આ પપ્પા એટલે?

પપ્પા એટલે ખાલી એક નામ?

પપ્પા એટલે ખાલી એક દેખાવ જ?

પપ્પા એટલે ખાલી એક પદ?

પપ્પા એટલે ખાલી બાયોડેટામાં

નામની પાછળ લાગતુ અસ્તિત્વ?

‘ના’. પપ્પા એટલે પરમેશ્ર્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેકટિકલ પ્રેરણાદાઇ પુસ્તક…

આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણામાંથી ઘણા પુરાણો વાંચવાની અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને નથી વાંચી શકતા…

આ પપ્પા નામે પ્રોફાઇલને ક્રેડિટ સાથે બહુ લેવાદેવા નહી.. મા ને ઇશ્ર્વર માની લેનાર સમાજ પપ્પાને પપ્પા જ સમજે..

કારણકે આ પપ્પાએ કોઇ દિવસ પોતાની જાતને ઇશ્ર્વરની કેટેગરી માટે નોમીનેટ કર્યો જ નથી.

‘ખબરદાર જો આમ કર્યુ છે તો… આવવા દે તારા પપ્પાને.. બધ્ધું જ કહી દઇશ.’ આવા વાક્યો દરેક મા એ કયારેક ને કયારેક પોતાના બાળકને નાનપણમાં કહ્યાં જ હશે..

અને ન છૂટકે પણ પેલો ઓફિસમાં ફેમીલી માટે કમાતો બાપ બાળકનો અજાણ્યો દુશ્મન બની જાય છે. અને અજાણતા જ સંતાનો સાથેનું આ છેટું ઘણું લાંબુ ચાલે છે.

ઘણા કિસ્સાઓમાં તો બાપની ખરી કિંમત સમજાય છે ત્યા સુધીમાં બાપ ખીલ્લી પર ટાંગેલ ફોટો બની ગયો હોય છે.

બાકી પપ્પા તો એવા પરમેશ્ર્વર છે જેને પામવા વ્રત, ઉપવાસ કે અઘરા શ્ર્લોકના ગાન કરવા નથી પડતા… આપણી તકલીફમાં આપણા ખભાને ટેકો દેવા એ જીવતો દેવ હાજરા હજૂર જ હોય છે.

ડો. નિમિત્ત ઓઝાએ લખેલ લેખમાં એક સરસ વાત યાદ આવે છે કે ઘરની બહાર નીકળતા ખાડો આવે ને પડી જવાય તો ‘ઓ મા’ બોલાય છે પણ અજાણ્યા જ રસ્તો ક્રોસ કરતા ટ્રક છેક પાસે આવી જાય ત્યારે તો મ્હોંમાંથી ‘ઓ બાપ રે’ જ સરી પડે છે.. જે એ વાતની સાબીતી છે કે નાની નાની તકલીફોમાં મા યાદ આવે … પણ જીવનની અઘરી અને મોટી તકલીફોમાં તો બાપ જ યાદ આવે છે.

પપ્પા નામના પરમ મિત્રને ઓળખવાની કળા મોટા ભાગે યુવાનીમાં કેળવાતી જ નથી બાકી એ વાત ખરી કે આ ઉંમરમાં પપ્પા ભણાવા કરતા ગણાવે છે વધુ.

કોઇ બાપ પાર્ટ ટાઇમ નોકરી કરતો હશે પણ પિતૃત્વ તો ફુલ ટાઇમ જ કરતો હશે.. કારણકે ખેતરમાં હળ ચલાવતો કે પછી ઓફિસમાં ઓવર ટાઇમ કરતો બાપ આખરે તો દિકરા કે દિકરીને સઘળી સવલતો આપવા જ સજ્જ થતો

હોય છે.

આપણી યુવાનીમાં કરેલી ભૂલોથી ટાયર્ડ થઇ જતો બાપ ચીડાઇ ને પિતૃત્વથી રીટાયર્ડ નથી થઇ જતો.. એને પળે પળ આપણને કશું એટલા માટે શીખવાડવું છે કારણકે જીવનમાં જયાં જયાં એણે પીછે હટ ભરી છે ત્યાં ત્યાં આપણે ન ભરી દઇએ..

બુદ્ધિનું બજેટ ખોરવ્યા વિના આપણી બાહોશતા અકબંધ રહે તેવા પ્રયત્નો એ સતત કરતો રહે છે.. આ કારણોસર એ મોટા ભાગે કડક વલણ અપનાવે અને એટલેજ એ છપ્પનની છાતીમાં રહેલું લીસ્સુ માખણ આપણને મોટાભાગે ઓળખાતુ નથી.

આ પપ્પા એટલે 9 વાગે ટીવી બંધ કરીને જબરદસ્તી ભણવા બેસવાનો ઓર્ડર નહી પણ ભણતરની કિંમત સમજાવતુ એક સુવાક્ય..

આ પપ્પા એટલે રાત્રે જયાં સુધી ઘરે ન આવીયે ત્યાં સુધી સતત ચાલતો હિંચકાનો કિચુડ કિચુડ અવાજ ..

આ પપ્પા એટલે મમ્મી કરતાં પણ વધુ વ્હાલની ઉપર પહેરેલું કડકાઇનું મ્હોરુ..

આ પપ્પા એટલે એકવાર ખાઇ લીધા પછી મમ્મીથી સંતાડીને બીજી વાર અપાતી ચોકલેટ..

આ પપ્પા એટલે એવી પર્સનાલીટી જે ફેશન ન કરતી હોવા છતાંય આપણા સ્ટાઇલ આઇકોન બની જાય..

આ પપ્પા એટલે આપણને કદી યે પડી ન જવા દેતો સાઇકલની સીટની પાછળથી પકડેલો મજબુત હાથ…

આખરે પપ્પા એટલે પપ્પા

બસ આમ જુવો તો કશું જ નહી,

અને આમ જુવો તો બધ્ધું જ…

હજીયે સમય છે..જો પપ્પા નામનું લાગણીનું સરનામું જીવંત બનીને ઘરમાં પોતાની મીઠાશ ફેલાવતું હોય તો આ લેખ પુરો કરીને એને જઇને એક વાર કોઇજ કારણ વગર ભેટી પડજો….

એ પપ્પા નામના પુસ્તકમાં એવુ સરસ મઝાનું પાનુ જોડાશે જે જીવનભર વાંચવું ગમશે..

Similar Posts

  • Letters To The Editor

    Thank You For Announcement of Behram Yazad Jasan Thank you for the announcement of Behram Yazd Jasan and the speeches to be delivered thereafter, on 4th Sept, 2021, in Parsi Times. The Jashan performed for bringing about good times back, in view of religious places being closed and the threat of pandemic’s third wave looming large…

  • Navroze Mubarak!

    “Novruz promotes the values of peace and solidarity between generations and within families as well as reconciliation and neighborliness, thus contributing to cultural diversity and friendship among peoples and various communities”. Zoroastrianism’s 7 festivals include Navroze and the 6 Gahambars – all festivals of the agricultural season. These are dedicated to Ahura Mazda, Lord of Wisdom…

  • Let ‘Trust Flats’ Not Become ‘Tryst Properties’

    Over the past few months, the BPP’s renewed and assertive efforts – to retrieve Trust flats, in Parsi colonies and establishments under its purview, which are being wrongly kept unused yet locked by some Parsi beneficiaries – is bearing fruit. In a heartening and much appreciated turn of events, a number of such ‘holiday flats’,…

  • Living the Zoroastrian Way Of Life – Part I

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]As we make our way into the New Year 2018 with renewed goals and hopes and dreams, let us not forget the very basics in which our existence and identity is rooted – that of proud Zoroastrians. Immaterial of our religious and socio-cultural inclinations, when we walk on the path as laid down…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    10 November, 2018 – 16 November, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા અટકેલા કામ ફરી ચાલુ કરવા માટે મહેનત કરશો તો સફળતા મળશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. બચત કરી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. જ્યાં કામ કરતા હશો ત્યાં તમારૂં માન વધી જશે. તબિયતની ચિંતા હશે તો…

  • પૈસો અને સ્વાર્થ

    માણસનો સ્વભાવ પહેલેથી જ લોભી છે. ‘લોભને થોભ નહીં’. લોભની સાથે સ્વાર્થ વધે છે, અને આ લોભ અને  વાર્થ મોટા ભાગે પૈસા માટે વધુ હોય છે. ‘પૈસા જોઈને મુનિવર ચળે’. તેમ દરેક માણસ પૈસાને માટે સ્વાર્થી બની ગયો છે. પૈસાને ખાતર સગા પણ પારકા થાય છે. ‘મા જુએ આવતો અને બૈરી જુએ લાવતો’ એ કહેવતમાં…