જાલેજરની બાનુ રોદાબે

પેલી તરફ જ્યારે કાબુલના પાદશાહ મેહરાબને ખબર પાડી કે જાબુલસ્તાનનો પાદશાહ સામ, શાહ મીનોચહેરના હુકમથી લશ્કર લઈ કાબુલ ઉપર હુમલો લાવે છે. ત્યારે તે પોતાની રાણી સીનદોખ્ત ઉપર ઘણો ગુસ્સે થયો, અને કહ્યું કે ‘હવે તુંને અને રોદાબેને તેની આગળ લઈ જવી જોઈએ અને તેની હજુરમાં તમો બેઉને કતલ કરવી જોઈએ કે તેથી કાબુલ ઉપરનું વીઘન દૂર થાય.’

સીનેદોખ્તે પોતાના ખાવિંદ પાદશાહને ઠંડો પાડયો. તેણી એક ડાહી અને ચબરાક રાણી હતી, તેથી લાંબો વિચાર કરી તેણીએ કહ્યું કે ‘તું મને કેટલોક ખજાનો સામ માટે ભેટ આપ, કે હું પોતે તે લઈ તેની આગળ જાઉં અને તેને સમજાવું.’ મેહરાબે સામને ભેટ આપવા માટે ઘણોક ખજાનો અને ભેટ સોગાદ આપ્યા કે જે લઈ સીનદોખ્ત સોલેસિંગાર કરી સામની આગળ ગઈ. તેણી હાથી અને ઘોડા અને ગુલામો અને જરવાહીરની જે ભેટ સોગાદ લઈ ગઈ હતી તે ભેટ સોગાદની બે મેલ સુધી હાર લાગી હતી. જ્યારે આવી કિમતી અને મોટી ભેટ સોગાદ સાથે એક બાનુને સામેસવારે પોતા સન્મુખ જોઈ ત્યારે તે વિચારમાં પડયો કે ‘જો હું એ સઘળું કબૂલ રાખું છું, તો પાદશાહ  મીનોચહેર ગુસ્સે થશે. જો હું એના પાડું છું તો જાલેજર ગુસ્સે થશે.’ આ મુશ્કેલી ટાળવા તેને એ સઘળી ભેટ જાલને માટે હોય એમ ગણી તે જાલને નામે કબૂલ રાખી અને કહ્યું કે ‘એ સઘળું જાલના ખજાનચીને સોપો.’ પછી સામે સીનદોખ્તને પૂછયું કે તેણી કોણ બાનુ હતી? ત્યારે સીનદોખ્તે પોતાના જાનની સલામતી માટે કોલ માગ્યો અને સામે તે તેણીના હાથ ઉપર ઠોકી આપ્યો. ત્યારે તેણીએ પોતાને મેહરાબની રાણી તરીકે જાહેર કરીને અરજ કરી કે ‘જો કોઈ વાંક હોય તો મેહરાબનો કે અમારો છે. પણ તે માટે તું આંખા કાબુલને શા માટે પાયમાલ કરવા માગે છે?’ સામે સગળી હકીકત સાંભળી સીનદોખ્તને દિલાસો દીધો અને જાલ અને રોદાબેની શાદી માટે પોતે પસંદગી જણાવી જાલને શાહ આગળ મોકલ્યો હતો તેની વાત જણાવી, અને પોતે રોદાબેને જોવાની મરજી જણાવી. પછી તેણે ફરીથી સીનદોખ્તના હાથમાં હાથ આપી તેણીને કોલ આપ્યો કે કાબુલ માટે તેણીએ બેફીકર રહેવું. સીનદોખ્ત ખુશી થઈ શહેર ભણી પાછી ફરી.

હવે પેલી બાજુ જાલ મીનોચહેર પાદશાહ આગળ જઈ પહોંચ્યો અને બાપનું નામું કુરનેશ બજાવીને પાદશાહને આપ્યું. મીનોચહેરશાહે તે નામું વાંચ્યું અને કહ્યું કે ‘જો કે તે મારૂં દેલ ગમગીન કીધું છે, તોપણ સામનું આ દેલ જીતી લેનાર નામું વાંચી હું કબૂલ થાઉં છું અને તારી જે મરજી હશે તે પાર પાડીશ.’ પછી જાલને પોતા પાસે થોડો વખત રાખ્યો. પાદશાહના કહેવાથી તેના 6 કાબિલ દરબારીઓએ જાલને એક પછી એક ગુંચવાવનારા સવાલો યાને ઉખીયાણાંઓ પૂછયાં, જેના તેણે હુશિયારીથી જવાબો આપ્યા. પાદશાહ તેથી હેરત અને ખુશ થયો. પછી જાલે પાદશાહ હજુર પોતાનું જોર અને લડાઈનો હુન્નર દેખાડયો. તેથી પણ શાહ અને દરબારીઓ હેરત થયા. એ સઘળું જોઈ શાહે છેવટે સામના કાગળનો જવાબ આપ્યો અને તેમાં જણાવ્યું કે ‘મે જાલની ખાહેશ કબૂલ રાખી છે અને મારી બહાલી આપી છે.’ જાલ ખુશી થઈ પોતાના બાપ આગળ જવા નીકળ્યો. તેણે આગમચથી એક કાસદને બાપ આગળ મોકલી, પાદશાહે તેની માફી માટે બહાલી આપી હતી, તેની ખુશખબર કહેવડાવી. તે પેગામ સાંભળી બુઢ્ઢો સામ જાણે જવાન થયો અને તુરત મેહરાબ પાદશાહને ખુશ ખબર કહેવડાવી. મેહરાબને તે જાણી એટલી તો ખુશી ઉપજી કે જાણે તેથી મુએલો આદમી જીવતો થાય અને જઈફ હોય તે જવાન થાય. મેહરાબે તે ખબર સીનદોખ્તન કહી અને સીનદોખ્તે રોદાબેને કહી અને સઘળાંનાં દેલ ખુશી થયા અને મહેલમાં સઘળી શાદીની તૈયારી થવા માંડી.

(ક્રમશ)

Similar Posts

  • From the Editors Desk

    ‘TEN’darosti To Aapru PT! Dear Readers, Your favourite publication, aapru Parsi Times, is now ten years old!! And what a fabulous ten years it’s been… all thanks to the constant support, appreciation, encouragement, critique and guidance from YOU – our lovely readers! It is your patronship and faith in PT, which has hoisted our popularity…

  • Caption This – 19th June

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 23rd June 2021. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • Masina Hospital’s Burns Unit Celebrates 25 Years!

    The Board of Trustees of Masina Hospital and the Office Bearers of the Eric Kharas Burns Research Unit celebrated the Silver Jubilee of the Burns Unit at the Godrej Masina Hospital Centenary Hall on 7th May, 2017. Inaugurated by JRD Tata on 3rd May, 1992, the Burns Unit was first conceptualized and commenced by surgeon…

  • Salsette Parsi Colony Holds Clean-Up Drive

    A Clean-Up Drive was organised by a few enthusiastic residents of Salsette Parsi Colony, on 17th October, 2021. Salsette Welfare Association (SWA) members and volunteers, across age groups, picked up different kinds of waste from various parts of the colony, in keeping with the devastating impact of plastic on the environment and the government’s initiatives…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    11 June – 17 June 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા બે અઠવાડિયા ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. થોડા વધુ કલાક કામ કરીને અગત્યના કામ પુરા કરી શકશો. તમારા કામ કરવા માટે મિત્રોનો સાથ સહકાર મળી રહેશે. નાણાકીય ચિંતા ઓછી થતી જશે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી લેજો. દરરોજ 34મુ નામ…

  • હોમાજીની બાજ

    આજે ગોવાદ રોજ અને દએ મહિનો તા. ૪થી જૂન ૨૦૧૬ છે અને આજનો દિવસ હોમા જમશેદ ઝાહિયાની પવિત્ર અને પુણ્યશાળી મૃત્યુ વર્ષગાંઠને ‘હોમાજીની બાજ’ તરીકે ઉજવવામાં આવે છે. જે લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવે તે આશ્રયદાતા હોમાજીને સંત તરીકે માનતા હતા. આફ્રિનગાન પ્રાર્થનાઓમાં બેહદીન હોમા બેહદીન જમશેદ જેવા પવિત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ  કરવામાં આવે…