાહેર…

  • Happy Woman’s Day!

    [otw_shortcode_info_box border_type=”border-top-bottom” border_style=”bordered” border_color=”#020e7a” css_class=”a”] Veera is a published Author (‘Endured’ and ‘#LoveBitesLifeHacks’) and Columnist; a passionate Educator and Counsellor; Poet and Philosopher… but most of all, a lover of all things literary. [/otw_shortcode_info_box] . Ah yes! Every year March 8th is celebrated as International Woman’s Day, solely dedicated to the more or less 3.82…