સુખી થવું હોય તો બીજાની મરજીથી જીવતા શીખો!

22મી ઓકટોબર સાસુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સાસુ અને વહુના ઝગડા દુનિયામાં બધેજ જોવા મલે છે. બન્નેને કેટલું પણ સમજાવવામાં આવે પણ બન્નેમાં કયારે પણ સુલેહ થતી નથી. એના આધારે અહીં એક વાર્તા રજૂ કરીએ છીએ આશા છે કે વાંચકોને ગમે.

એક યુવતી પરણીને સાસરીએ આવી. સસરા તો પહેલેથી જ સ્વર્ગે સીધાવેલા એટલે સાસુમાંને સાચવવાની જવાબદારી આ નવી પરણીને આવેલી વહુની જ હતી. સાસુને વાત વાતમાં ટોક ટોક કરવાની ટેવ હતી. જે છોકરી પરણીને આવેલી એને કોઇ ટક ટક કરે એ બીલકુલ પસંદ નહોતું. સાસુની સતત ટક ટકથી વહુ થોડા જ મહીનામાં કંટાળી ગઇ.

છોકરી થોડા દિવસ એમના પિયરમાં રોકાવા માટે આવી. મમ્મીએ દિકરીનો ચહેરો જોઇને જ અંદાજ લગાવી લીધો કે એને સાસરીયામાં કંઇક તકલીફ છે એટલે એમણે દિકરીને એકાંતમાં બોલાવીને જે હોય એ પેટ છુટી વાત કરવા માટે કહ્યુ. દિકરીએ બધી જ વાત કરી અને પછી કહ્યુ,  મમ્મી મને તો ઘણીવાર એવું થાય છે કે મારી સાસુને મારી નાંખુ નહીતર હું મરી જઇશ. મમ્મીએ દિકરીને સમજાવતા કહ્યુ,  બેટા, જો તું આવુ કરીશ તો તારે જીંદગી જેલમાં વિતાવવનો વારો આવશે. હું તને એક એવો ઉપાય બતાવું કે તારી સાસુ મરી જાય અને તારા પર કોઇ આક્ષેપ પણ ન કરે. છોકરીએ કહ્યુ,  ‘મમ્મી મને જલદી એ ઉપાય જણાવ.’

મમ્મીએ દિકરીને હળવા અવાજે કહ્યુ,  હું તને એક દવા આપીશ. એ ધીમુ ઝેર છે. રોજ થોડું થોડું તારા સાસુના ભોજનમાં નાંખજે એટલે છ મહીના પછી એની અસરથી તારી સાસુ મરી જાશે અને કોઇને તારા પર શંકા પણ નહી જાય. બીજા દિવસે માએ દિકરીને એક દવા આપી. દિકરી રાજીની રેડ થઇ ગઇ કે છ માસમાં મારી બધી જ સમસ્યા ઉકેલાઇ જશે.

દિકરી સાસરે જવા વિદાઇ થઇ ત્યારે માએ એને કહ્યુ,  બેટા, તારે એક ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે કે આ છ માસ દરમ્યાન તું એક આદર્શ વહુ બનીને રહેજે. તારી સાસુ જે કંઇ ટક ટક કરે એ બધુ સાંભળી લે જે એની સામે ક્યારેય ન બોલતી જેથી બધાને એવું લાગે કે તારી સાસુના મોતમાં તારો કોઇ હાથ નથી. આમ પણ તારે આ નાટક માત્ર છ માસ જ કરવાનું છે. બીજા દિવસથી વહુ સાવ બદલાઇ ગઇ. વાત વાતમાં સાસુની સામે થઇ જતી એના બદલે સાસુની ખુબ સેવા કરવા લાગી. સાસુ ગમે તેવુ ખરાબ બોલે તો પણ તે પ્રેમથી સાંભળી લે અને સાસુને હસી હસીને જવાબ આપે.

વહુના બદલાવની અસર સાસુ પર પણ થવા લાગી. સાસુને વહુ હવે ગમવા લાગી. વહુને વઢવાને બદલે આડોશ પાડોશમાં વહુના વખાણ કરવાનું ચાલુ કર્યુ. ટક ટક કરવાનું તો સાવ બંધ જ કરી દીધુ. વહુને સાસુનો આ બદલાવ બહુ ગમ્યો. જે સાસુને એ નફરત કરતી હતી એ સાસુ હવે એને વહાલી લાગવા માંડી. મમ્મીએ આપેલી દવાથી સાસુ હવે થોડા મહિનામાં મરી જશે એ વિચારથી એ ધુજી ઉઠી. પિયર જઇને મમ્મીને કહ્યુ,  મમ્મી, મારી સાસુ સાવ બદલાઇ ગઇ છે. મને ખુબ પ્રેમ કરે છે. હવે એ ખુબ લાંબું જીવે એવુ હું ઇચ્છું છું. મને કોઇ એવી દવા બતાવ જે આ ઝેરને બીન અસરકારક કરી દે.

મમ્મીએ હસતા હસતા કહ્યુ,  બેટા, હું તારી માં છું અને તારા ઉજવળભાવીનો હંમેશા વિચાર કરુ છું મે તને ઝેરી દવા આપી જ નહોતી એ તો માત્ર શક્તિવર્ધક પાઉડર હતો. મને ખબર જ હતી કે જો તું તારી જાતને બદલીશ તો તારી સાસુ પણ આપોઆપ બદલાઇ જશે.

મિત્રો, આપણે કોઇને બદલવા માંગતા હોઇએ તો સૌ પ્રથમ આપણે પોતે બદલાવું પડે. બીજા લોકો તમારી મરજી મુજબ જીવે એવું તમે ઇચ્છતા હોય તો તમારે પ્રથમ બીજાની મરજી મુજબ જીવતા શીખવું પડે.

Similar Posts

  • From the Editor’s Desk

    Dear Readers, Sorrow, Gratitude, Service We step into the weekend as a nation in mourning, as India grieves the heinous loss of her brave soldiers in one of the deadliest terror attacks, since the start of the insurgency three decades ago, that took place in Pulwama (Kashmir) on 14th February. An explosives-laden vehicle driven by…

  • Er. Varzavand Dadachanji Completes Martab Ceremony

    12-year-old Er. Varzavand Hormuz Dadachanji completed his Martab on 6th November, 2019, (Roj Govad, Mah Khordad), under the wise guidance of Er. Aspandiar Dadachandji (his grandfather) and Er. Darayus Bajan, with the blessings and in remembrance of Late Er. Rustomji Cawasji Dadachandji (his great grandfather) at the Vatcha Gandhi Agiary (Hughes Road, Mumbai). The son…

  • CCTV Cameras At Doongerwadi

    Doongerwadi has witnessed many burglaries over the years, as also complaints of anti-social elements misusing the Doongerwadi premises. Unauthorised outsiders coming and parking their cars was another issue needed to be addressed. In keeping with constant appeals by community members to install cameras, Anahita Yazdi Desai approached Soonu Buhariwalla offices for donation, which the generous…

  • મારા બપયજી

    એક દિવસની વાત છે અમારા બપયજી રસ્તા ઉપર બોલતા બોલતા જઈ રહ્યા હતા કે મારી વહુ પાગલ થઈ ગઈ છે ઉંમર મારી વધી ગઈ છે અને તે પોતે દરરોજ દુધી, મગની દાળ વગેરે વગેરે અમને ખવડાવે છે આ બધું રોજ કોને ભાવે? આજે તો ગમે તે થાય હું મારી પસંદની શાકભાજી લઈને જ રહીશ. પાલક…

  • Kudos Kaazvin For Double Degrees!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] ‘PT Bright Spark’ is Parsi Times’ endeavour to promote and encourage our youth in their enterprises and efforts towards achieving greatness, by sharing inspirational achievements and journeys of their peers who are well on their way to becoming the Youth Icons of our community! In this issue, PT presents our dynamic Bright…

  • દાદર અથોરનાન સંસ્થાએ વાર્ષિક દિવસની ઉજવણી કરી

    દાદર અથોરનાન ઇન્સ્ટિટ્યૂટ (ડીએઆઈ) એ કોવિડને કારણે ત્રણ વર્ષ પછી 17મી ડિસેમ્બર, 2022ના રોજ તેના મંચેરજી જોશી હોલમાં તેનો વાર્ષિક દિવસ ઉજવ્યો. અથોરનાન મંડળના પ્રમુખ દસ્તુરજી ખુરશેદ દસ્તુરની અધ્યક્ષતામાં મુખ્ય મહેમાન તરીકે જાણીતા તબીબ ડો. બહેરામ જે. બુનશાહ, તેમની પત્ની દીનમહેર, દીકરી ઝેનોબિયા અને ગ્રેન્ડ ડોટર ઝો સાથે હાજર હતા સાથે બીપીપીના ચેરપર્સન આરમઈતી તિરંદાઝ,…