સમર વેકેશન કોચીંગ કેમ્પની શનિવારે પુર્ણાહુતિ

તાજેતરમાં જ સુરત પારસી પંચાયત સંચાલિત સુરતની શાળાઓના વિધાર્થી તથા વિધાર્થીનીઓ માટે બે અઠવાડીયાના કોચીંગ કેમ્પનું આયોજન સુરત પારસી પંચાયત દ્રારા કરવામાં આવ્યુ હતુ.
આ કેમ્પમાં સુરત પારસી પંચાયત સંચાલિત શાળાઓ ઉપરાંત શહેરની અન્ય શાળાના સ્ટુડન્ટસો સહિત દોઢસોથી પણ વધુ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્કેટીંગ, ડાન્સ, ફટબોલ, જીમ્નાસ્ટીક, વોલીબોલ તેમજ ટેબલ ટેનીસ જેવી રમતો સંદર્ભે વ્યવસ્થિત ઢબે તાલીમ આપવામાં આવી હતી. આ કેમ્પની પર્ણાહુતિ 29/04/2023 શનિવારના રોજ થઈ હતી. જે પ્રસંગે ભારત સરકારના રાષ્ટ્રીય લઘુમતિ પંચના વાઈસ ચેરમેન તથા અગ્રણી એડવોકેટ કેરસીભાઈ દેબુએ મુખ્ય મહેમાનપદ શોભાવ્યું હતું તથા જાણીતા એકવોકેટ અને સામાજીક કાર્યકર્તા શ્રી દારાભાઈ દેબુ અતિથિ વિશેષ પદ પર હતા. સુરત પારસી પંચાયતના શાહપોર ખાતેના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલા આ પૂર્ણાહુતિ સમારંભ દરમ્યાન તાલીમાર્થીઓને સર્ટીફીકેટથી નવાજવામાં આવ્યા હતા.
શ્રી જામાસ્પ પાત્રાવાલા અને શ્રી વિરાફ વરાછાવાલાએ કેમ્પ દરમ્યાન કોચ તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી હતી. પુર્ણાહુતિ પ્રસંગે સુરત પારસી પંચાયત સંચાલિત વિવિધ શાળાઓના આચાર્યાશ્રીઓ, સંબધિત શિક્ષકો તથા અગ્રણીઓ ઉપસ્થિત હતા.

Similar Posts

  • હસો મારી સાથે

    એક મચ્છર.. એની ગર્લફ્રેન્ડને…. ડાર્લિંગ.. હું તારામાટે સિંહનો શિકાર કરી લાવીશ..! મચ્છરી: સારૂં.. સુઈજા શાંતિ થી.., મચ્છર: હું તારા માટે હાથીનું લોહી ચુસી લાવીશ…, મચ્છરી: હા બકા…! સુઇ જા શાંતિ થી…, મચ્છર: ડાર્લિંગ…, હું તને મર્સીડીઝ કારમાં પેરીસની ગલીઓમાં ફેરવીશ…!! મચ્છરી: હા બકા હા…! હવે સુઇ જા શાંતિ થી… સવારે વાત કરીશું… મચ્છર: ડાર્લિંગ.., તને…

  • Lessons In Good Politics From The Grand Old Man Of India

    “All great leaders have had one characteristic in common: it was the willingness to confront unequivocally the major anxiety of their people in their time. This, and not much else, is the essence of leadership.” –  John Kenneth Galbraith Politics today is a dirty word. Almost six and a half centuries ago Plato philosophized, “Mankind…

  • NCPA Presents Agatha Christie’s ‘The Mirror Crack’d’

    An NCPA Production of the Wales Millennium Centre and Wiltshire Creative Production, Agatha Christie’s English play, ‘The Mirror Crack’d’ is the first ever English language adaptation of the Christie novel, The Mirror Crack’d from Side to Side, which premièred in February 2019. Featuring Shernaz Patel, Zervaan Bunshah, Zinnia Ranji, Meher Acharia-Dar, Suhaas Ahuja, Avantika Akerkar, Sonali…

  • હસો મારી સાથે

    હે ભગવાન બોડી તો ના બનાવી શક્યા પણ, એન્ટીબોડી તો બનાવી દેજે. *** બધા 2021ની એવી રીતે રાહ જોઈ રહ્યા છે જાણે કે 31મી ડિસેમ્બરે 2020ના રોજ રાત્રે 12.00 વાગ્યે કોરોના આવીને કહેશે… ’અચ્છા, તો મેં ચલતા હું, દુઆઓ મેં યાદ રખના.’ *** લગ્ન પહેલાં કહ્યું હતું કે છોકરો પાઈલોટ છે, પછી ખબર પડી કે…