ડબ્લ્યુઝેડસીસી યુથ વિંગે ‘સ્પીડ નેટવર્કિંગ નાઈટ’ની ગોઠવણી કરી

ડબ્લ્યુઝેડસીસી (વર્લ્ડ જરથુસ્તી ચેમ્બર ઓફ કોમર્સ) યુથ વિંગે તા. 1લી સપ્ટેમ્બર 2017ને દિને ‘સ્પીડ નેટવર્કિંગ નાઈટ’નું આયોજન કર્યુ હતું. સમાન વિચારણસરણીવાલા વ્યવસાયિકો અને ઉદ્યોગ સાહસિકોને ભેગા કરીને નેટવર્કીંગ પ્લેટફોર્મ પૂરૂં પાડીને કારકિર્દીને ક્ષેત્રે આગળ વધી શકે તે ઉદ્ેશ્યથી આ કાર્યક્રમનું આયોજન થયું હતું. દક્ષિણ મુંબઈમાં યીયામાસ ખાતે 42 યુવાનો જેમની ઉંમર 18થી 35 વર્ષની વચ્ચે હતી તેમણે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમનો આશય હતો કે તેમની પહોંચ વિસ્તૃત થાય અને તેમને બહોળા પ્રમાણમાં સલાહકારો તથા સાહસિકો મળે જેનાથી માનવ-દળના વિશાળ ડેટાબેઝની રચના થઈ શકે. હોશંગ દ્વારા સંચાલિત ‘સોશિયલ બીંગો’ નામની રમત યુવાનોએ રમી હતી. આ રમતમાં તમે 10 મીનીટ બેસી તમારી ઓળખાણ સામેવાળાને તથા સામેવાળો તમને તેની ઓળખાણ આપે છે. તમારો તેની સાથે પરિચય થઈ બે નવા લોકો પોતાના સાહસોને વેગ આપે છે અને તેમનો વિચારવિમર્શ થવા પામે છે જે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય હતો.

Similar Posts

  • Dr. Farokh Master Bestowed ‘Pioneer Of Homeopathy’ Title

    Dr. Farokh Jamshed Master Ph.D. M.D. (Hom) was recently honoured with the title of ‘Pioneer Of Homeopathy in the 21st Century’ (Die Pioniere Der Homoopathie Im 21.jahrhundert), by the globally eminent German doctors and journalists – Dr. Heidi Brand and Dr. Anne Devillard. Dr. Farokh Master was one of the only twelve doctors from across…

  • Happy Birthday PT

    Today, Parsi Times steps into its seventh year of publication. Staring in a small way under its previous editor, Freyan Bhathena, the Weekly has become extremely popular under the present editor, Anahita Subedar. With meaningful editorials and a team of versatile writers, Parsi Times affords the most interesting reading for the community Saturday after Saturday:…

  • સોરાબનું સપનું!

    જૂના જમાનાની વાત છે તે દિવસે શનિવાર હતો. બે વાગ્યે જ નિશાળ છૂટવાની હતી. છતાં પણ નવસારીમાં રહેતા સોરાબને નિશાળે જવાનું મન નહોતું. તેનાં અનેક કારણ હતાં. એક તો તે દિવસ ભૂગોળની પરીક્ષા હતી અને બીજું ત્યાના મોદી કુટુંબમાં આજે આતશબાજી હતી. ત્યાં સવારથી જ દોડધામ હતી. સોરાબનું મન હતું કે ત્યાં જ તમાશો જોવામાં…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    13th March – 19th March, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. મોજશોખ આપનાર શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પુરી થઈને રહેશે. તમારા રોજબરોજના કામમાં ફાયદા મળતા રહેશે. તમે જે પણ કમાશો તેમાંથી મોજશોખમાં વધુ ખર્ચ થશે. ઘરનું વાતાવરણ ખુબ સારૂં રહેશે. નોકરી કરનારને પ્રમોશન મળવાના ચાન્સ છે. ગામ પરગામ જવાના…

  • ધર્મ એટલે શું?

    ધર્મ એટલે શું તે બાબેની તરેહવાર વ્યાખ્યાઓમાં આ વધારે શુધ્ધ વ્યાખ્યા છે કે ‘માણસે પોતા વચ્ચે અને અનંત જગત વચ્ચે અથવા તે જગતનાં મૂળ વચ્ચે સ્થાપેલો સંબંધ તે ધર્મ છેે. એવા સંબંધથી જીંદગીને જે રાહબરી મળે છે તે નીતિ. બીજા શબ્દોમાં કહીએ તો ધર્મ એટલે કે આપણ દરેક આદમી અનંત જગત સાથે અને તે અનંત…