શાહનામાની સુંદરીઓ

જાલેજરની બાનુ રોદાબે

એવા વિચારમાં સામે પોતાના દરબારીઓની અને સેતારેશનાસોની એક મિજલસ બોલાવી અને તેઓની સલાહ લીધી. તેણે કહ્યું કે ‘આતશ અને પાણી જેવાં બે ગોહરોને હું સાથે મેળવું, તો તેનું પરિણામ કમબખ્તીમાં આવશે, કારણ કે ફરીદુન અને જોહાક વચ્ચેના લડાઈ જાણે કયામત સુધી ચાલશે. માટે સેતારાની ચાલ જોઈ મને સલાહ આપો.’

સેતારેશનાસોએ સેતારાની ચાલ જોઈ સામને ખુશીના સખુનો કહ્યા કે ‘રોદાબે અને જાલનું જોડું નામાંકિત નિવડશે અને તેઓથી જે ફરજંદ અવતરશે તે દુનિયામાં ઘણું નામ કાઢશે અને દુનિયામાંથી ઘણાં સંકટો ટાળશે. તે રૂમ અને હિંદુસ્તાન અને ઈરાનમાં કિર્તી મેળવશે.’ ત્યારે સામે જાલેજરના કાસદને આ પેગામ કહ્યો કે ‘જાલને કહે કે આવી પ્રકારની મહોબત ડહાપણભરી નહીં હતી પણ જ્યારે મેં તુંને વચન આપ્યું હતું ત્યારે તેથી હું પાછો ફરતો નથી. પણ હું હાલ તુરત શાહ મીનોચહેર આગળ જાઉં છું અને જોઉં કે તે પાદશાહ આ બાબતમાં શું ફરમાન આપે છે.’

પેલો કાસદ આ પેગામ લઈ ખુશ થતો જાલેજર આગળ ગયો તે જવાબ જાલે સાંભળી ખોદાતાલાના શુકરાના કીધા. તે રાતના ઉંઘાતો હતો નહીં અને દિવસના આશાએશ પામતો હતો નહીં તે નહીં શરાબ પીતો કે નહીં ખુશી ખુરમી કરતો. તેનું ધ્યાન રોદાબેમાં હતું અને તેણીનોજ વિચાર કરતો હતો.

હવે જાલેજર એક બાનુ જે તેની અને રોદાબે વચ્ચે પેગામ લઈ જતી હતી તેની પાસે રોદાબેને ખુશ પેગામ કહેવાડયો કે સામે સવારે તેઓના લગન માટે બહાલી આપી છે. આ ખુશ ખબર સાંભળી રોદાબેએ તે બાનુને રૂપાના સિકકાથી વધાવી લીધી અને તેણીની પાસે જાલેજર માટે પોષાક અને એક કિમતી વીટીની ભેટ મોકલી. હવે આ સઘળી બાબત રોદાબેએ હજુ પોતાની મા સીનેદોખ્તને કહી નહીં હતી. તેણી તે સઘળું જણાવવાની હતી, તેટલામાં પેલી બાંદી પોષાક અને વીટીની ભેટ લઈ બાહેર જતી સીનેદોખ્તે જોઈ તે બાંદીને અવારનવાર ગુપચુપ આવતી જતી તેણીએ કેટલી વાર જોઈ હતી. તે ઉપરથી આ વખતે તેણીની ઉપર સીનેદોખ્તને શક ગયો, અને આવજા કરવા માટે અને પેલા પોષાક અને વીટી વિગેરે માટે તેણીને અતિ ઘણી ધમકાવીને પૂછયું. તે બાંદીએ ઉડાવનારો ઘણોક જવાબ આપ્યો પણ સીનેદોખ્તની ખાતરી થઈ નહીં અને તેણીનું જુઠાણું પકડાઈ આવ્યું.

સીનેદોખ્ત રડતી આંખે પોતાની બેટીના ઓરડામાં ગઈ અને અંદરથી બારણું બંધ કરી ઘણાં દુ:ખી દિલે રોદાબેને કહ્યું, કે ‘તું કુટુંબનું સારૂં નામ બરબાદ કરવા બેઠી. માટે મને સઘળી ખરી વાત કહે, કે એ બાંદી કોણ છે? અને તું એની મારફતે કોણની ઉપર પોષાક અને વીટી ભેટ મોકલે છે? ‘રોદાબે પોતાની માતા આગળ ઘણી શર્મિન્દગી થઈ ગઈ અને આંખમાં આંસુ લાવી રડવા લાગી, અને પછી તેણીએ સઘળી ખરી હકીકત, અવલથી તે આખેર સુધી સામે બેઉનાં લગન માટે બહાલી આપી ત્યાં સુધી કહી. આ સઘળી હકીકત જાણી સીનેદોખ્ત પોતાનો ગુસ્સો ઘણીક હદે ભૂલી ગઈ, કારણ કે જો જાલેજર તેણીનો જમાઈ થાય, તો તે ઘણો નામાંકિત નર હતો, અને તેથી દલગીર થવાનું કારણ ન હતું. પણ એક વાતનો તેણીને ડર રહ્યો કે મીનોચહેરશાહ એ વાત જાણશે તો તે પસંદ કરશે નહીં અને કાબુલને તારાજ કરશે. એવી ચિંતામાં તે ઘણી ગમગીન દિલે બિછાને ગઈ.

(ક્રમશ)

Similar Posts

  • સુખી સંસાર!

    એટલે શીરીન તો બધુ કામ છોડીને દાનેશ આગલ દોડી આવી. ને દાનેશને પડેલો જોઈને ગભરાઈ ગઈ. હવે કરે શું? દીનશાહ તો ઓફીસે ગયા હતા પછી શીરીને હિંમત એકઠી કરીને દીનશાને ફોન કરીને ઓફીસેથી બોલાવ્યા. એટલે દીનશાજી પોતાની કારમાં જલ્દીથી ઘેરે આવી ગયા દાનેશને બેફામ પડેલો જોઈને હેબતાઈ ગયા. અરે પણ એ બન્યુ કેમ અરે પણ…

  • Your Moonsign Janam Rashi This Week –
    14 July, 2018 – 20 July, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. મંગળની દિનદશાના 10 દિવસ પસાર કરવાના બાકી છે તેથી ભાઈ બહેનની સાથે સંબંધ નહીં બગાડવા માંગતા હો તો તે લોકોની સાથે કાઈ જાતની દલીલ કરતા નહીં. બહારગામ જવાના પ્લાન બનાવતા નહીં. મનગમતી વ્યક્તિ સાથે નાની બાબતમાં ઝગડા થતા રહેશે. વધુ પડતી ચિંતા…

  • Dr. Zubin Sethna Joins WEF’s Expert Network

    Regent’s Professor, Dr. Zubin Sethna has joined the elite group of experts at the prestigious World Economic Forum (WEF), based in Switzerland. The WEF is an international NGO, founded in 1971, committed to improving the state of the world by engaging business, political, academic, and other leaders of society to shape global, regional, and industry agendas. The…

  • ‘જીયો પારસી’ તબકકા-બેની ઝુંબેશ જાહેરાતનો પ્રારંભ

     ‘જીયો પારસી’ ઝુંબેશ જાહેરાતનો અસરકારક રીતે પ્રથમ તબકકો પૂર્ણ થયો છે. ભારત સરકાર પારસી વસતી વધારા માટે 29મી જુલાઈ 2017ને દિને બીજો તબકકો શરૂ કરી રહી છે. જેનું ઉદ્ઘાટન લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર, અબ્બાસ નકવી દ્વારા કરવામાં આવશે. જાહેરાતનો બીજો તબકકો મડિસન વર્લ્ડના સામ બલસારા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. જેઓ કાઉન્સેલિંગ અને લોકોમાં જાગૃતતા…

  • બચાવ માટે બીપીપી!

    29મી માર્ચ, 2020 ના રોજ શરૂ કરાયેલ હેલ્પ લાઈન સ્થાપિત કરવાની બોમ્બે પારસી પંચાયતની સમયસર પહેલ, જે ચાલુ લોકડાઉન દરમિયાન સમુદાયના તમામ સભ્યોને જરૂરિયાત મુજબ મદદ કરશે તે હેતુથી, સામાન્ય રીતે, અને આપણાં વરિષ્ઠ લોકો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ છે. કોવિડ 19 રોગચાળો ફેલાવ અટકાવવા કરવામાં આવેલું વૈશ્વિક લોકડાઉન તે આપણા સમુદાયના સભ્યો…