શિરીન

‘શિરીન, તું જલ્દી તૈયાર થઈ જા, હું તુંને મોટરમાં લઈ જવશ.’

‘ઓ થેંકસ…થેંકસ ફિલ, તમારો ઉપકાર હું કદી નહીં ભુલી શકું.’

પછી ઝપાટામાં તૈયાર થઈ તે બન્ને જવાનો ઝરી જુહાકને જણાવી તે નવી કેડીલેકમાં વિદાય થઈ ગયા કે ખરાં અંતકરણથી શિરીન વોર્ડને તે મહાનામી બાપને અરજ કરી દીધી.

‘ઓ ખુદા, દયાળુ પિતા, હું પુગુ ત્યા વેર મારા પિતાને જીવાડજે.’

તે દુ:ખી બાળા પછી હીસ્ટેરીકલ બની ગઈ. પોતાની પાસે બેઠેલા તે જવાનની ખુદ હાજરી ભુલી જઈ તેણી પોતાનાં દીલ સાથેજ વાતો કરવા મંદી જઈ મોટે મોટે પુકારી ઉઠી.

‘પપ્પા, પણ કાય તમોએ આટલો વખત છુપાવ્યું હશે? કોઈ મોટા ડોકટરને બતાવી સારૂં ટ્રીટમેન્ટ લઈ શકતે. પણ પૈસા.. પૈસાને જ ખાતર તમોએ તમારા જીવની દરકાર પણ નહીં કીધી હશે. મારા ગરીબ પપ્પા, એક વખત કેટલા લખપતિ હતા ને ત્યારે હમોને સુખમાંજ રાખેલા, ને..ને આજે એવણ પોતા પાછળ કંઈ નહીં ખરચી શકયા. હું નાની સાત વરસની હતી ત્યારે મને ટાઈફોઈડ આવતા પપ્પા, તમોએ આખું ઘેર ડોકટરથી ભરી દીધેલું મને હજી યાદ છે ને પપ્પા, તમો આજે તમારી પાછળ એક ડોકટર નહીં બોલાવી શકયા.’

કમનસીબ તે બાળા રડીને બોલતી ગઈ કે અંતે વધુ નહીંજ સાંભળી શકવાથી ફિરોઝ ફ્રેઝરે તે ગાડીને બ્રેક મારી દઈ, પછી ફલાસકમાંથી કોફી એક કપમાં રેડી તેણીને ધીમે ધીમે સીપ કરાવતો ગયો કે અંતે શિરીન વોર્ડન કંઈક હુશિયારીમાં આવતી ગઈ.

‘ચાલ શિરીન, હવે મુંગી શાંત બેસીને મનમાં ભણ્યા કરજે.’

ફિરોઝ ફ્રેઝરે માયાથી જણાવી નાખ્યું કે તે દુ:ખી બાળા તેના કહ્યા મુજબ તે પાક કલામો પઢયા કીધી, કે તેણીને કંઈક હિંમત આવી તેણી શાંત બેસી રહી.

પછી સવારનું પહોર ફાટતાં તે ગાડી મદ્રાસ આવી પુગી કે શિરીન વોર્ડને છુટકારાનો એક દમ ભરી લીધો. તેણીને તે મુસાફરી દરમ્યાન એમજ લાગી આવ્યું કે તેનો છેડો કદી આવનાર હતોજ નહીં.

તે ગંજાવર હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં ગાડી આવતા ફિરોઝ ફ્રેઝરે તેને ઉભી રાખી કે તે બન્ને જવાનો અંદરથી કૂદી પડયા કે તે બાળાએ અજાયબી સાથ તેની સામે જોઈ લીધું.

‘હું બી પપ્પાની ખબર લેવા સાથે આવુંછ શિરીન..‘ઓ ફિલ, પપ્પા કેટલા…કેટલા હેપી થશે.’ પછી તે જવાનો લાંબા લાંબા વોર્ડો વટાવી, ખબર કાઢતાં કાઢતાં અંતે તે મેડીકલ વોર્ડ આગળ જઈ પુગાં કે આબાનજ બહાર વરન્ડા પર ઉભેલી જણાઈ આવી, કે શિરીને ઉશ્કેરાટથી પૂછી લીધું.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • શિરીન

    ‘ચાલ સ્વીટ હાર્ટ, હવે તારે માટે મે એક ગુડ ન્યુસ રાખીછ.’ ‘શું એ ફીલ?’ પોતાનો નિર્દોષ ચહેરો તે ધણી સામે ઉચકતાં તેણીએ ઉલટથી પૂછી લીધું. ‘તારા ભાઈને નેવીમાં નોકરી કરવા ગમતી હતી તે મેં બધો બંદોબસ્ત કરાવી આપી ત્યાં રખાવ્યો છે.’ ‘થેંકસ, થેંકસ ફિલ’ તે જવાનને વધુ જ વહાલથી વળગી પડતાં તેણીએ ખરા જીગરથી બોલી…

  • શિરીન

    ‘હલો શિરીન, શું મંમાની તબિયત પાછી બગડી આવી?’ ‘નહી ફિલ, પણ મારા પપ્પા એકદમ સીક થઈ ગયાછ.’ ને પછીથી ટુુંકમાં તે વિગત તેણીએ ધ્રુજતા સ્વરે જણાવી નાખી કે ફિરોઝ ફ્રેઝરે તેણીને સંભળાવી દીધું. ‘હું હમણાં ઘેરે આવુંછ પછી આપણે નકકી કરીએ.’ એમ કહી ફિરોઝ ફ્રેઝરે તે ફોન મૂકી દીધો કે શિરીન વોર્ડને પણ તે મેસેજ…

  • Jehan Begins 2021 F2 Season Clinching Second Position

    India’s racing star and the pride of our community, Jehan Daruvala began his 2021 FIA Formula 2 Championship campaign on a stellar note, clinching second place in race 1, during the Bahrain Grand Prix weekend, at the Bahrain International Circuit, over the weekend. He showed his mettle in the second race too, climbing from eleventh…

  • Vada Dasturji Kaikhashru Navroji Dasturji Meherjirana Passes Away

    On June 4th, 2019, the Parsi Community mourned the loss of our most pious, cherished and globally revered Dasturji of the Bhagarsath Anjuman, Vada Dasturji Kaikhashru Navroji Dasturji Meherjirana, the 17th Dastur Meherjirana. Born on 16th January, 1927, he passed away at 2:55 am, at D N Mehta Hospital in Navsari, Gujarat, after being hospitalized…