પાકિસ્તાન સ્થિત જાણીતા ઉદ્યોગપતિ બેરામ અવારીનું નિધન

કરાચી સ્થિત અગ્રણી બિઝનેસ પર્સનાલિટી, સ્પોટર્સપર્સન અને પરોપકારી, બેરામ દિનશાજી અવારી, 22મી જાન્યુઆરી, 2023ના રોજ, 81 વર્ષની વયે, લાંબી માંદગી બાદ કરાચીની એક હોસ્પિટલમાં અવસાન પામ્યા. તેમના પરિવારમાં તેમની પત્ની, ગોશપી અને તેમના ત્રણ બાળકો – દિનશા, ઝર્કસીસ અને ઝીના છે.
બેરામ અવારી એ અવારી ગ્રુપ ઓફ કંપનીઝના માલિક અને ચેરમેન હતા કરાચી – પાકિસ્તાનની અગ્રણી હોટેલ મેનેજમેન્ટ કંપની જે લાહોરમાં 5-સ્ટાર ડીલક્સ હોટેલ, 5-સ્ટાર અવારી ટાવર્સ અને દરિયાકિનારે આવેલી બીચ લક્ઝરી હોટેલ સહિત અવારી હોટેલ્સની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. તેમના વ્યવસાયિક કૌશલ્ય ઉપરાંત, બેરામ રાષ્ટ્રીય કક્ષાના નાવિક હતા અને તેમણે સેલિંગમાં પાકિસ્તાન માટે એશિયન ગેમ્સમાં બે સુવર્ણ ચંદ્રકો જીત્યા હતા. તેઓ પાકિસ્તાનમાં અને વૈશ્વિક સ્તરે પરોપકારી તરીકે પારસી સમુદાયમાં તેમના યોગદાન માટે જાણીતા હતા. દેશ માટે તેમની સેવાઓ માટે તેમને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનો પ્રાઇડ ઓફ પરફોર્મન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 7 ફેબ્રુઆરી, 1941ના રોજ કરાચીમાં દિનશા અને દિનશા અવારીના ઘરે જન્મેલા, જેઓ પારસી સમુદાયના પ્રભાવશાળી નેતાઓ પણ હતા, બેરામે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ઝોરાસ્ટ્રિયન સમુદાયનું ઘણા વર્ષો સુધી પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેઓ કરાચી પારસી અંજુમન (1990)ના અધ્યક્ષ હતા અને તેમણે અન્ય ઘણી પ્રતિષ્ઠિત સંસ્થાઓનું પણ નેતૃત્વ કર્યું હતું.

Similar Posts

  • Dr. Cyres Mehta Awarded SOI’s International Lecture Award

    India’s leading eye specialist, esteemed globally for his path-breaking research and for constantly setting new standards and breakthroughs worldwide in eye care, Dr. Cyres Mehta was felicitated with the prestigious ‘International Medal Lecture Award 2018’ by the renowned Società Oftalmologica Italiana (SOI). Dr. Cyres was conferred the award by President SOI, Prof. Matteo Piovella and…

  • યુએઈ ક્રિકેટમાં યશના કોમીસેરીયેટનો ચમકારો

    15 વર્ષની યશના નૌશિરવાન કોમીસેરીયેટની પસંદગી યુએઈ ક્રિકેટ ટીમના ભાગ તરીકે કરવામાં આવી હતી જે સીઆઈએસસીઈ ગર્લ્સ અંડર-17 પ્રાદેશિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમ્યા હતા. જે તામિલનાડુના તુતીકોરીનમાં ઓકટોબરના અંતથી નવેમ્બર, 2022ની શરૂઆતમાં યોજાઈ હતી. મુંબઈ, રૂસ્તમ બાગમાં રહેતા યશના હાલમાં દુબઈની એક સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. એક સારા પેસ બોલર તરીકે પોતાના કૌશલ્યમાં વધારો કરતા,…

  • શિરીન

    ‘તદ્દન જુઠી વાત છે પપ્પા મેં કયારે એમ કીધું વીકી?’ ‘ગઈ કાલેજ મેં તું ને પકડી પાડી હતી.’ ‘હું તો બપઈજીનાં રૂમમાં હતી, પપ્પા.’ તેણીએ ઓશકથી પોતાનો ચહેરો નીચે નમાવી દઈ બોલી દીધું કે વીકીનું લોહી તેના મમાવાનીજ કાની ઉકરી આયું. ‘બપઈજીનાં તો કાને ને આંખે હવે આવતું નથી પણ પપ્પા તમારી ખાત્રી કરવા મેં…

  • Chomp And Cheers: Bangers And Mash With Sticky Onion Gravy And Tropical Passion

    Bangers And Mash With Sticky Onion Gravy Ingredients: 300 gms Sausages; 1 tbsp. Flour; 1 sprig Thyme; 400 ml Chicken Stock; 2 tsp. Worcestershire sauce; 50 gms Butter; 6-8 Onions; 1 tbsp. Sugar; 4-5 Potatoes; 40 ml Cream; Salt and Pepper to taste. Method:  Melt butter in a deep frying pan and stir through the…

  • નાતાલની શીખ

    મેરી અને જોસેફ મુંબઈના બાન્દરા નામના પરામાં બે બાળકો વિલિયમ અને વિકટોરિયા સાથે ખ્રિસ્તી સમુદાય સાથે સંપથી રહેતા હતા. તહેવારોની ઉજવણી પણ બધા ભેગા મળીને કરતા કયારેક ઝગડા-ટંટા થતા મારા મારી પણ થતી પરિણામે ગલીની પ્રતિષ્ઠા એ ઈલાકામાં બહુ સારી તો નહોતી જ ત્યાં નાની મોટી અનેક પ્રકારની દુકાનો હતી. લોકો જરૂરિયાતની વસ્તુઓ ત્યાંથીજ ખરીદતા…