નૂતનવર્ષનો નવલો સંકલ્પ અંતરના કોડિયામાં દીવડાં પ્રગટાવીએ

આઝાદી પ્રાપ્તિના આટલા વર્ષો બાદ પણ આપણાં ભારત દેશની અનેક અપેક્ષાઓ પરિપૂર્ણ થઈ શકી નથી. અનેક આકાંક્ષા ફળિભૂત થઈ નથી. સ્વતંત્રતાના મીઠાફળ હજી રાષ્ટ્રના છેવાડાના માનવી સુધી પહોંચ્યા નથી. ભારત દેશમાંથી ગરીબી ઓછી થઈ નથી. બેકારી નાબુદ થઈ શકી નથી. વસ્તીવિસ્ફોટ અને નિરક્ષરતામાંથી મુકત થવા માટે દેશને હજુ અનેકવિધિ અંધારા ઉલેચવા પડશે. ગરીબીમાંથી બહાર આવવા ભગીરથ પ્રયત્નો આદરવા પડશે. સમાજના યુવાધનને વેડફાતું અટકાવવું પડશે. ભારતના ભાવિનાગરિકો એવા યુવાવર્ગને યોગ્ય દિશાસૂચન કરવું પડશે, ત્યારે જ દેશની આબાદી અને આઝાદી યથાર્થ થશે.

આજે મોંઘવારીનો કાલિયનાગ અત્ર-તત્ર-સર્વત્ર ફૂંફાડા મારે છે, તો વળી આતંકવાદ જનજીવનનો પીછો છોડતો નથી.

વર્ષોવરસ દીપોત્સવનો ઉમંગ પ્રજામાં ઝાંખો પડતો જાય છે. દિવાળીનો આનંદ આછો બનતો જાય છે. સમાજજીવન અને જાહેરજીવનના મૂલ્યો નાશ થઈ રહ્યા છે.  એકતા, સ્વાધીનતા, સહકાર અને શક્તિરૂપી, સમાજજીવનના રથના ચાર ચક્રોગતિશીલ રહે અને ભારત રાષ્ટ્રવિશ્ર્વ માટે દીવાદાંડીરૂપ બને એવી અપેક્ષા રાખીએ.

આવનારા વર્ષો સમાજ માટે ઉજ્જવળ થશે ત્યારે જ રાષ્ટ્રનું જનજીવન સમુજ્જવળ બનશે. ત્યારે જ મેરા ભારત મહાન કે આઈ લવ માઈ ઈન્ડિયા જેવા સૂત્રો સાર્થક થશે.

દીવાળીના આ આનંદ-ઉલ્લાસ અને પ્રકાશના પર્વને સાચા અર્થમાં જાણીએ તથા માણીએ સૌના અંતરને અજવાળીએ.

નવા વર્ષનો સુર્યોદય સૌ માટે પરિવર્તનની છડી પોકારતો તથા પ્રકાશનો પૂંજ પાથરતો બહુજન હિતાય અને બહુજન સુખાયનો મંગળ સંદેશ લઈને આવે તેની ભદ્રભાવના વ્યકત કરીએ. રાષ્ટ્રની આબાદી એ મારી આબાદી, રાષ્ટ્રનું કલ્યાણ એ મારૂં કલ્યાણ એની ભાવના સૌ ભારતવાસીઓમાં સાકાર થશે, ત્યારે ભારત રાષ્ટ્ર સાચા અર્થમાં કલ્યાણ રાજ્ય બનશે. સૌને નૂતનવર્ષાભિનંદન

Similar Posts

  • કેમ 15મી ઓગસ્ટે જ આઝાદ થયો આપણો ભારત દેશ?

    1947ની 15મી ઓગસ્ટે ભારત દેશ બ્રિટિશરોની ઘૂસણખોરીમાંથી આઝાદ થયો હતો. પ્લાસીના યુદ્ધ બાદ 190 વર્ષો સુધી બ્રિટિશરોએ ભારત પર રાજ કર્યું હતું. 15મી ઓગસ્ટે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારતનો ઉદય થયો હતો. જાણીતા લેખક લેરી કોલીન્સ અને ડોમિનિક લેપીયરના પ્રસિદ્ધ પુસ્તક ફ્રિડમ એટ મીડનાઈટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ લેખકોએ બ્રિટિશ શાસનના છેલ્લા…

  • XYZ Groups Organise A Beach Clean Up

    As a collaboration activity, members of XYZ’s Behram’s Battalion and Cyrus’ Superstars, along with the NGO – ‘Beach Warriors’, conducted a beach clean-up drive, on 3rd December, 2022, at Juhu Beach. Twenty-two XYZ members, seniors and volunteers were part of this collaboration, and alongside the NGO, in about 2 hours, cleaned up an almost 2 km…

  • SPORTS ROUNDUP – 14th April 2018

    CRICKET Sunrisers Hyderabad Win Thrilling Encounter Against Mumbai Indians Deepak Hooda’s magnificent batting effort of 32 in 25 balls coupled with a power packed bowling performance from Rashid Khan (1-13), Sandeep Sharma (2-25) and Siddharth Kaul (2-29) helped Sunrisers Hyderabad win an exciting last ball finish by one wicket against Mumbai Indians. Batting first, Mumbai…

  • Bringing Home Hammer!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Through Canine Behaviourist and Specialist, Shirin Merchant, Hammer’s parents relate their story on how Hammer changed their lives…[/otw_shortcode_info_box] “Mom, Dad! Let’s get a dog?” “No!” 25 years down the line… “Let’s get a dog, dear hubby?” “No!” Twelve more years have passed and I’ve heard one too many “No’s” in my life. So…

  • |

    લગન મા વઘન

    પેન્ટ અપ ટૂર, ક્રોસ એન્ડ કવિન્સ, થોમસ કૂક એમ કેટલાય ટૂર ઓપરેટરોએ ચાયનાના પ્રવાસની જાહેરાત કરી હતી અને અહીં આપણી બાલારામ સ્ટ્રીટના બાંબોટ હાઉસમાં ઘણીજ ઉથલપાથલ થઈ રહી હતી અને એનું કારણ હતું આપણો ૫૧ વરસનો કાચો કુંવારો દાદીબા જે ચાયનાનો પ્રવાસ કરવા માગતો હતો. મિસસી બાનુ બાંબોટ દાદીબાના માયજી જેને બાનુ બતક કહેવામાં વધારે…

  • તંત્રીની કલમે

    તમારા એડિટર તરીકે છેલ્લા છ મહિના ખરેખર એક અદભુત મુસાફરી રહી છે, આ સમયગાળામાં, મને આપણા દીન, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ અને સૌથી મહત્વની બાબત એટલે, આપણા લોકો વિશે વિસ્તૃત અને ઊંડાણપૂર્વકની જાણકારી મળી છે અને આ વાત ધ્યાનમાં રાખીને પારસી ટાઈમ્સની ટીમે અમારા બમ્પર સ્પેશિયલ ન્યૂ યર ઈશ્યુની આ વખતની થીમ રાખી છે પારસીપણું….