કુમી વાડિયાને રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ મુર્મુ તરફથી પદ્મશ્રી એવોર્ડ મળ્યો

6ઠ્ઠી એપ્રિલ, 2023ના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે સિવિલ ઇન્વેસ્ટિચર સમારોહમાં પદ્મ પુરસ્કાર 2023 એનાયત કરવામાં આવ્યા હતા. ભારતના રાષ્ટ્રપતિ, દ્રૌપદી મુર્મુ, જેમણે આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ 106 પદ્મ પુરસ્કારો એનાયત કરવાની મંજૂરી આપી હતી, તેમને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને
પદ્મશ્રી પુરસ્કારો એનાયત કર્યા હતા.
જાન્યુઆરીમાં પારસી ટાઈમ્સે પ્રજાસત્તાક દિવસના સન્માનની જાણ પદ્મશ્રીના રૂપમાં કરી હતી – જે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંનું એક છે – અમારા બે અનુકરણીય સમુદાયના સભ્યો – કુમી નરીમાન વાડિયા અને અરીઝ ખંબાતા (મરણોત્તર) ને આપવામાં આવ્યા હતા.
કુમી વાડિયાને કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પ્રતિષ્ઠિત પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. 89
વર્ષીય કુમી વાડિયા આંતરરાષ્ટ્રીય સ્તરે કોરલ મ્યુઝિકના કંડક્ટર તરીકે અને વિશ્વભરમાંથી, ખાસ કરીને ભારતમાંથી નવા સંગીતના તેમના પ્રથમ પ્રદર્શન માટે ઓળખાણ આપનાર તથા એક સમય દરમિયાન જ્યારે પશ્ચિમમાં પણ મહિલા કંડક્ટર દુર્લભ હતા, ત્યારે કુમી વાડિયાએ ભારતની પ્રથમ મહિલા કંડક્ટર તરીકે ધૂમ મચાવી હતી.
પારસી ટાઈમ્સ પદ્મશ્રી કુમી નરીમાન વાડિયાને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન આપે છે!

Similar Posts

  • શિરીન

    ‘તદ્દન જુઠી વાત છે પપ્પા મેં કયારે એમ કીધું વીકી?’ ‘ગઈ કાલેજ મેં તું ને પકડી પાડી હતી.’ ‘હું તો બપઈજીનાં રૂમમાં હતી, પપ્પા.’ તેણીએ ઓશકથી પોતાનો ચહેરો નીચે નમાવી દઈ બોલી દીધું કે વીકીનું લોહી તેના મમાવાનીજ કાની ઉકરી આયું. ‘બપઈજીનાં તો કાને ને આંખે હવે આવતું નથી પણ પપ્પા તમારી ખાત્રી કરવા મેં…

  • Significance Of The Winged Human-Headed Bull

    Ever since Iranshah has been re-enthroned in the recently repaired and renovated main building at Udwada, there has been fresh interest in understanding the significance of the winged, human-headed bulls that guard the entrance of the sacred Atash Bahram. One also finds winged human-headed bulls at the entrance of the Boyce Agyari at Tardeo, Maneckji…

  • Your Moonsign Janam Rashi This Week –
    14th October, 2017 – 20th October, 2017

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તેથી મુસાફરીના પ્લાન કરતા નહીં અને કરો તો સંભાળીને ટ્રાવેલ કરજો. કોઈ વ્યક્તિ ખોટી રીતે તકલીફ આપી જાય. નાણાકીય બાબતમાં ખેંચતાણ રહેશે. થોડું ઈન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે. શુકનવંતી તા. 7,…

  • Zarthost-No-Diso

    Every year, Dae Mahino, Khorshed Roj is observed as Zarthost-No-Diso, or the day that our beloved prophet, Zarathustra left the earthly, mortal life.  This year, Zarthost-No-Diso falls on Wednesday, the 24th of May, 2017. Special prayer sessions are organized on this day, with prayers and religious discourses focusing on the life and works of our…