શિરીન

તે પહેલા વારસ પછી બીજા ચારે પણ તે કાસલમાં જ જન્મ લઈ લીધા ને તે તોફાની બારકસોથી તે મકાન ગાજીવાજી ઉઠતું. હાલમાં મોટો જાંગુ સત્તરનો, પછીની ડેઝી સોલની, વીકી તેરનો, ફ્રેની અગિયારની અને નાનો રૂસી નવનો હતો.

એ સર્વમાં શિરીનનો માનીતો વીકી હતો. પોતાના મમાવા જેવોજ જાહેજ ને તોફાથી હોવાથી તે માતાને એમજ લાગી આવતું કે ખુદ તેણીનો પીતાજ તેણીનાં ઘેરે પધાર્યો હતો.

ફિરોઝ ફ્રેઝરની સર્વથી માનીતી ડેજી હતી. તે ફરગેટમી નોય જેવી બ્લુ આંખો, ચેરીઝ જેવા હોટો ને પીચીઝ જેવા ગાલો સાથ તેણી આબેહુબ પોતાની માતાની કોપી જણાઈ આવતી.

તે એક રળીયામણી સાંજે ડરબી કાસલની ગ્રીન વેલવેટ જેવી લોન ઉપર ફિરોઝ ફ્રેઝરે પોતાની શિરીન સાથે પેસી તાહેલા મારતો હતો તેટલામાં વીકી ઝનૂનથી પોતાનાં બન્ને મોટા ભાઈ બેન સાથ ત્યાં આવી ઉભો.

‘ડેઝી, તું કંઈ એમ સમજતી હોય કે જેમ તું ગરીબ મંમીને બનાવી જાયછ, તેમ કંઈ મને કરવા આવીછની તો તારી વાત તું જાણે.’

‘શું છે વીકી?’

ફિરોઝ ફ્રેઝરે નેન જમાવી પુછી લીધું કે તે છોકરાએ ‘વીકા વાઘની’જ અદાથી ગરાજી ઉઠી કહી સંભળાવ્યું.

‘પંપા, તમને ખબર નથી કે આંય બન્ને તમારી જાણ વગર શું કાળા ધોળા કરી રહ્યાછ. ડેઝી પબ્લીક પાર્કની અંદર પેલા ડીકી મોરીસની સાઈકલ પર બેસી, ‘ડેઝી ડેઝી’ના ગીતો બન્ને સાથે લલકારેછ, ને વીસલો મારીને તેને આપણી કાસલની બારીએથી ઈશારત કરી કંઈ કંઈ લવ નોટો નીચે નાખેછ.’

(વધુ આવતા અંકે)

Similar Posts

  • Chomp & Cheers Presents Chef Delzad

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Delzad K Avari is a Le Cordon Bleu, London Alumni. His love for cooking was evident from a very young age. Having completed the Grand Diploma in cuisine and patisserie from the London campus, post his Hotel Management degree from Mumbai’s Sophia Polytechnic. His expertise has been honed with rich and varied experiences…

  • Tata Sons Plans $1 Bn Fundraising For European Operations

    Tata Sons is planning to raise USD 1 Billion for its European operations, as reported by The Economic Times. The conglomerate may raise the money through a Revolving Credit Facility (RCF), often known as ‘Revolver Lines’. Tata Sons has begun talks with global banks including Citi, ANZ, HSBC, Mitsubishi UFJ Financial Group and Standard Chartered.  The…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    13th June – 19th June, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા દરેક કામમાં સફળતા મળશે. બીજાના મદદગાર થશો. ભવિષ્યમાં ફાયદો થાય તેવા પ્લાન બનાવશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. સારા સમાચાર મળવાના ચાન્સ છે. રોજના કામ ખુશીથી કરશો. દરરોજ 34મુ નામ  ‘યા બેસ્તરના’ 101વાર ભણજો. શુકનવંતી …

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    14 January – 20 January 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા કોઈ કામમાં સફળતા નહીં મળે. નાણાકીય બાબતમાં ખુબ ખેચતાણ રહેશે. ખાવાપીવામાં ધ્યાન આપજો. તમારી તબિયત ખરાબ થતા વાર નહીં લાગે. ઘરવાળાનો સાથ સહકાર નહીં મળવાથી નારાજ થઈ જશો. રાહુ તમને વધારે પરેશાન ન કરે તે માટે દરરોજ…

  • ક્ષમા શોધવી

    જ્યારે લોકો મરણ પથારીએ હોય છે ત્યારે તેઓ શું કરવાના હોય છે તે જાણતા નથી, પરંતુ એક વાત ચોક્કસ છે, માનવ હૃદય મૃત્યુના દરવાજા પર ક્ષમા માંગે છે. જીવન એક સ્વચ્છ સ્લેટ, એક ખાલી પુસ્તક તરીકે શરૂ થાય છે, ધીમે ધીમે તમારા પોતાના હાથથી તે ભરાય છે અને જે નસીબ ઉદારતાથી બહાર કાઢે છે અથવા…