સાલ-મુબારક અને જય હિન્દ!

વહાલા વાંચકો,

પારસી ટાઈમ્સની ટીમ વતી મને આપણા બમ્પર સ્પેશિયલ નવરોઝ અંક તમને વચન આપ્યા પ્રમાણે જેનો મુખ્ય વિષય પારસી સંસ્કૃતિ ઉજવી રહ્યો છે જેની સાથે ઘણું બધું આજે વાંચકો સામે પ્રસ્તુત કરતા ખૂબ આનંદ મળી રહ્યો છે. ‘બીયીંગ પારસી’ જે બધા સાથે પાછો જોડાવાનો સાર છે. પારસી સમુદાયમાં આ અંક ઐતિહાસિક રીતે યાદ રહી જાય તેમ છે કારણ સૌ પ્રથમવાર પારસી નવા વર્ષના સમયે પારસી સમુદાયને પારસી ટાઈમ્સ દ્વારા ભારતના આપણા વરિષ્ઠ નેતાઓ, મિનિસ્ટરો અને આપણા પોતાના નેશનલ કમિશન ફોર માઈનોરીટીના આપણા પારસી મેમ્બર અને ઉદવાડાના વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર દ્વારા શુભેચ્છાઓ અપાય છે. (વધુ માટે જુઓ પાનુ 2)

આપણી સંસ્કૃતિમાંજ છે કે આપણે ફકત આપણા સમુદાયને ગોૈરવ નથી અપાવતા પણ  કોઈપણ રાષ્ટ્રની ટોપીમાં સૌથી વધુ સુશોભિત પીછાંઓ તરીકે આપણે શોભી ઉઠીયે છીએ. 15મી ઓગસ્ટ 2017ના દિવસે આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવણીએ છે કારણ ભારતમાતાએ આપણો ઉછેર કરી આપણને મહાન બનાવ્યા છીએ. આપણે ભારત અને સ્વતંત્રતા બન્નેની અનિવાર્ય સુસંગતતાને સમજીએ છીએ. કદાચ પારસીઓનું અસ્તિત્વ આજે હયાત ન પણ હોત. સ્વાતંત્ર્યની આવશ્યકતા એટલા માટે પડી કે આપણે બળપૂર્વક વટલાવવું આપણામાં પરિવર્તન લાવવું કે તે અમલમાં મૂકવાના ભયથી જીવવું તે મુજબ આપણે ઈરાનથી ભાગી અને ભારતમાં આશ્રય માંગ્યા હતો. ભારતે આપણને અપનાવ્યું નહીં હોત તો આપણે ‘પારસી’ શીર્ષક કયારે પણ મેળવી શકયા નહોત.આપણને લોકો ‘ફારસીસ’ કહેતા હતા જે ‘ફારસ’ અથવા પર્શિયાથી આવ્યા હતા.

કેટલું સરસ જોડાણ છે. આપણે ભારતના સ્વંતત્રદિનની ઉજવણીના બે દિવસ પછીજ પારસી નવા વર્ષની ઉજવણી કરશું. પારસી નવા વર્ષના દિને પારસી ટાઈમ્સ પોતાના કમિટમેન્ટનું નવિનીકરણ કરે છે કે તે પારસી સમુદાયને નવા અને સાચા સમાચાર રજૂ કરશે તથા એકતા વસ્તીવધારો, ઉદ્યોગસાહસિકતા, યુવા સશક્તિકરણ, વરિષ્ટ નાગરિકોની સંભાળ અને સમાજિક સેવા સહિત તમામ સમુદાયને મહત્વપૂર્ણ પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે.

સાલ-મુબારક અને જય હિન્દ!

Similar Posts

  • Lessons Learnt In The Times Of Corona

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Veera is a published Author (‘Endured’ and ‘#LoveBitesLifeHacks’) and Columnist; a passionate Educator and Counsellor; Poet and Philosopher… but most of all, a lover of all things literary.  [/otw_shortcode_info_box] Sitting, waiting, while days rolled into weeks and gradually into months, we’ve all had time on our hands during this lockdown to understand…

  • The Zen Series: No Shoes

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Parsi Times presents our readers ‘The Zen Series’ by PT Columnist, Kashmira Shaw Raj – a professional Taichi and Qigong practitioner and teacher, as also a sought-after clinical psychologist and healer. If you’re looking to bring about a positive change in yourself, ‘The Zen Series’ will inspire, motivate and facilitate you in…

  • પત્ની એટલે પત્ની… કોઈની પણ હોય

    ગામમાં રાત્રે ડાયરાનો પ્રોગ્રામ હતો, બાપુને ખુબ ગમતો પણ પત્નીએ ના પાડી, ‘રાતે તમે મોડા આવો, હું ક્યાં સુધી જાગુ?’ અગિયાર વાગે પાછો આવી જઈશ કહીને બાપુ ગયા. ડાયરામાં મોજ પડી ગઈ ટાઈમનુ ભાનજ ના રહ્યુ, રાતે 1 વાગ્યે ઘડિયાળ પર નજર પડી બાપુના મોતિયા મરી ગયા, ચંપલ હાથમાં લઈને ઘર ભણી દોડતા જાય અને…

  • મદદ

    અંધારુ થઈ રહ્યું હતું. તાળું મારેલા લોખંડના પ્રવેશદ્વારની બહારથી કોઈક બૂમ પાડી રહ્યું હતું. અત્યારે કોણ આવ્યું હશે એમ વિચારતા મેં પ્રવેશદ્વાર ઉઘાડ્યો. સામે એક વૃદ્ધ ઉભો હતો. તેના ચોળાયેલા કપડાં અને મોં પરના થાકથી જણાઈ આવતું હતું કે તે લાંબી મુસાફરી ખેડી અહીં સુધી પહોંચ્યો હતો. આ યોગાનંદ સ્ટ્રીટ નું 8મું મકાન અને તમે…

  • Meherbai’s Week That Was

    Meherbai and Meherwanji were invited to a leading Fashion Show and arrived at the venue with great enthusiasm. However, once the show started, their enthusiasm was short-lived. This is what happened… Meherbai: Meherwanji, what are these girls wearing in the name of fashion? I have never seen more bizzare outfits in my life! One Chibavli Chakli is wearing…