ફટફટ ફટાકડા ફૂટે!!

આજથી 82 વર્ષ પૂર્વે જ્યારે હું દસ વર્ષનો હતો ત્યારે મારા બાવા ફટાકડા ફોડવાના સખત વિરોધી હતા. અમારા ઘરમાં ફટાકડા તો શું નાની અમસ્તી ફટાકડીને પણ પ્રવેશ કરવા દેતા નહી અને કહેતા કે આપણા ધર્મની વિરૂધ્ધ છે. ફટાકડા ફોડાવાથી પવિત્ર આતશ પર ‘આજાર’ પડે છે, આજાર ફારસી શબ્દ છે અને તેનો અર્થ આફત, મુસીબત થાય છે. દિવાળીના દિવસમાં ઘર ઘર દીવા થાય, ફટાકડા ફટફટ ફૂટે બાળક મનમાં બહુ હરખાય, મારા ખ્યાલ મુજબ હરખાયને બદલે ગભરાય શબ્દ હોવો જોઈએ. ફટાકડા ફોડવાથી તેમાંથી ગંધક, ફોસફરસ જેવા હાનિકારક પદાર્થો નીકળી આસપાસના વાતાવરણને પ્રદુષિત કરે છે જ્યારે આતશ પાદશાહ પર સુખડ, લોબાન મૂકવાથી વાતાવરણ શુધ્ધ બને છે. ફટાકડામાંથી નીકલતા પદાર્થો જમીન પર ફેલાઈ નુકસાન કરે છે. ફટાકડા માત્ર માનવી માટેજ નહી પણ પશુપંખીઓ માટે પણ ત્રાસરૂપ છે. અમારા સુરત શહેરમાં એક વરઘોડાની આગળ થોડે અંતરે કેટલાક ઉત્સાહીઓએ ફટાકડાની મોટી લૂમ ફોડી. ઘોડા પર બેઠેલા વરરાજાનો ઘોડો ચમકીને આગલા બે પગ ઉંચા કરી પાછલા બે પગ પર ઉભો થઈ ગયો અને વરરાજાની હાલત જોવાજેવી હતી.

લગ્નમાં નહીં પણ કોઈ ચૂંટણીમાં જીતે ત્યારે પણ તેના અકકલમઠા અનુયાયીઓ ફટાકડા ફોડી અકકલનું પ્રદર્શન કરે છે. ફટાકડા પાછળ પૈસા ખર્ચવાને બદલે શું મીઠાઈથી મોઢું મીઠું નહીં કરાવી શકાય? આપણે આતશ પરેશ્તોએ ફટાકડાથી સો ગાઉ દૂર રહેવું જોઈએ. પાક પરવરદેગાર સહુને સદબુધ્ધિ આપે એજ દુવા.

Similar Posts

  • Letters To The Editor

    Re: Udvada Gets A Facelift As reported in Parsi Times dated 17th February 2018, it has indeed taken an unfortunate tragedy to give Udvada Station a facelift and increase the height of the existing platforms.  While State-of-the Art amenities are most welcome at this “Pilgrimage-Destination Station”, crossing the Foot-Over-Bridge upon arrival / departure, is an…

  • ખજૂરની ઘારી

    સામગ્રી: ૫૦૦ ગ્રામ ખજૂર, ૨૦૦ ગ્રામ ખાંડ, ૨૫૦ ગ્રામ માવો, ૫૦ ગ્રામ નાળિયેરનું ખમણ, અખરોટનો ભૂકો ૧ ટેબલ સ્પૂન, ચારોળી, ૧ ટેબલ સ્પૂન મેંદો, ૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ, ૧૦૦ ગ્રામ ઘી, રોઝ એસેસન્સ, દૂધ. રીત: સૌ પ્રથમ ખજૂરનાં ઠળિયાં કાઢી, બારીક કટકા કરવા એક વાસણમાં ઘી મૂકી, ગરમ થાય એટલે ખજૂરના કટકા નાંખવા. લોચો થઈ…

  • કોવિડ-19 દરમ્યાન ઝેડટીએફઆઈ રાહત પૂરી પાડે છે

    મુંબઈ શહેરમાં હાલનું લોકડાઉન, જે ઝડપથી ફેલાતા કોરોનાવાયરસ રોગચાળા માટે લાવવામાં આવ્યું છે, આપણા સમુદાયના વંચિત લોકો માટે ઝેડટીએફઆઈ (ભારતના ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ્સ) દ્વારા પૂરૂં પાડવામાં આવતું માસિક રાશન અને આર્થિક સહાય કરવાનું અશક્ય બન્યું છે. હમદીનોની તકલીફોને સરળ બનાવવા માટે સમર્પિત સમુદાયની અગ્રણી બિન-લાભકારી સંસ્થાઓમાંની એક તરીકે, ઝેડટીએફઆઈ હવે એક દાયકાથી સમુદાયના સભ્યોને તેમની…