ભરૂચા બાગમાં ભવ્ય સમારંભ

તા. 4થી નવેમ્બર 2017ને દિને બીપીપીએ સર શાપુરજી ભરૂચાબાગ ટ્રસ્ટ ડીડ સાઈન કરી 70 વર્ષ પૂરા કર્યા તથા ભરૂચાબાગ મલ્ટી સ્ટોર બિલ્ડિંગે પણ 25 વર્ષ પૂરા કર્યા તે માટે ભરૂચા બાગ રેસિડેન્ટસન વેલફેર એસોસિએશનએ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યુ. જશનની પવિત્ર ક્રિયા સાંજે 4.30 કલાકે એરવદ અરઝીન કટીલા, એરવદ પિરોજશાહ સિધવા, એરવદ પૌરૂષ પંથકી અને એરવદ હુશરવ સુખીયા દ્વારા કરવામાં આવી હતી. હુતોક્ષી આઈબારાએ બધાનું સ્વાગત કર્યુ. સમિતિના સભ્ય, બહાદુર અવારીએ મુખ્ય મહેમાનો, હોમાય દારૂવાલા, યઝદી દેસાઈ, અનાહિતા દેસાઈ, કેરસી રાંદેરિયા, વિરાફ મહેતા, અરનવાઝ મિસ્ત્રી, વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર અને તેમના ધણીયાણી હવોવી દસ્તુર, એમએલએ અમીત સાટમ અને કોર્પોરેટર મીસીસ પટેલનું સ્વાગત કર્યુ હતું. લગભગ 700 લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એક ભપકાદાર રાત્રીના ભોજનબાદ કાર્યક્રમ સમાપ્ત થયો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *