સુરત સી.ટી. હાફ મેરોથન-17 રનીંગમાં સુરતની પારસી ઝોરાસ્ટ્રિયન કલબના ત્રણ યુવાનો યઝદી, રયોમંદ, યઝદ ઝળકયા

તા. 15-10-2017 સુરત ખાતે હાફ મેરોથન-17ની રનીંગ સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં સુરતની ઝોરાસ્ટ્રિયન કલબના ત્રણ યુવાન પારસી ભાઈઓએ ભાગ લીધો હતો.

1) યઝદી નોશીરવાન ડપોરાવાલા એ 21 કિ.મી.માં ભાગ લઈને 2 કલાક 30 મીનીટમાં પુરી કરી હતી.

2) આ મેરોથન-17માં સૌથી નાનો પારસી યુવાન ધોરણ 8માં સેન્ટ ઝેવિયર્સ સ્કુલમાં અભ્યાસ કરતો રયોમંદ ઝરીર વેદ 10 કિ.મી.માં ભાગ લઈને 1 કલાક 24મીનીટમાં સફળ રીતે પૂરી કરી હતી.

3) યઝદ પરવેઝ વરીયાવાએ પણ 10 કિ.મી.નું અંતર 1 કલાક 12 મીનીટમાં પૂરૂં કર્યુ હતું.

આ સી.ટી. હાફ મેરોથન-17માં સુરતના ત્રણ પારસી ભાઈઓ યઝદી, રયોમંદ, યઝદ ને સફળ રીતે પૂરી કરવા બદલ મેડલ આપવામાં આવ્યા હતા. ઉપરની સિધ્ધી બદલ ઝોરાસ્ટ્રિયન કલબના પ્રમુખ તેમજ સુરત પારસી પંચાયતના ટ્રસ્ટી સાહેબો અને ત્રણના માતા-પિતાએ તેમજ સુરત પારસી સમાજ યઝદી, રયોમંદ, યઝદ ને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *